સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે એક વિક્રમજનક સીમાચિહ્ન પાર કર્યું: સાજા થવાનો દર 90.00% સુધી પહોંચ્યો


સક્રિય કેસના ભારણમાં સતત ઘટાડો ચાલુ , કુલ પોઝિટિવ કેસના માત્ર 8.50%

છેલ્લા એક અઠવાડિયાથી મૃત્યુઆંક 1000થી ઓછો

લેબોરેટરીની કુલ સંખ્યા 2000 કરતાં વધુ થઈ

Posted On: 25 OCT 2020 11:11AM by PIB Ahmedabad

ભારતે અન્ય એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર આજે 90% ની સપાટીએ પહોંચી ગયો છે. છેલ્લાં 24 કલાકમાં 62,077 દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે, જ્યારે નવા પુષ્ટિ થયેલ કેસ 50,129 છે.

WhatsApp Image 2020-10-25 at 10.13.54 AM.jpeg

આ સિધ્ધિ કુલ સક્રિય કેસના નીચલા સર્પાકાર પતનને અનુરૂપ છે, જે સળંગ ત્રણ દિવસથી 7 લાખની નીચે જાળવવામાં આવી છે

હાલમાં સક્રિય કેસ જે 6,68,154 છે એ દેશના કુલ પોઝિટિવ કેસના માત્ર 8.50 ટકા છે.

WhatsApp Image 2020-10-25 at 10.16.21 AM.jpeg

કુલ સાજા થયેલા કેસમાં પણ વધારો થવાનું ચાલુ છે. તેની સંખ્યા અત્યાર સુધીમાં 70,78,123 થઇ ગઈ છે. સાજા થયેલા કેસની વધતી સંખ્યા સાથે, આ અંતર સતત વધતું જાય છે.સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 64 લાખ (64,09,969) ને વટાવી ગયું છે.

WhatsApp Image 2020-10-25 at 10.16.22 AM.jpeg

છેલ્લા એક અઠવાડિયાથી સતત 1000 થી ઓછા મૃત્યુ નોંધાયા છે. 2 ઓક્ટોબરથી મૃત્યુઆંક 1100 ની નીચે છે.

WhatsApp Image 2020-10-25 at 10.13.55 AM (1).jpeg

નવા સાજા થયેલા કેસમાંથી 75% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં એટલે કે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, આંધ્રપ્રદેશ, આસામ, ઉત્તર પ્રદેશ, અને છત્તીસગઢમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

એક દિવસમાં 10,000થી વધુ સાજા થયેલા કેસની સંખ્યા સાથે મહારાષ્ટ્ર આ ગણતરીમાં મોખરે છે.

WhatsApp Image 2020-10-25 at 10.13.56 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં 50,129 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે.

નવા કેસોમાંથી 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે. નવા કેસની નોંધણી ખૂબ જ મોટી સંખ્યામાં કરતા રાજ્યોમાં કેરળ 8000થી વધુ કેસ સાથે મોખરે છે, જયારે મહારાષ્ટ્ર એ 6000થી વધુ કેસ નોંધાવ્યા છે.

WhatsApp Image 2020-10-25 at 10.13.55 AM.jpeg

છેલ્લા 24 કલાકમાં 578 લોકોના મૃત્યુ થયા છે. તેમાંથી, લગભગ 80% દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.

મહારાષ્ટ્રમાં 137 લોકોના મૃત્યુ થયા છે અને નવા નોંધાયેલા મૃત્યુઆંકમાં તેનો મહત્તમ ફાળો છે

WhatsApp Image 2020-10-25 at 10.13.55 AM (2).jpeg

ભારતના પરીક્ષણ પ્રયોગશાળાના નેટવર્કએ આજે બીજી સિદ્ધિ મેળવી છે. કુલ લેબ્સની સંખ્યા 2000 ને વટાવી ગઈ છે. પુણેની એક લેબથી શરૂ કરતાં આજે લેબ્સની સંખ્યા 2003 છે જેમાં 1126 સરકારી પ્રયોગશાળાઓ અને 877 ખાનગી પ્રયોગશાળાઓ શામેલ છે.

 

SD/GP/BT



(Release ID: 1667468) Visitor Counter : 181