સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

તહેવારો દરમિયાન કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટેના પ્રતિબંધાત્મક પગલાં અંગે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિઝર

Posted On: 06 OCT 2020 10:06PM by PIB Ahmedabad
  1. પૃષ્ઠભૂમિ

 

ઓકટોબરથી ડિસેમ્બરના માસ દરમિયાનનો સમય તહેવારોનો સમય છે. જેમાં લોકો મોટી સંખ્યામાં ચોકકસ સ્થળોએ ધાર્મિક પૂજા, મેળા, સરઘસો, પ્રદર્શનો, સાંસ્કૃતિક સમારંભો વગેરેમાં એકત્ર થતાં હોય છે. આવા સમારંભો એક દિવસથી માંડીને એક સપ્તાહ કે તેથી વધુ લાંબો સમય ચાલતા હોય છે. કોવિડ-19નો ચેપ ફેલાતો અટકાવવા માટે આવા સમારંભોમાં પ્રતિબંધાત્મક પગલાંનું પાલન કરવું આવશ્યક બની જાય છે.

 

  1. વ્યાપ

 

આ દસ્તાવેજમાં આ હેતુથી સ્થળ ઉપર કોવિડ-19નો પ્રસાર રોકવા માટે કેટલાંક ચોકકસ પગલાં ઉપરાંત વિવિધ સાવચેતીનાં પગલાંને અનુસરવાની રૂપરેખા આપવામાં આવી છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉપર દર્શાવેલી ઉજવણીમાંથી એકને પણ મંજૂરી આપી શકાશે નહીં.

 

65 વર્ષની વય કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ કે જેમને અન્ય બિમારીઓ (કો-મોર્બીડીટી) હોય, સગર્ભા મહિલાઓ અને 10થી નાની વયનાં બાળકોને ઘરે જ રહેવા માટેની સલાહ આપવામાં આવે છે. આ બાબત ઈવેન્ટ મેનેજર્સ અને સ્ટાફને પણ લાગુ પડે છે.

 

સક્ષમ ઓથોરિટી તેમના સત્તાક્ષેત્રમાં તેમના સ્થાનિક અંદાજ અને ગૃહ મંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, 2005 હેઠળ જે તે સમયે, એમએચએ હુકમો હેઠળ જારી કરેલી મંજૂરી અનુસાર મુજબ વધારાનાં પગલાં લાદી શકશે.

 

  1. વહિવટી જરૂરિયાતો

 

તહેવારો, સમારંભો, મેળાઓ, પ્રદર્શનો, સાંસ્કૃતિક સમારંભો, સરઘસો અને આ તહેવારો સાથે સંકળાયેલ નાટકો/ સંગીત સમારોહ એ મોટા સમારંભો છે (જેમાં લોકો મોટી સંખ્યામાં સામેલ થઈ શકે છે). આથી નીચે મુજબની વહિવટી જરૂરિયાતોના પાલન માટે સલાહ આપવામાં આવે છેઃ

 

  1. સ્થળની ચોકકસ હદ નક્કી કરો અને વિગતવાર સાઈટ પ્લાન તૈયાર કરો કે જેનાથી થર્મલ સ્ક્રીનીંગ અને ભૌતિક અંતર જાળવવામાં તથા સેનિટાઈઝેશનમાં સહાય થશે.

 

  1. જે સમારંભો ઘણાં દિવસો અથવા તો સપ્તાહો સુધી ચાલનારા હોય તેમાં સમગ્ર સમારંભ દરમિયાન ટોળાની ગીચતા એક સરખી જળવાતી નથી અને સામાન્ય રીતે અગાઉથી જાણ હોય તેવા પવિત્ર પ્રસંગોએ દિવસના ચોકકસ કલાકો દરમિયાન ગીચતા તીવ્ર બને છે. સમારંભનું આયોજન કરતી વખતે જ આ ચોકકસ પરિબળ ઉપર ધ્યાન રાખવાનું રહેશે કે જેથી ટોળાને નિયંત્રિત કરી શકાય અને ભૌતિક અંતર જાળવી શકાય તેમજ અવારનવાર સેનિટાઈઝેશન કરી શકાય.

