સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં દૈનિક ધોરણે 40,000 કરતાં ઓછા નવા કેસ નોંધાયા


સક્રિય કેસનું ભારણ સતત ઘટી રહ્યું છે, હાલમાં સક્રિય કેસનું ભારણ 4.4 લાખ કેસ કરતાં ઓછુ

દૈનિક પોઝિટીવિટી દર 4%ના મહત્વપૂર્ણ આંકથી ઘટીને 3.45% નોંધાયો

Posted On: 24 NOV 2020 12:34PM by PIB Ahmedabad

ભારતમાં દિવસ પછી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 40,000 કરતાં ઓછી નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસની સંખ્યા 37,975 છે. 8 નવેમ્બરથી, સળંગ છેલ્લા 17 દિવસમાં, દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 50,000ના આંકડાથી નીચે નોંધાઇ રહી છે.

ભારતમાં પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો હોવાથી હાલમાં દેશમાં કુલ 2,134 લેબોરેટરીમાં પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ છે. દરરોજ દસ લાખથી વધારે પરીક્ષણો કરવાની કટિબદ્ધતાને અનુરૂપ છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,99,545 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ભારતમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણની સંખ્યા 13.3 કરોડ કરતાં વધારે (13,36,82,275) થઇ ગઇ છે.

દૈનિક ધોરણે સરેરાશ 10 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટીવિટી દર સતત નીચલા સ્તરે જાળવી રાખવાનું સુનિશ્ચિત થયું છે અને હાલમાં દર સતત ઘટાડા તરફી છે.

આજે એકંદરે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર 6.87% નોંધાયો છે જે 7%ના મહત્વપૂર્ણ આંકડા કરતાં નીચે છે. દૈનિક પોઝિટીવિટી દર માત્ર 3.45% છે. મોટી સંખ્યામાં પરીક્ષણો કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટીવિટી દરમાં તબક્કાવાર ઘટાડો નોંધાયો છે.

ઉપરાંત, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM) વધીને 96,871 થઇ ગયા છે.

છેલ્લા બે અઠવાડિયાથી સક્રિય કેસની સંખ્યામાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 42,314 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

હાલમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,38,667 થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું વર્તમાન ભારણ ઘટીને 4.78% થઇ ગયું છે અને આંકડો સતત ઘટી રહ્યો છે.

સાજા થવાનો દર પણ એકધારો વધીને 93.76% સુધી પહોંચી ગયો છે. દેશમાં આજદિન સુધીમાં કુલ 86,04,955 દર્દીઓ સાજા થઇ ગયા છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 75.71% કેસ માત્ર 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 7,216 નવા દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. ત્યારબાદ કેરળમાં 5,425 અને મહારાષ્ટ્રમાં 3,729 દર્દી એક દિવસમાં સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 77.04% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

દિલ્હીમાં 4,454 દર્દી નવા નોંધાયા હોવાથી દૈનિક ધોરણે નવા દર્દીની સંખ્યા અહીં સર્વાધિક નોંધાઇ છે. દિલ્હી પછી મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 4,153 દર્દી પોઝિટીવ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 480 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 73.54% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધુ 121 દર્દી મૃત્યુ પામ્યા છે. ત્યારબાદ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં અનુક્રમે 47 અને 30 દર્દીઓ એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

SD/GP/BT



(Release ID: 1675326) Visitor Counter : 212