સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2.81 લાખ રહ્યું, જે કુલ પોઝિટીવ કેસનું માત્ર 2.78% છે


કુલ 0.97 કરોડથી વધારે દર્દીઓ સાજા થઇ ગયા

Posted On: 25 DEC 2020 11:35AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસનું ભારણ આજે વધુ ઘટીને 3%થી ઓછું એટલે કે કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી ફક્ત 2.78% થઇ ગયું છે.

દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાતા કેસની સંખ્યા કરતા નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવાનું વલણ સતત જળવાઇ રહ્યું છે જેના કારણે ભારતમાં સક્રિય કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને આજે આ આંકડો ઘટીને 2,81,919 થઇ ગયો છે.

છેલ્લા 28 દિવસથી આ વલણ સતત જળવાઇ રહ્યું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં નવા કેસની સરખામણીએ નવા સાજા થનારાની સંખ્યા વધુ નોંધાઇ છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે નવા સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 23,067 નોંધાઇ છે જ્યારે નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા 24,661 નોંધાઇ છે. આના કારણે દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં છેલ્લા 24 કલાકમાં 1,930 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

ભારતે સમગ્ર દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ ધરાવતા દેશ (7,352 કેસ સંખ્યા) તરીકે સ્થાન જાળવી રહ્યું છે જે અન્ય પશ્ચિમી દેશોની સરખામણીએ ઘણો નીચો આંકડો છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ વૈશ્વિક સરેરાશ કેસ સંખ્યા 9,931 છે.

આજે સાજા થનારા દર્દીઓની ટકાવારી વધીને 95.77% થઇ ગઇ છે. કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 0.97 કરોડ (97,17,834) થઇ ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત પણ વધી રહ્યો છે અને આજે આ આંકડો 94,35,915 થયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 75.86% કેસ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ એટલે કે 4,801 દર્દી કોવિડમાંથી સાજા થયા છે. ત્યારબાદ, સૌથી વધુ સંખ્યામાં મહારાષ્ટ્રમાં 3,171 અને પશ્ચિમ બંગાળમાં 2,054 દર્દી એક દિવસમાં સાજા થયા છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 77.38% દર્દી દસ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5,177 દર્દી સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે. જ્યારે, મહારાષ્ટ્રમાં વધુ 3,580 અને પશ્ચિમ બંગાળમાં વધુ 1,590 કેસ ગઇકાલે પોઝિટીવ નોંધાયા હતા.

દેશમાં છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલા 336 દર્દીમાંથી 81.55% દર્દી દસ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 26.48% દર્દીઓ મહારાષ્ટ્રમાં હતા જ્યાં વધુ 89 દર્દીના મૃત્યુ થયા છે. દિલ્હીમાં એક દિવસમાં વધુ 37 જ્યારે પશ્ચિમ બંગાળમાં વધુ 32 દર્દીના મૃત્યુ થયાં છે.

વૈશ્વિક આંકડાની સરખામણીએ કરીએ તો, ભારત પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછો મૃત્યુઆંક (106) ધરાવતા દેશોમાંથી છે. ભારતમાં હાલમાં મૃત્યુદર 1.45% છે.

 

SD/GP/BT


(Release ID: 1683554)