સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસોની સંખ્યમાં એકધારો ઘટાડો થવાનું વલણ જળવાઇ રહ્યું છે


સળંગ બીજા દિવસે સક્રિય કેસોનું ભારણ 9 લાખ કરતાં ઓછું

કુલ નોંધાયેલા કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો માત્ર આઠમા ભાગનો છે

Posted On: 10 OCT 2020 11:18AM by PIB Ahmedabad

ભારતમાં સક્રિય કેસોની સંખ્યામાં એકધારો ઘટાડો થવાનું વલણ જળવાઇ રહ્યું છે. એક મહિના બાદ પ્રથમ વખત,  સળંગ બીજા દિવસે દેશમાં સક્રિય કેસોની સંખ્યા નવ લાખ કરતાં ઓછી નોંધાઇ છે અને આ આંકડામાં પ્રગતિપૂર્ણ રીતે ઘટાડો થઇ રહ્યો છે.

આજે ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 8,83,185 નોંધાઇ છે.

હાલમાં દેશમાં, અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 12.65% સક્રિય કેસો છે. મતલબ કે, દેશમાં કુલ નોંધાયેલા કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો માત્ર આઠમા ભાગનો છે.

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 60 લાખ (59,88,822)ની ખૂબ જ નજીક નોંધાઇ છે અને તેના કારણે સક્રિય કેસોના સંદર્ભમાં તફાવત વધી રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા અને રજા આપવામાં આવેલા કુલ દર્દીની સંખ્યા 82,753 નોંધાઇ છે જ્યારે નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની સંખ્યા 73,272 છે. રાષ્ટ્રીય રિકવરી દર પણ સતત વધીને 85.81% સુધી પહોંચી ગયો છે.

18 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય રિકવરી દરની સરખામણીએ વધારે છે.

સઘન પરીક્ષણ, ટ્રેકિંગ, તાત્કાલિક હોસ્પિટલાઇઝેશન અને પ્રમાણભૂત સારવાર પ્રોટોકોલના ચુસ્ત અનુપાલનની કેન્દ્રની વ્યૂહનીતિ અંતર્ગત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવી રહેલા સહિયારા પ્રયાસોના લીધે આ પરિણામો પ્રાપ્ત થઇ શક્યા છે.

નવા નોંધાયેલા સાજા થયેલા કેસોમાંથી 76% કેસો 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું જાણવા મળ્યું છે.

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 17,000 કરતાં વધારે દર્દીઓ સાજા થઇ ગયા છે એક દિવસમાં સૌથી વધુ રિકવરીનું યોગદાન મહારાષ્ટ્રનું રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેસમાં કુલ 73,272 નવા પોઝિટીવ કેસો નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 79% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં હજુ પણ દેશમાં સૌથી વધુ સંખ્યામાં પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યા છે જ્યાં 12,000થી વધુ કેસ પોઝિટીવ આવ્યા છે. ત્યારબાદ 11,000 કરતાં વધારે કેસ સાથે કર્ણાટક બીજા ક્રમે આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 926 મૃત્યુના કેસ નોંધાયા છે. આમાંથી લગભગ 82% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુ પામ્યાં છે.

મહારાષ્ટ્રમાં ફરી એકવાર દેશમાં સૌથી વધુ એટલે કે કુલ મૃત્યુમાંથી 32% દર્દીઓએ (302 મૃત્યુ) જીવ ગુમાવ્યો છે.

 

SD/GP/BT



(Release ID: 1663360) Visitor Counter : 198