ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળને શુભેચ્છા પાઠવી

"નૌસેના દિવસ નિમિત્તે હું ભારતીય નૌકાદળના અમારા બધા હિંમતવાન જવાનો અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું"

"આપણી દરિયાઇ સરહદોનું રક્ષણ કરવામાં અને આપત્તિઓ દરમિયાન દેશની સેવા કરવાની તેમની અતુટ પ્રતિબદ્ધતા માટે ભારતને આપણી બહાદુર નૌસેના પર ગર્વ છે."

Posted On: 04 DEC 2020 1:47PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌકાદળને શુભેચ્છા પાઠવી હતી. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે “નૌસેના દિવસ નિમિત્તે હું ભારતીય નૌસેનાના અમારા બધા હિંમતવાન જવાનો અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓપાઠવું છું. આપણી દરિયાઇ સરહદોનું રક્ષણ કરવામાં અને આપત્તિઓ દરમિયાન દેશની સેવા કરવામાં તેમની અતુટ પ્રતિબદ્ધતા બદલ ભારતને આપણી બહાદુર નૌસેના પર ગર્વ છે.”

4 ડિસેમ્બર દર વર્ષે નૌસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના અને ભારતીય નૌકાદળના ઇતિહાસમાં આ દિવસનું મોટું મહત્વ છે, તે ભારત માટે નિર્ણાયક વિજયનું ચિહ્ન છે, કારણ કે જ્યારે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઓપરેશન ટ્રાઇડન્ટ દરમિયાન ભારતીય નૌકાદળની મિસાઇલ હોડીઓએ કરાચી ખાતેના તેલ સ્થાપનો અને પાકિસ્તાનના કિનારાના સંરક્ષણ સ્થાપનો ઉપર સફળતાપૂર્વક જહાજો ઉપર ફાયરિંગ કર્યું હતું.1971ની કામગીરી દરમિયાન, ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધ સામગ્રી તથા અન્ય સંબંધિત સામાન ધરાવતા ઘણા પાકિસ્તાની જહાજોને ડુબાડી દીધા હતા. આઈએનએસ વિક્રાંતના ડેક પરથી લડાયક વિમાન, ચેટગાંવ અને ખુલ્ના ખાતે દુશ્મન બંદરો અને હવાઇ ક્ષેત્ર પર ત્રાટક્યું, વહાણો, સંરક્ષણ સુવિધાઓ અને સ્થાપનોનો નાશ કર્યો. કરાચી ઉપરના બંને મિસાઇલ હુમલા અને વિક્રાંત તરફથી હવાઈ હુમલો થતાં તે વખતના પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાની દળોની હાર થઈ હતી.

 

SD/GP/BT(Release ID: 1678336) Visitor Counter : 20