સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે વધુ એક સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું: 146 દિવસ પછી સક્રિય કેસનું ભારણ ઘટીને 3.63 લાખ થયું
દૈનિક ધોરણે નવા પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 30,000 કરતાં ઓછી નોંધાઇ
Posted On:
11 DEC 2020 11:47AM by PIB Ahmedabad
ભારતમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા હવે આ આંકડો આજે ઘટીને 3.63 લાખ (3,63,749) સુધી આવી ગયો છે. 146 દિવસ પછી આ સૌથી ઓછો આંકડો છે. અગાઉ, 18 જુલાઇ 2020ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 3,58,692 હતી.
દેશમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડાનું વલણ સતત જળવાઇ રહ્યું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસની ટકાવારી ઘટીને માત્ર 3.71% થઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં નવા 37,528 દર્દીઓ સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે. આના કારણે કુલ સક્રિય કેસની સંખ્યામાં વધુ 8,544નો ઘટાડો નોંધાયો છે.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નોંધાયેલા નવા કેસની સંખ્યા 30,000 કરતાં ઓછી છે. છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 29,398 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા લગભગ 93 લાખ (92,90,834) સુધી પહોંચી ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ એકધારો વધી રહ્યો છે અને આ આંકડો આજે 89 લાખ કરતાં વધીને 89,27,085 થઇ ગયો છે.
નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા કરતા સતત વધારે નોંધાઇ રહી હોવાથી દેશમાં આજે સરેરાશ સાજા થવાનો દર વધીને 94.84% થઇ ગયો છે.
નવા સાજા થયેલા કેસમાંથી 79.90% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.
કર્ણાટકમાં એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ એટલે કે, 5,076 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં 5,068 અને કેરળમાં 4,847 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
છેલ્લા એક અઠવાડિયામાં દૈનિક ધોરણે સાજા થનારા દર્દીઓની સરેરાશ સંખ્યા અહીં દર્શાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,703 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે જ્યારે ત્યારબાદ કેરળ અને દિલ્હીમાં અનુક્રમે 5,173 અને 4,362 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.
નવા પોઝિટીવ નોંધાયેલા કેસમાંથી 72.39% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 4,470 નવા દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ મહારાષ્ટ્ર નવા 3,824 કેસ સાથે ટોચના ક્રમમાં છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 414 દર્દીઓએ જીવ ગુમાવ્યો હોવાનું નોંધાયું છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 79.95% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (70) દર્દીના મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 61 અને 49 દર્દી દૈનિક ધોરણે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
SD/GP/BT
(Release ID: 1679953)
Visitor Counter : 283
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Telugu
,
Malayalam