પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી સુરેશ અંગદીનું અવસાન થતાં શોક વ્યક્ત કર્યો

Posted On: 23 SEP 2020 9:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રેલવે રાજ્યમંત્રી શ્રી સુરેશ અંગદીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી સુરેશ અંગદી એક અપવાદરૂપ કાર્યકર્તા હતા, જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે સખત પરિશ્રમ કર્યો હતો. તેઓ સમર્પિત સાંસદ અને અસરકારક મંત્રી હતા, તેમની પ્રશંસા તમામ વર્ગના લોકો દ્વારા કરવામાં આવતી હતી. તેમના અવસાનથી દુઃખ થયું છે. મારી સંવેદના આ દુ:ખદ ક્ષણમાં તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ."

 

SD/GP/BT


(Release ID: 1658429) Visitor Counter : 162