કાપડ મંત્રાલય

કાપડ મંત્રાલયે #Local4Diwali અભિયાન શરૂ કર્યું


ભારતીય હસ્તકલા ઉત્પાદનો ખરીદવા તથા ભેટ કરીને દિવાળી ઉજવવા સૌને અપીલ કરી

Posted On: 11 NOV 2020 1:15PM by PIB Ahmedabad

હસ્તકલા એ ભારતના ગૌરવપૂર્ણ સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે અને દેશમાં આજીવિકાનો મહત્વપૂર્ણ સ્રોત છે. આ ક્ષેત્ર મહિલા સશક્તિકરણ માટે મહત્વનું છે કારણ કે તમામ હસ્તકલા કારીગરો અને સાથી કામદારોમાં 55% મહિલાઓ છે.

પ્રધાનમંત્રીએ વિનંતી કરી છે કે ભારતીય હસ્તકલાનો ઉપયોગ કરવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ અને વધુમાં વધુ લોકો સાથે તેમના વિશે વાતચીત કરવી જોઈએ.

કાપડ મંત્રીએ બધાને અપીલ કરતા જણાવ્યું છે:

“9 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રીએ કરેલા આહ્વાનથી પ્રેરાઈને ચાલો આપણે સ્થાનિક કાપડ અને હસ્તકલાના વ્યવસાય માટે સમર્થન વ્યક્ત કરીએ. તે પછી માટીનો દીવો, દેશી કળા, ઘરની સજાવટની ચીજો જેવી કે પલંગની ચાદરો, પડદા અથવા હાથવણાટની ચીજો જે તમે તમારા નજીકના સંબંધી અને મિત્રોને ભેટ કરો છો તે બધું જ; આ દિવાળીમાં દરેક ખરીદી મહત્વની બનશે. વણકર, કારીગરો, સ્થાનિક અને નાના ઉદ્યોગો દ્વારા દિવાળીના વેચાણને પ્રોત્સાહિત કરવા માટે કૃપા કરીને તમારા ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરો અને હેશટેગ #Local4Diwali નો ઉપયોગ કરો. તમારી મનપસંદ વસ્તુની તસવીર લો - તે કપડાં હોય અથવા કોઈ હસ્તકલા ઉત્પાદન કે જે તમે દિવાળી માટે કોઈને ભેટ કરવા અથવા ઘરે ઉપયોગ કરવા માંગતા હોવ, જે વ્યક્તિ પાસેથી તમે ખરીદશો તેને #Local4Diwali સાથે ટેગ કરો. આ પડકારજનક સમયમાં આ વલણ દ્વારા વેચાણને ટેકો આપો; તમારો ટેકો જરૂરિયાતમંદ લોકો માટે ઘણી તકોને પુનર્જીવિત કરવામાં મદદ કરશે."

 

SD/GP/BT

 

 



(Release ID: 1671900) Visitor Counter : 245