સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

છેલ્લા 35 દિવસથી નવા કેસ કરતાં સાજા થયેલા કેસની સંખ્યા વધુ


છેલ્લા 5 અઠવાડિયાથી સક્રિય કેસમાં સતત ઘટાડાનું વલણ યથાવત રહ્યું છે

प्रविष्टि तिथि: 07 NOV 2020 11:42AM by PIB Ahmedabad

ભારતની દૈનિક સાજા થયેલા કેસની નવી સંખ્યા એક મહિના કરતા વધુ સમયથી દૈનિક નવા કેસ કરતા વધુ છે.

નવા નોંધાયેલા 50,356 કેસની સામે છેલ્લા 24 કલાકમાં 53,920 સાજા થયેલા કેસની સંખ્યા નોંધાઈ છે. છેલ્લા પાંચ અઠવાડિયાથી આ વલણ જોવા મળી રહ્યું છે. સક્રિય કેસનું ભારણ ઘટાડવા માટે પણ આ મુખ્ય ભૂમિકા ભજવશે જે હાલમાં 5.16 લાખ છે.

છેલ્લા પાંચ અઠવાડિયામાં સરેરાશ દૈનિક નવા કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સરેરાશ દૈનિક નવા કેસ 73,000થી વધુ હતા જે ઘટીને 46,000 કેસ નોંધાયા છે.

ઉપરોક્ત વલણને પરિણામે સતત ઘટાડાના માર્ગ પર અગ્રેસર સક્રિય કેસ આજે 5,16,632 છે. આ આંકડો ભારતના કુલ પોઝિટિવ કેસના માત્ર 6.11% છે.

કુલ સાજા થયેલા કેસની સંખ્યા 78,19,886 છે જેણે રાષ્ટ્રીય સાજા થવાના દરને 92.41% સુધી પહોંચાડ્યો છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર હાલમાં 73,03,254 છે.

નવા સાજા થયેલા કેસમાંથી 79% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સાજા થયેલા કેસની મહત્તમ સંખ્યા નોંધાવવાનું યથાવત છે. 11,060 સાજા થયેલા દર્દીઓની સંખ્યાના પરિણામે સમગ્ર રાજ્યની સાજા થયેલા કેસની સંખ્યા 15,62,342 થઈ ગઈ છે.

રાષ્ટ્રીય વલણને ધ્યાનમાં રાખીને 18 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સજા થવાના દરનો અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

નવા કેસમાંથી 77% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.

છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 7,178 કેસ નોંધાતા તે મહારાષ્ટ્ર અને કેરળ કરતા આગળ નીકળી ગયું છે. કેરળમાં 7,002 નવા કેસ નોંધાયા છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં 6,870 નવા કેસ નોંધાયા હતા.

છેલ્લા 24 કલાકમાં 577 લોકોના મૃત્યુ થયા છે.

જેમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં લગભગ 83% જેટલા મૃત્યુ થયા છે. નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 27.9%થી વધુ મહારાષ્ટ્ર (161 લોકોનાં મોત)ના છે. દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે  64 અને 55 નવા મૃત્યુ થયા છે.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1670993) आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam