મંત્રીમંડળ

મંત્રીમંડળે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ને ભારત અને લકઝમ્બર્ગ વચ્ચે દ્વિપક્ષી કરાર ઉપર હસ્તાક્ષર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

Posted On: 09 DEC 2020 3:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતમાં મંત્રીમંડળે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ને સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અને ફાયનાન્સિયલ એન્ડ કમિશન ડી સર્વેલન્સ ડુ સેક્ટર ફાયનાન્સિયર (સીએસએસએફ), લક્ઝમબર્ગ વચ્ચે દ્વિપક્ષી સમજૂતી કરાર (એમઓયુ) ઉપર હસ્તાક્ષર કરવા માટે મંજૂરી આપી છે.

ઉદ્દેશોઃ

આ સમજૂતીના કરારથી સિક્યોરિટીઝ સંબંધિત નિયંત્રણના ક્ષેત્રે વિદેશમાં સહયોગ અને પરસ્પરને સહાય, સુપરવાઈઝરી કામગીરીઓમાં કાર્યક્ષમ કામગીરી માટે યોગદાન, ટેકનિકલ ક્ષેત્રે જ્ઞાન આપવામાં તથા કાયદા અને નિયમોના અસરકારક પાલન દ્વારા ભારત અને લક્ઝમબર્ગના બજારોમાં સિક્યોરિટીઝ માર્કેટના વહિવટમાં સહાય થશે.

મુખ્ય અસરઃ

સેબીની જેમ સીએસએસએફે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યોરિટીઝ કમિશનના બહુપક્ષી સમજૂતી કરાર (IOSCO MMoU) ઉપર હસ્તાક્ષર કર્યા છે. આમ છતાં, IOSCO MMoU માં ટેકનિકલ સહાય માટેની જોગવાઈ નથી. સૂચિત દ્વિપક્ષી સમજૂતી કરારથી માહિતીના આદાન-પ્રદાનનું માળખું મજબૂત બનાવવાની દિશામાં યોગદાન ઉપરાંત સિક્યોરિટીઝને લગતા કાયદાના અસરકારક અમલીકરણ તરફ દોરી જશે. આ ઉપરાંત ટેકનિકલ સહાયના કાર્યક્રમો સ્થાપવામાં પણ સહાય થશે. ટેકનિકલ સહાય કાર્યક્રમથી બંને સત્તા તંત્રો મૂડીબજારો, ક્ષમતા નિર્માણની પ્રવૃત્તિઓ અને સ્ટાફ માટેના તાલીમ કાર્યક્રમ સંબંધી પરામર્શ કરી શકશે.

પૃષ્ઠભૂમિ:

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) ની સ્થાપના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ ભારતમાં સિક્યોરિટીઝના બજારના નિયમનના ઉદ્દેશથી કરવામાં આવી હતી. સેબીના ઉદ્દેશોમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું અને ભારતમાં સિક્યોરિટીઝના બજારોના વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. સેબીના મુખ્ય કાર્યોમાં સિક્યોરિટીઝના બજારમાં કાર્યરત ઈન્ટરમિડીઅરીઝના રજીસ્ટ્રેશન, નિયમન અને સુપરવિઝનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના કાર્યોમાં સ્વાયત્ત સંસ્થાઓને પ્રોત્સાહન, સિક્યોરિટીઝના બજારો સંબંધી ગેરવાજબી અને છેતરામણી વ્યાપાર પ્રણાલીઓ ઉપર પ્રતિબંધ મૂકવાનો તથા તેની કામગીરીઓ કાર્યક્ષમ રીતે બજાવવા માટે જરૂરી માહિતી ભારત કે અન્ય સત્તાતંત્રોના સંપર્ક અને વિગતો આપવાની કામગીરીનો સમાવેશ થાય છે.

લક્ઝમબર્ગની ફાયનાન્સિયલ એન્ડ કમિશન ડી સર્વેલન્સ ડુ સેક્ટર ફાયનાન્સિયર (સીએસએસએફ) એ જાહેર કાયદાઓ અંગેની સંસ્થા છે અને તે વહિવટી તથા નાણાંકીય સ્વાયત્તતા ધરાવે છે. તેની સ્થાપના 23 ડિસેમ્બર, 1998ના રોજ કાયદા મુજબ કરવામાં આવી છે. સીએસએસએફ એ સમગ્ર લક્ઝમબર્ગના ફાયનાન્સિયલ સેન્ટરનું સાવધાનીપૂર્વક સુપરવિઝન કરતી ઓથોરિટી છે. સીએસએસએફને સિક્યોરિટીઝના બજારના નિયમન અને સુપરવિઝન માટે કાયદેસર જવાબદાર ગણવામાં આવે છે.

 

SD/GP/BT



(Release ID: 1679386) Visitor Counter : 213