સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત 85% કરતાં વધારે સાજા થવાના દર સાથે નવા શિખરે પહોંચ્યું


સક્રિય દર્દીઓની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 48 લાખ કરતાં વધારે

18 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર્દીઓ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે નોંધાયો

Posted On: 07 OCT 2020 11:13AM by PIB Ahmedabad

ભારતે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર આજે વધીને 85% કરતાં વધારે નોંધાયો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં દર્દીઓ સાજા થવાની ખૂબ જ મોટી સંખ્યા એકધારી નોંધાઇ રહી હોવાથી આ મુકામ સુધી ભારત પહોંચી શક્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ફરી એકવાર નવા નોંધાયેલા કેસની સરખામણીએ નવા સાજા થયેલા કેસની સંખ્યા વધારે જોવા મળી છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 82,203 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે જ્યારે નવા પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસની સંખ્યા 72,049 નોંધાઇ છે. દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 57,44,693 થઇ છે. આના કારણે, સૌથી વધુ સંખ્યામાં સાજા થનારા દર્દીઓની સંખ્યા ધરાવતા દેશ તરીકે વૈશ્વિક સ્તરે ભારતની સ્થિતિને વધુ સમર્થન મળ્યું છે.

સાજા થનારા દર્દીઓની ઉંચી સંખ્યા એકધારી જળવાઇ રહી હોવાથી, સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેના અંતરમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. દેશમાં સક્રિય કેસ (9,07,883)ની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 48 લાખ (48,36,810) કરતા વધારે નોંધાઇ છે. સક્રિય કેસની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6.32 ગણી વધારે છે જે દેશમાં સતત રિકવરી વધી રહી હોવાનું સૂચિત કરે છે.

દેશમાં કુલ નોંધાયેલા કેસમાંથી સક્રિય કેસનું ભારણ વધુ ધટીને 13.44% સુધી પહોંચી ગયું છે અને તેમાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.

સાજા થવાના દરની રાષ્ટ્રીય સરેરાશની સરખામણી કરીએ તો, 18 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે નોંધાયો છે.

દેશમાં કુલ નવા સાજા થયેલા કેસમાંથી 75% દર્દીઓ દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં નોંધાયા છે.

એક દિવસમાં સૌથી વધુ લગભગ 17,000 દર્દીઓ સાજા થવા સાથે મહારાષ્ટ્ર અગ્રેસર રહ્યું છે જ્યારે આ યાદીમાં કર્ણાટક રાજ્ય 10,000 કરતા વધુ દર્દીઓ સાજા થવા સાથે બીજા ક્રમે આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં, દેશમાં નવા નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 72,049 છે.

નવા પુષ્ટિ થયેલા કુલ કેસોમાંથી 78% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

આ યાદીમાં પણ મહારાષ્ટ્ર સતત સૌથી મોખરે રહ્યું છે. નવા નોંધાયેલા કેસોમાંથી 12,000 કરતાં વધારે કેસ માત્ર મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ત્યારબાદ 10,000 કરતાં વધારે કેસ સાથે કર્ણાટકનો ક્રમ આવે છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 986 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે નોંધાયેલા કુલ મૃત્યુમાંથી 83% દર્દીઓ 10 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુ પામ્યા છે.

નવા મૃત્યુ પામેલા દર્દીઓમાંથી મહારાષ્ટ્રમાં 37% મૃત્યુ સાથે વધુ 370 દર્દીના મૃત્યુ થયા છે જ્યારે ત્યારબાદ કર્ણાટકમાં 91 દર્દીના મૃત્યુ થયા છે.

ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધીનો સમય તહેવારોનો તબક્કો છે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને ધાર્મિક સ્થળો, મેળા, રેલીઓ, પ્રદર્શનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિધિઓ વગેરેમાં લોકોનો મેળાવડો વધવાની સંભાવના છે. આ કાર્યક્રમો એક દિવસથી માંડીને એક સપ્તાહ અથવા તેથી વધુ સમય ચાલી શકે છે. આવી સ્થિતિમાં કોવિડ-19નું સંક્રમણ વધુ ફેલાતું રોકવા માટે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તહેવારોના સમય દરમિયાન કોવિડ-19નું સંક્રમણ રોકવા માટે સુરક્ષાત્મક પગલાં રૂપે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયાઓ બહાર પાડવામાં આવી છે.

અંગેજી માટે નીચે ક્લિક કરો:

https://www.mohfw.gov.in/pdf/StandardOperatingProceduresonpreventivemeasurestocontainspreadofCOVID19duringfestivities.pdf

ગુજરાતી માટે નીચે ક્લિક કરો:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1662178

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1662285) Visitor Counter : 205