પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 22 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ ક્ષેત્રમાં ગ્રામીણ પેય જળ પુરવઠા પરિયોજનાનો શિલાન્યાસ કરશે

Posted On: 20 NOV 2020 2:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 નવેમ્બરના રોજ સવારે 11:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉત્તર પ્રદેશના વિંધ્યાચલ ક્ષેત્રના મિર્ઝાપુર અને સોનભદ્ર જિલ્લામાં ગ્રામીણ પેય જળ પુરવઠા પરિયોજનાનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ પાણી અને સ્વચ્છતા સમિતિ / પાણી સમિતિના સભ્યો સાથે પણ વાતચીત કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે.

આ પરિયોજના દ્વારા 2,995 ગામડાઓના તમામ ગ્રામીણ ઘરોમાં ઘરેલુ નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં આવશે અને આ જિલ્લાઓની લગભગ 42 લાખ વસ્તીને લાભ થશે. આ તમામ ગામોમાં વિલેજ જળ અને સ્વચ્છતા સમિતિઓ / પાણી સમિતિની રચના કરવામાં આવી છે, જે કામગીરી અને જાળવણીની જવાબદારી સંભાળશે. પરિયોજનાની કુલ અંદાજિત કિંમત રૂ. 5,555.38 કરોડ છે. આ પરિયોજના 24 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે.

જળ જીવન મિશન વિશે

પ્રધાનમંત્રી દ્વારા લાલ કિલ્લાના પ્રાચિર પરથી 15 ઓગસ્ટ, 2019ના રોજ જાહેર કરાયેલ જળ જીવન મિશનનો હેતુ 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરને કાર્યાત્મક ઘરેલુ નળ જોડાણો આપવાનું છે. ઓગસ્ટ, 2019માં મિશનની જાહેરાત સમયે 18.93 કરોડ ગ્રામીણ ઘરોમાંથી ફક્ત 3.23 કરોડ ઘરોમાં (17%) નળના પાણીના જોડાણો હતા, એટલે કે, આગામી 4 વર્ષમાં નળ જોડાણો પૂરા પાડવામાં આવશે. છેલ્લા 15 મહિનામાં, કોવિડ -19 રોગચાળો હોવા છતાં, 2.63 કરોડ ઘરોને નળના પાણીના જોડાણો આપવામાં આવ્યા છે અને હાલમાં લગભગ 5.86 કરોડ (30.67%) ગ્રામીણ ઘરોમાં નળના પાણીના જોડાણો છે.

SD/GP/BT



(Release ID: 1674443) Visitor Counter : 185