સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે સક્રિય કેસમાં સતત ઘટાડાના વલણને જાળવી રાખ્યું


સતત બીજા દિવસે 7.5 લાખથી ઓછા સક્રિય કેસ

14 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ 1% કરતા ઓછો મૃત્યુદર હાંસલ કર્યો

Posted On: 21 OCT 2020 11:28AM by PIB Ahmedabad

ભારતે સતત બીજા દિવસે 7.5 લાખની નીચેના સક્રિય કેસ વલણ ટકાવી રાખ્યું છે.

દરરોજ મોટી સંખ્યામાં કોવિડ દર્દીઓ સ્વસ્થ થાય છે, ભારતની દૈનિક સાજા થયેલા કેસની ઉચ્ચ સ્તરની સંખ્યાની નોંધણી કરવાનું સતત વલણ પણ ચાલુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 61,775 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયુ છે જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસ ફક્ત 54,044 છે. જ્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,83,608 પરીક્ષણો લેવામાં આવ્યા છે.

સમયસર અને યોગ્ય સારવારની સાથે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ વ્યૂહરચનાના સફળ અમલીકરણથી મૃત્યુદરમાં સતત ઘટાડો આવી રહ્યો છે. રાષ્ટ્રીય મૃત્યુ દર (સીએફઆર) આજે ઘટીને 1.51% પર આવી ગયો છે.

કેન્દ્રએ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને સીએફઆરને 1% ની નીચે લાવવાની સલાહ આપી છે. હાલમાં 14 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો 1% કરતા ઓછા મૃત્યુ દરના એહવાલ પ્રાપ્ત થયા છે.

ભારતની સાજા થયેલા કેસની કુલ સંખ્યા આજે 67,95,103 થઈ ગઈ છે. એક દિવસની સાજા થયેલા કેસની વધુ સંખ્યાના પરિણામે રાષ્ટ્રીય સાજા થવાના દરમાં સતત વધારો થયો છે, જે ઝડપથી 89% (88.81%) ની નજીક છે.

નવા સાજા થયેલા કેસમાંથી 77% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

કર્ણાટક 8,500થી વધુ નવી સાજા થયેલા કેસની સંખ્યા સાથે નવા સાજા થયેલા કેસની સંખ્યામાં મહારાષ્ટ્ર કરતા વધુ છે. નવી સાજા થયેલા કેસની સંખ્યામાં મહારાષ્ટ્ર અને કેરળ બંનેનો ફાળો 7,૦૦૦ થી વધુ છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 54,044 નવા કેસ નોંધાયા છે.

આમાંના 78% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે. નવા કેસમાં મહારાષ્ટ્રનું 8,000થી વધુનું યોગદાન છે. કર્ણાટક અને કેરળ બંનેએ 6,૦૦૦ થી વધુનું યોગદાન આપ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 717 લોકોના મૃત્યુ નોંધાયા છે.

નવા મૃત્યુઆંકમાંથી 82% મૃત્યુ 10% રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

ગઈકાલે નોંધાયેલા 29% મૃત્યુ મહારાષ્ટ્રના 213 મૃત્યુ પછી કર્ણાટકમાં 66 મૃત્યુ પામ્યા છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 


(Release ID: 1666354) Visitor Counter : 241