 

  1. મેળાવડાઓ અને સરઘસોના કિસ્સામાં આ કાર્યક્રમોમાં સામેલ થનારા લોકોની સંખ્યા નિર્ધારિત મર્યાદા કરતાં વધવી જોઈએ નહીં અને યોગ્ય ભૌતિક અંતર જળવાય તથા માસ્ક પહેરેલું હોય તેની ખાત્રી રાખવાની રહેશે. આવા સમારંભોમાં સરઘસોની સંખ્યા અને અંતર જળવાઈ રહે તે રીતે મર્યાદિત રાખવાનું રહેશે.

 

  1. જો મેળાવડા કે સરઘસમાં લાંબુ અંતર આવરી લેવાનું હોય તો તેમાં એમ્બ્યુલન્સ સર્વિસીસની વ્યવસ્થા કરવી જરૂરી બનશે.

 

  1. પ્રદર્શન, મેળા, પૂજા પંડાલો, રામલીલા પંડાલો, સંગીત સમારંભો કે નાટક જેવા જે સમારંભો ઘણા દિવસ કે ઘણા સપ્તાહ સુધી ચાલવાના હોય તેમાં સંખ્યા મર્યાદિત રહે તે રીતે મર્યાદા નક્કી કરવાની રહેશે. ચોકકસ સમયના અંતરે આયોજન કરીને તથા પ્રવેશ મર્યાદિત કરવાની બાબત ધ્યાન ઉપર લઈ શકાય.

 

  1. થર્મલ તપાસ, સામાજીક અંતર જળવાય તથા માસ્કસ પહેરેલાં હોય તેની ચકાસણી માટે યોગ્ય સ્થળોએ સ્વયંસેવકોને ઉભા રાખવાના રહેશે.

 

  1. થિયેટર અને સિનેમાના કલાકારો માટે જે માર્ગરેખાઓ જાહેર કરવામાં આવી છે તે રંગમંચના કલાકારોને પણ લાગુ પડશે.

 

 

  1. સેનેટાઈઝર્સ અને થર્મલ ગનનો પૂરતો પૂરવઠો જળવાય તથા ભૌતિક અંતર જળવાઈ રહે તે માટે ફલોર ઉપર માર્કીંગ કરવામાં આવે તેની ખાત્રી રાખવાની રહેશે.

 

  1. સમારંભના દરેક સ્થળે શંકાસ્પદ કેસના આઈસોલેશન માટે અગાઉથી જગા/સાઈટ નક્કી કરવાની રહેશે.

 

  1. દરેક સ્થળે ભૌતિક અંતરની જાળવણી, ધોરણો અને માસ્ક પહેરવાના નિયમનું પાલન થઈ શકે તે માટે ક્લોઝ સર્કીટ કેમેરા વગેરેની વ્યવસ્થા કરવાની બાબત ધ્યાન પર લેવાની રહેશે.

 

  1. સરઘસ અને ધાર્મિક રેલીઓમાં રૂટનું આયોજન, ઘર્ષણ થઈ શકે તેવા સ્થળોની ઓળખ, સંખ્યા મર્યાદિત કરવાની તથા ભૌતિક અંતર જાળવવા માટેનું આયોજન અને પગલા અગાઉથી નિશ્ચિત કરવાના રહેશે અને તેના પાલન માટેની રૂપરેખા નક્કી કરવાની રહેશે.

 

  1. પ્રતિબંધાત્મક સામાન્ય પગલાં

 

સામાન્ય પ્રતિબંધાત્મક પગલાં કે જેમાં જાહેર આરોગ્યના સરળ પગલાંનો સમાવેશ થાય છે. તેનું પાલન કોવિડ-19નું જોખમ ઘટાડવા માટે કરવાનું રહેશે. ઈવેન્ટ મેનેજર, સંસ્થાનો સ્ટાફ અને ઉત્સવની મુલાકાત લેતી જાહેર જનતા સહિત તમામે આ પગલાંનું પાલન કરવાનું રહેશે. આ પગલાં નીચે મુજબ છેઃ

 

  1. વ્યક્તિઓએ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછુ 6 ફૂટનું અંતર જાળવવાનું રહેશે.

