સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાના માર્ગે અગ્રેસર


સતત બીજા દિવસે સક્રિય કેસની સંખ્યા 8 લાખથી ઓછી

22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ

Posted On: 18 OCT 2020 10:56AM by PIB Ahmedabad

ભારતે સતત સક્રિય કેસ ઘટવાના વલણને જાળવી રાખ્યું છે. સક્રિય કેસ સતત બીજા દિવસે 8 લાખ કરતા ઓછા છે અને 7,83,311 છે. સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટિવ કેસના 10.45% છે.

રાષ્ટ્રીય વલણને અનુસરતા 22 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000 કરતા ઓછા સક્રિય કેસ છે.

13 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 20,000થી વધુ પરંતુ 50,000થી ઓછા સક્રિય કેસ છે, જ્યારે 3 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં 50,000થી વધુ સક્રિય કેસ છે.

સક્રિય કેસનું ઘટતું વલણ સાજા થયેલા કેસની સંખ્યમાં અખંડ વધારાને પૂરક છે.કુલ સાજા થયેલા કેસ 65,97,209 છે. સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર 58 લાખ (58,13,898) ને વટાવી ગયું છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર વધુ સુધરીને 88.03% થયો છે.

છેલ્લા 24 કલાકમાં 72,614 કોવિડ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે, જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસ 61,871 છે.

નવા સાજા થયેલા કેસમાં 79% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત હોવાનું મનાય છે.

એક દિવસમાં 14,000થી વધુ સાજા થયેલા કેસમાં મહારાષ્ટ્રનું મહત્તમ યોગદાન છે.

છેલ્લા 24 કલાકમાં 61,871 નવા પુષ્ટિ થયેલ કેસ નોંધાયા છે.

નવા કેસના 79% કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.

દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ 10000 કરતા પણ વધુ કેસ નોંધાયાના એહવાલ છે ત્યારબાદ સૌથી વધુ કેસ 9000થી વધુ કેસ કેરળમાં નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1033 લોકોના મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.

તેમાંથી દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં આ આંક લગભગ 86% જેટલો છે. કુલ નોંધાયેલા મૃત્યુઆંકના 44% થી વધુ નવા મૃત્યુ મહારાષ્ટ્રના છે (463 મૃત્યુ).

 

SD/GP/BT



(Release ID: 1665649) Visitor Counter : 215