ગૃહ મંત્રાલય
કુવૈતના અમીર મહામહિમ શેખ સબા અલ-અહમદ અલ-જબર અલ-સબાનું અવસાન થવાથી તેમના માનમાં આવતીકાલે એક દિવસીય રાજકીય શોક મનાવવામાં આવશે
प्रविष्टि तिथि:
03 OCT 2020 12:43PM by PIB Ahmedabad
કુવૈતના અમીર મહામહિમ શેખ સબા અલ-અહમદ અલ-જબર અલ-સબાનું 29 સપ્ટેમ્બર, 2020ના રોજ અવસાન થયું હતું. ભારત સરકારે સ્વર્ગસ્થ મહાનુભાવના માનમાં સમગ્ર દેશમાં આવતીકાલે એક દિવસનો રાજકીય શોક મનાવવાનો નિર્ણય કર્યો છે.
રાષ્ટ્રીય ધ્વજ ભારતની તમામ ઇમારતો પર જ્યાં તે નિયમિતપણે લહેરાવવામાં આવે છે એ બધે જ અડધી કાઠીએ લહેરાવવામાં આવશે અને આવતીકાલે કોઈ જ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1661273)
आगंतुक पटल : 254
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Malayalam