 

  1. ફેસ કવર/ માસ્કનો ઉપયોગ ફરજીયાત રહેશે.

 

  1. દેખીતી રીતે હાથ ગંદા જણાતા ના હોય તો પણ સાબુથી વારંવાર (ઓછામાં ઓછા 40 થી 60 સેકન્ડ સુધી) હાથ ધોવાના રહેશે. આલ્કોહોલ આધારિત હેન્ડ સેનીટાઈઝર્સ (ઓછામાં ઓછી 20 સેકન્ડ માટે) જ્યાં પણ શક્ય હોય ત્યાં ઉપલબ્ધ કરવાના રહેશે.

 

  1. શ્વાસોશ્વાસ બાબતે શિષ્ટાચારનું કડક પાલન કરવાનું રહેશે. આમાં ખાંસી/ છીંક આવે ત્યારે ટિસ્યુ/ હાથ રૂમાલ, કોણી આડી ધરીને પોતાનું મોં અને નાક ઢાંકવાની કડક પ્રણાલિ અને વપરાયેલા ટિસ્યુનો યોગ્ય નિકાલ કરવાનો રહેશે.

 

  1. દરેક વ્યક્તિએ પોતાના આરોગ્ય અંગે જાતે ચકાસણી કરવાની રહેશે અને બિમારી જણાય તો વહેલામાં વહેલી તકે રાજ્ય અને જીલ્લાની હેલ્પ લાઈનને જાણ કરવાની રહેશે.

 

  1. થૂંકવા ઉપર કડક પ્રતિબંધ રહેશે.

 

  1. તમામ લોકોને આરોગ્ય સેતુ એપ્પ ડાઉનલોડ કરવાની અને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

 

  1. ઉજવણીના તમામ સમારંભોમાં નીચેની બાબતો અંગે ખાત્રી રાખવાની રહેશેઃ

 

(અ)  સમારંભનું આયોજન

      

  1. આ પ્રકારની પ્રવૃત્તિઓ (ધાર્મિક સ્થળો, સરઘસો, રેલીઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, મેળા વગેરે) હાથ ધરવાનું આગોતરી તૈયારી કરીને સમારંભના આયોજકો, બિઝનેસના માલિકો, માર્કેટ એસોસિએશનો સહિત તમામ સહયોગીઓએ ઘણું વહેલું આયોજન કરવાનું રહેશે.

 

  1. તહેવારોની ઉજવણી માટે કન્ટેનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોને જ મંજૂરી આપવામાં આવશે. કન્ટેનમેન્ટ ઝોનમાંથી આયોજકો/ સ્ટાફ / મુલાકાતીઓ વગેરેને મંજૂરી મળશે નહીં. કન્ટેમેન્ટ ઝોનની અંદર વસવાટ કરતા લોકોને તહેવારો પોતાના ઘરમાં જ ઉજવવાના રહેશે અને બહાર નહીં જવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

 

  1. સામાજિક અંતરના ધોરણોને ધ્યાનમાં રાખીને સમારંભના સ્થળોએ પૂરતી ફ્લોર સ્પેસ હોય અને જ્યાં લોકો મુલાકાત લેવાના હોય તેવા તમામ સ્થળોએ યોગ્ય માર્કીંગ કરવાનું રહેશે.

 

  1. તમામ સમયે સામાજિક અંતરના ધોરણો અને અન્ય પ્રતિબંધાત્મક પગલાંનું પાલન થઈ શકે તે માટે આયોજકોએ પૂરતું માનવબળ ગોઠવવાનું રહેશં/ યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે.

 

  1. ફેસ કવર/ માસ્ક, અને જે સપાટીઓને વારંવાર સ્પર્શ કરવામાં આવતો હોય તે સ્થળોને વારંવાર સેનેટાઈઝ કરવાના રહેશે. સમારંભના આયોજક/ બિઝનેસના માલિકે પોતાના સ્ટાફ માટે જરૂરિયાત મુજબ હેન્ડ સેનેટાઈઝર્સ, સાબુ, સોડિયમ હાઈડ્રોક્લોરાઈડ સોલ્યુશન વગેરે ઉપલબ્ધ કરવાના રહેશે.

