સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ -19 અંગે અપડેટ્સ


નવા પુષ્ટિ થયેલા કેસના 75% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્દ્રિત

Posted On: 24 SEP 2020 1:05PM by PIB Ahmedabad

સતત છઠ્ઠા દિવસે, નવા સાજા થયેલા કેસની સામે નવા પુષ્ટિ થયેલા કેસની સંખ્યા ઓછી રહી છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 86,508 નવા કેસ નોંધાયા છે. નવા પુષ્ટિ થયેલ કેસમાંથી 75% કેસ 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રિત છે.

મહારાષ્ટ્ર આ યાદીમાં 21,000થી વધુ યોગદાન સાથે મોખરે છે. ત્યારબાદ અનુક્રમે 7,000 અને 6,000 થી વધુ કેસ સાથે આંધ્રપ્રદેશ અને કર્ણાટક છે.

છેલ્લા 24 કલાકમાં 1,129 લોકોના મૃત્યુ નોંધાયા છે.

કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં થયેલા મૃત્યુમાંથી 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 83% જેટલા લોકો મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં 479 લોકોના તથા ઉત્તર પ્રદેશ અને પંજાબમાં અનુક્રમે 87 અને 64 લોકોનાં મૃત્યુ નોંધાયા છે.

ભારતે સમગ્ર દેશમાં પરીક્ષણ માળખું નોંધપાત્ર રીતે મજબૂત કર્યું છે. આજની તારીખે દેશમાં 1082 સરકારી અને 728 ખાનગી લેબ્સ સહિત 1810 લેબ્સ કાર્યરત છે.

છેલ્લા 24 કલાકમાં 11,56,569 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આજે કુલ પરીક્ષણોની સંખ્યા 6.74 કરોડને પાર થઇ ગઈ છે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો:          

 



(Release ID: 1658666) Visitor Counter : 168