સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં 138 દિવસ પછી સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 4.03 લાખ સુધી પહોંચ્યું
કુલ સાજા થયેલા દર્દીનો આંકડો 91 લાખ કરતાં વધુ
છેલ્લા અઠવાડિયામાં ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ નવા કેસની સંખ્યા દુનિયામાં સૌથી નીચલા સ્તરમાંથી એક
Posted On:
06 DEC 2020 11:34AM by PIB Ahmedabad
ભારતમાં કુલ સક્રિય કેસનું ભારણ આજે નોંધપાત્ર પ્રમાણમાં ઘટીને 4.03 લાખ (4,03,248) સુધી પહોંચી ગયું છે. 138 દિવસમાં આ સૌથી ઓછો આંકડો છે. અગાઉ, 21 જુલાઇ 2020ના રોજ કુલ સક્રિય કેસની સંખ્યા 4,02,529 હતી.
છેલ્લા નવ દિવસથી દૈનિક નવા નોંધાતા દર્દીઓની સરખામણીએ દૈનિક નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેવાનું વલણ જળવાઇ રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં પણ આ સ્થિતિ ટકી રહી હતી. દૈનિક ધોરણે નવા પોઝિટીવ કેસની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની વધુ સંખ્યાના વલણના કારણે ભારતમાં સક્રિય કેસનું ભારણ એકધારું ઘટી રહ્યું છે અને હાલમાં કુલ નોંધયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ ઘટીને માત્ર 4.18% થઇ ગયું છે.
ભારતમાં નવા 36,011 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે જ્યારે સમાન સમયગાળામાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 41,970 થઇ છે. નવા સાજા થનારાઓની વધુ સંખ્યાના કારણે કુલ સક્રિય કેસની સંખ્યામાં 6,441નો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા સાત દિવસથી ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ નવા નોંધાતા કેસની સંખ્યા 186 છે. આ આંકડો દુનિયામાં સૌથી નીચલા સ્તરમાંથી એક છે.
નવા સાજા થયેલા દર્દીઓ અને નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને આજે દેશમાં સરેરાશ સાજા થવાનો દર વધીને 94.37% થઇ ગયો છે.
કુલ સાજા થયેલા કેસની સંખ્યા 91 લાખ (91,00,792)નો આંકડો ઓળંગી ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત પણ આજે વધીને 87 લાખની નજીક (86,97,544) સુધી પહોંચી ગયો છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 76.6% કેસ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 5,834 નવા દર્દીઓ સાજા થઇ ગયા છે. ત્યારબાદ, કેરળનો આંકડો તેની ઘણો નજીક એટલે કે 5,820 નોંધાયો છે. દિલ્હીમાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 4,916 નોંધાઇ છે.
નવા પોઝિટીવ નોંધાયેલા કેસમાંથી 75.70% નવા દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,848 દર્દી એક દિવસમાં પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં 4,922 અને દિલ્હીમાં 3,419 નવા દર્દી એક દિવસમાં નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 482 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 79.05% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (95) દર્દી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે 77 અને 49 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
ગત અઠવાડિયે પ્રત્યેક દસ લાખની વસ્તી દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુની સંખ્યાની વૈશ્વિક સ્તરે સરખામણી કરવાથી માલુમ પડે છે કે, ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ 3 વ્યક્તિનાં મૃત્યુ નોંધાયા છે જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક છે.
SD/GP/BT
(Release ID: 1678719)
Visitor Counter : 283
Read this release in:
Odia
,
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam