સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનો સાજા થવાનો દર 83%થી વધુ


સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસની સંખ્યા 41.5 લાખથી વધુ થઇ ગઈ

Posted On: 29 SEP 2020 12:19PM by PIB Ahmedabad

ભારત સતત સાજા થયેલા કેસની વધુ સંખ્યા નોંધાવી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન સાજા થયેલા કેસ ફરીથી નવા પુષ્ટિ થયેલા કેસ કરતા વધુ થઇ ગયા છે. આ સાથે, ભારતનો સાજા થવાનો દર આજે 83% થી વધુ થઇ ગયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 84,877 દર્દીઓ સ્વસ્થ થયા છે જ્યારે નવા પુષ્ટિ થયેલા કેસની સંખ્યા 70,589 છે. સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 51,01,397 થઇ ગઈ છે.

નવા સાજા થયેલા કેસના 73%  કેસ મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી, કેરળ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશ આ દસ રાજ્યોમાં નોંધાયેલા છે.

સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં 20,000થી વધુ સાજા થયેલા કેસ સાથે મહારાષ્ટ્ર મોખરે છે. ત્યારબાદ કર્ણાટક અને આંધ્રપ્રદેશ બંને એક જ દિવસની રિકવરીની સંખ્યામાં 7,000 થી વધુ યોગદાન આપે છે.

સ્થિર ઉચ્ચ સ્તરની સાજા થયેલા કેસની સંખ્યાના કારણે સક્રિય અને સાજા થયેલા કેસ વચ્ચેનું અંતર વધુ બહોળું થયું છે. સાજા થયેલા કેસ સક્રિય કેસ (9,47,576) કરતા 41.5 લાખ (41,53,831) થી વધારે છે. સક્રિય કેસ કરતા સાજા થયેલા કેસ 5.38 ગણા છે જે સુનિશ્ચિત કરે છે કે સાજા થયેલા કેસની સંખ્યા સતત વધી રહી છે.

દેશમાં હાલમાં સક્રિય કેસનું ભારણ પોઝિટીવ કેસના માત્ર 15.42% છે અને તે સતત ઘટી રહ્યું છે.

નીચેના બે ગ્રાફ 23 અને 29 સપ્ટેમ્બરની વચ્ચે ટોચનાં દસ રાજ્યોમાં સક્રિય કેસના બદલાતા દૃશ્યને દર્શાવે છે.

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 70,589 નવા કેસ નોંધાયા છે.

નવા પુષ્ટિ થયેલા કેસમાંથી 73% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.

મહારાષ્ટ્ર આ યાદીમાં મોખરે છે. તેણે 11,000 થી વધુનું યોગદાન આપ્યું છે, ત્યારબાદ કર્ણાટકમાં 6000થી વધુ કેસ છે.  

છેલ્લા 24 કલાકમાં 776 લોકોનાં મૃત્યુ થયાં છે.

કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં થયેલાં મૃત્યુઓમાં 78% મૃત્યુ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે.

નવા મૃત્યુઆંકમાં મહારાષ્ટ્રમાં 180 લોકોના મૃત્યુ સાથે 23%થી વધુ મૃત્યુ થયા છે, ત્યારબાદ તામિલનાડુમાં 70 લોકો મૃત્યુ પામ્યા છે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1659989) Visitor Counter : 183