સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે એક મહત્વનું સીમાચિન્હ પાર કર્યું


સક્રિય કેસ સતત બે અઠવાડિયાથી 10 લાખથી ઓછા છે

Posted On: 05 OCT 2020 11:10AM by PIB Ahmedabad

ભારતે એક સીમાચિહ્નરૂપ લક્ષ્ય પાર કર્યું છે. છેલ્લા 14 દિવસથી સક્રિય કેસની સંખ્યા 10 લાખથી નીચે જળવાઈ રહી છે

આજે સળંગ બે અઠવાડિયાથી સક્રિય કેસની સંખ્યા 1 મિલિયન (10 લાખ) કરતા ઓછી છે.

સરકારના પૂર્ણતાના અભિગમના ભાગ રૂપે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા "ટેસ્ટ ટ્રેક ટ્રેસ ટ્રીટ ટેકનોલોજી"ની કેન્દ્રની આગેવાની હેઠળની વ્યૂહરચનાઓનું પાલન કરવામાં આવ્યું છે. આક્રમક અને સુલભ દેશવ્યાપી પરીક્ષણ દ્વારા કેસની પ્રારંભિક ઓળખ જેવા અન્ય પગલાઓ સાથે તાત્કાલિક અને કાર્યક્ષમ ટ્રેકિંગ અને સંપર્કોને શોધી કાઢવાના પરિણામો મળે છે. કેન્દ્રએ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ જારી કર્યો છે જે જાહેર અને ખાનગી વિવિધ હોસ્પિટલો અને આરોગ્ય સુવિધાઓમાં સારવાર અને ઉપાયના માનક ધોરણની ખાતરી આપી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 76,737 દર્દીઓ સાજા થયા છે જ્યારે નવા પુષ્ટિ થયેલ કેસ 74,442 છે. નવી સાજા થયેલા દરદીઓની સંખ્યા તાજેતરના દિવસોમાં નવા કેસની પાર થઇ ગઈ છે.

ભારતની આજે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 55,86,703 થઇ ગઈ છે.

એક દિવસની સાજા થયેલા કેસની વધુ સંખ્યાના પરિણામે રાષ્ટ્રીય સાજા થવાના દરમાં સતત વધારો થયો છે, જે હાલમાં 84.34% છે.

નવા સાજા થયેલા કેસના 75%  કેસ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલા છે. નવા સાજા થયેલા કેસમાં એકલા મહારાષ્ટ્રનું 15,000થી વધુનું યોગદાન છે, ત્યારબાદ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 7,000 થી વધુ કેસ છે.

ભારતમાં સક્રિય કેસ 9,34,427 છે. આજની તારીખે, સક્રિય કેસ દેશના પોઝિટીવ કેસ ભારણમાં માત્ર 14.11% ફાળો આપે છે. આ ક્રમિક નીચેના વલણને અનુસરી રહ્યું છે.

સક્રિય કેસના 77% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 74,442 નવા પુષ્ટિ થયેલા કેસ નોંધાયા છે.

નવા પુષ્ટિ થયેલા કેસના 78% કેસ દસ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે. એવા એહવાલ પ્રાપ્ત થાય છે કે નવા કેસમાંથી મહારાષ્ટ્રમાં 12,000 થી વધુ કેસ નોંધાયા છે. કર્ણાટકે 10,000 થી વધુ યોગદાન આપ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 903 લોકોના મૃત્યુ નોંધાયા છે. કુલ મૃત્યુઆંકના 82% મૃત્યુ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

ગઈકાલે નોંધાયેલા મૃત્યુઆંકના 36% મૃત્યુ એટલે કે મહારાષ્ટ્રમાંથી 326 અને ત્યારબાદ કર્ણાટકમાં 67 લોકોના મૃત્યુ થયાં છે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 




(Release ID: 1661713) Visitor Counter : 246