 

  1. સામાજિક અંતરના ધોરણોનું પાલન થઈ શકે તે માટે પૂરતી સંખ્યામાં ટિકીટ કાઉન્ટર્સનું આયોજન કરવાનું રહેશે.

 

  1. સમારંભના આયોજકો/ બિઝનેસના માલિકોએ સ્પર્શ વગર ચૂકવણી થાય તે માટે યોગ્ય જોગવાઈઓ કરવાની રહેશે.

 

  1. આટલું કરવું જ જોઈએ અને આટલું નહીં, તે દર્શાવતી સરળ માર્ગરેખાઓ સમારંભમાં દરેક સ્થળે સર્ક્યુલેટ કરવાની રહેશે/ દર્શાવવાની રહેશે.

 

  1. સમારંભના સ્થળોએ સ્પષ્ટ દેખાય તે રીતે કોવિડ-19 માટેના પ્રતિબંધાત્મક પગલાં દર્શાવતા પોસ્ટરો થાંભલા/ ઓડિયો વિઝ્યુઅલ મિડીયા પર દર્શાવવાના રહેશે.

 

  1. કોવિડ-19ના સંદર્ભમાં તમામ ઈવેન્ટ મેનેજરોએ તેમના સ્ટોલ માલિકો/ સ્ટાફને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સ્ટાન્ડર્ડ સંચાલન પ્રણાલિઓ અંગે માહિતી આપવાની રહેશે.

 

  1. સમારંભના અગાઉથી નક્કી કરેલા ચોક્કસ સ્થળોએ આઈસોલેશન રૂમ, સમારંભ/ શો, સરઘસ દરમિયાન જો કોઈ વ્યક્તિમાં લક્ષણો જણાય તો તબીબી સહાય ઉપલબ્ધ થાય ત્યાં સુધી આવી વ્યક્તિઓને આઈસોલેટ કરવા માટેની જગા નક્કી કરવાની રહેશે.

 

બી.  સમારંભના સ્થળે પ્રવેશ અને બહાર જવાની વ્યવસ્થાઃ

 

  1. વિવિધ સ્થળોએથી અને અલગ-અલગ જગ્યાએથી પ્રવેશ અને બહાર જવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેનો આગ્રહ રાખવામાં આવશે. સમારંભનું સ્થળ, તેનું માળખું અને જગાએ પૂરતા પ્રમાણમાં કુદરતી રીતે હવાની આવન- જાવન (ક્રોસ વેન્ટીલેશન) થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવાની રહેશે.

 

  1. પ્રવેશના સ્થળોએ ફરજીયાત હાથની સ્વચ્છતા અને થર્મલ સ્ક્રીનીંગની જોગવાઈઓ કરવાની રહેશે.

 

  1. કોઈપણ લક્ષણથી મુક્ત હોય તેવા સ્ટાફ અને મુલાકાતીઓને સમારંભના સ્થળની અંદર દાખલ થવા દેવામાં આવશે.

 

  1. થર્મલ સ્ક્રીનીંગ દરમિયાન જો કોઈ વ્યક્તિમાં લક્ષણો જોવા મળશે તો તેને નમ્રતાપૂર્વક પ્રવેશ આપવાનો ઈન્કાર કરવાનો રહેશે અને તાત્કાલિક તબીબી સંભાળ લેવાની સલાહ આપવામાં આવશે.

 

  1. તમામ સ્ટાફ અને મુલાકાતીઓએ ફેસ કવર/ માસ્કનો ઉપયોગ કરાયો હોય તો જ તેમને પ્રવેશ આપવામાં આવશે. જાહેર સ્થળોએ હાજરીના તમામ સમય દરમિયાન ફેસ કવર / માસ્ક પહેરેલું રાખવાનું રહેશે.

 

  1. સમારંભના સ્થળે પ્રવેશ માટે કતાર લગાવવામાં આવે ત્યારે ઓછામાં ઓછુ 6 ફૂટનું ભૌતિક અંતર જાળવવાનું રહેશે. આ માટે ચોક્કસ સ્થળોએ માર્કિંગ કરવાનું રહેશે.

