પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 24 ડિસેમ્બરના રોજ વિશ્વ ભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહમાં સંબોધન કરશે

Posted On: 22 DEC 2020 2:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ડિસેમ્બર, 2020ના રોજ વિશ્વ ભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના શતાબ્દી સમારોહમાં સવારે 11 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરશે. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી પણ ઉપસ્થિત રહેશે.

વિશ્વભારતી વિશે

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા 1921મા સ્થાપિત વિશ્વ ભારતી એ દેશની સૌથી પ્રાચીન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય પણ છે. મે 1951માં સંસદના અધિનિયમ દ્વારા વિશ્વ ભારતીને કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને "રાષ્ટ્રની એક મહત્વની સંસ્થા" તરીકે જાહેર કરવામાં આવી. આ યુનિવર્સિટીએ ગુરુદેવ ટાગોર દ્વારા ઘડી કાઢેલા શિક્ષણ શાસ્ત્રનું પાલન કર્યું, જો કે ધીરે-ધીરે તેનો વિકાસ વિશ્વની બીજી આધુનિક યુનિવર્સિટીઓના માળખા પ્રમાણે થયો. પ્રધાનમંત્રી યુનિવર્સિટીના કુલપતિ છે.

 

SD/GP/BT


(Release ID: 1682679) Visitor Counter : 241