પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામના પૂર્વ મુખ્યમંત્રી શ્રી તરુણ ગોગોઈના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 23 NOV 2020 6:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના પૂર્વ મુખ્યમંત્રી શ્રી તરુણ ગોગોઈના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "શ્રી તરુણ ગોગોઈજી એક લોકપ્રિય નેતા અને પીઢ પ્રશાસક હતા, તેમની પાસે આસામ તેમજ કેન્દ્રમાં વર્ષોનો રાજકીય અનુભવ હતો. તેમના અવસાનથી દુઃખી થયો છું. આ દુઃખની ક્ષણમાં મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ."

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1675118) મુલાકાતી સંખ્યા : 181