 

  1. પાર્કિંગના સ્થળો, પ્રતિક્ષા વિસ્તારો, સ્ટોલ્સ, ખાણી-પીણીનાં સ્ટોલ્સ વગેરે જગાઓએ સમારંભ સ્થળની અંદર અને બહાર ટોળાનું યોગ્ય વ્યવસ્થાપન થઈ શકે તે માટે યોગ્ય રીતે સામાજિક અંતરના ધોરણો જળવાય તેની ખાત્રી રાખવાની રહેશે.

 

  1. ધાર્મિક સ્થળોએ પ્રવેશ માટે પોતાના બૂટ/ પગરખાં શક્ય હોય ત્યાં સુધી પોતાના વાહનની અંદર મૂકવાના રહેશે. જો જરૂરિયાત જણાય તો દરેક વ્યક્તિ/ પરિવાર માટે અલાયદા સ્લોટની ગોઠવણ વ્યક્તિઓએ જાતે કરવાની રહેશે.

 

સી.   સમારંભના સ્થળે હરવા- ફરવા અંગેઃ

 

  1. સમારંભના સ્થળે મુલાકાતીઓની સંખ્યા અંગેનું નિયંત્રણ ગૃહ મંત્રાલયે જે તે સમયે બહાર પાડેલા હુકમ મુજબ જ કરવાનું રહેશે.

 

  1. પંડાલ, ફૂડ કોર્ટ, વિવિધ શો વગેરેમાં બેઠક વ્યવસ્થા પૂરતું ભૌતિક અંતર જળવાય તે રીતે કરવાની રહેશે. સંકુલની અંદર કે બહાર આવેલી કોઈપણ દુકાન, સ્ટોલ્સ, કાફ્ટેરિયા વગેરેએ પણ તમામ સમય માટે સામાજિક અંતરનું પાલન કરવાનું રહેશ.

 

  1. જરૂર જણાય તો પીવા માટેના સલામત પાણીની વ્યવસ્થા કરવાની રહેશે. (ડિસ્પોઝેબલ કપ/ ગ્લાસના ઉપયોગ થાય તે માટેનો આગ્રહ રાખવાનો રહેશે.)

 

  1. એરકન્ડીશનીંગ/ વેન્ટીલેશન માટે સીપીડબલ્યુડીની માર્ગરેખાઓનું પાલન કરવાનું રહેશે. આ માર્ગરેખાઓમાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે કે (1) તમામ એરકન્ડીશનીંગના સાધનોમાં ઉષ્ણતામાન 24 થી 30 સેન્ટીગ્રેડની રેન્જમાં રાખવાનું રહેશે. (2) ભેજનું પ્રમાણ 40 થી 60 ટકાની રેન્જમાં રહે તેની ખાત્રી રાખવાની રહેશે. (3) શક્ય હોય ત્યાં સુધી હવાનું રિસર્ક્યુલેશન ટાળવાનું રહેશે. (4) શક્ય તેટલી વધુ તાજી હવા મળી રહે અને હવાની પૂરતી અવર-જવર (ક્રોસ વેન્ટીલેશન) થાય તેની ખાત્રી રાખવાની રહેશે.

 

  1. ધાર્મિક સ્થળોએ પ્રતિમાઓ/ મૂર્તિઓ, ધાર્મિક પુસ્તકો વગેરેને સ્પર્શ કરવાની મનાઈ રહેશે.

 

  1. ચેપ લાગવાની વ્યાપક શક્યતાને ધ્યાનમાં લઈને શક્ય હોય ત્યાં સુધી રેકોર્ડ કરેલું ભક્તિ સંગીત/ ભજનો વગાડવાના રહેશે અને ગાયકોના જૂથ/ સમૂહને છૂટ મળશે નહીં.

 

  1. સમારંભના સ્થળોએ સામુદાયિક રસોડાં/ લંગર/- “અન્નદાન” વગેરેમાં ભોજન તૈયાર કરવા અને વહેંચવામાં ભૌતિક અંતરનું પાલન થાય તે માટેની ખાત્રી રાખવાની રહેશે.

 

  1. સામુદાયિક રસોડાંના મેનેજરો અને ખોરાક વેચાણ કેન્દ્રના માલિકોએ તમામ સમય માટે અને ખાસ કરીને આહાર તૈયાર કરતી વખતે, પિરસતી વખતે/ ભોજન લેતી વખતે અને સામગ્રીના નિકાલ પછી વ્યક્તિગત અને પર્યાવરણલક્ષી સ્વચ્છતાનું સર્વોચ્ચ પાલન કરવાનું રહેશે.

 

ડી.  સેનીટેશન અને સ્વચ્છતા

 

  1. સંકુલની અંદર વારંવાર, ખાસ કરીને પીવાના પાણીના સ્થળો/હાથ ધોવાનાં સ્થળો/ વિસ્તારો તથા પાયખાના વગેરે સહિત, જ્યાં  વારંવાર સ્પર્શ કરવામાં આવતો હોય તેવી સપાટીઓ/સ્થળોએ અસરકારક સેનેટાઈઝેશનની જાળવણી કરવાની રહેશે.

 

  1. જ્યાં વારંવાર સ્પર્શ કરવામાં આવતો હોય તેવી જગાઓ (બારણાના નોબ. લીફટનાં બટન, પકડીને ચાલવાની હેન્ડ રેઈલ, કતાર માટે ઉભા કરાયેલા બેરીકેડ, બેઠકો, પાટલીઓ, વૉશરૂમનાં ફિક્ષચર વગેરે) જાહેર વપરાશના સ્થળોએ (1 ટકા સોડિયમ હાઈપોક્લોરાઈટ) નો ઉપયોગ કરીને નિયમિત સફાઈ અને ચેપમુક્તી કરવાની રહેશે.

 

  1. સ્ટાફ અને મુલાકાતીઓને વપરાયેલાં ફેસ કવર / માસ્કસનો સંકુલમાં ઉપલબ્ધ ઠાંકણ ધરાવતા પીપમાં જે કોઈ કચરો ઉત્પન થાય તેનો જોખમી કચરાના નિકાલનાં ધોરણોની માર્ગરેખાનુ પાલન કરીને નિકાલ કરવાની સલાહ આપવામાં આવે છે.

 

(ઈ) સમારંભના સંચાલન દરમિયાન જો કોઈ શંકાસ્પદ કે વ્યક્તિમાં લક્ષણો વિકસતાં જણાય તો પાલન કરવાની સ્ટાન્ડર્ડ સંચાલન પ્રક્રિયાઓ

 

  1. આવી બિમાર વ્યક્તિને એવા રૂમ કે વિસ્તારમાં રાખો કે જ્યાં તેમને આઈસોલેશનમાં રાખી શકાય.

 

  1. ડોક્ટર મારફતે તપાસ કરવામાં આવે ત્યાં સુધી આવી બિમાર વ્યક્તિને માસ્ક/ ફેસ કવર પહેરીને આઈસોલેશનમાં રાખવાની રહેશે.

 

  1. જો લક્ષણો વણસતાં જણાય તો નજીકની તબીબી સુવિધા (હોસ્પિટલ/ ક્લિનીક) ને જાણ કરવી અથવા રાજ્ય/ જીલ્લાની હેલ્પ લાઈનનો સંપર્ક કરવો.

 

  1. નિર્ધારિત પબ્લિક હેલ્થ ઓથોરિટી (જીલ્લા આરઆરટી/ સારવાર કરતા ફિઝીશ્યન) મારફતે જોખમનો અંદાજ નક્કી કરીને તે મુજબ કેસની સારવાર માટેની વ્યવસ્થા શરૂ કરવાની રહેશે અને તેમના સંપર્કોને ચેપમુક્ત કરવાનું જરૂરી બનશે.

 

  1. જો વ્યક્તિ પોઝીટીવ જણાય તો સંકુલને ચેપ મુક્ત કરવાની કામગીરી હાથ ધરવાની રહેશે.

(Release ID: 1662178) Visitor Counter : 247