આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે માર્કેટિંગ સિઝન 2021-22ના રવી પાકો માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) મંજૂર કર્યા

Posted On: 21 SEP 2020 7:05PM by PIB Ahmedabad

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિ (CCEA)એ રવી માર્કેટિંગ સિઝન (RMS) 2021-22ના તમામ અધિસૂચિત રવી પાકો માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. લઘુતમ ટેકાના ભાવમાં આ વધારો સ્વામીનાથન પંચની ભલામણોને અનુરૂપ છે.

 

પોષણ આવશ્યકતાઓ અને બદલાતી આહાર શૈલીને ધ્યાનમાં રાખીને દાળ (કઠોળ) અને તેલીબિયાંના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારે આ પાકો માટે તુલનાત્મકરૂપે ઉચ્ચતર MSP નિર્ધારિત કર્યા છે.

 

લઘુતમ ટેકાના ભાવમાં ઉચ્ચતમ વધારાની જાહેરાત મસૂર માટે (રૂ. 300/ ક્વિન્ટલ) સાથે ચણા તથા રેપસીડ અને એરંડા (પ્રત્યેક માટે રૂ. 225/ ક્વિન્ટલ) તેમજ કુસુમ (રૂ. 112/ ક્વિન્ટલ) માટે કરવામાં આવી છે. જવ અને ઘઉં માટે ક્રમશ: રૂ. 75/ ક્વિન્ટલ અને રૂ. 50/ ક્વિન્ટલની વૃદ્ધિની જાહેરાત કરવામાં આવી છે. અંતર ભાવ રાખવાનો ઉદ્દેશ પાકના વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો છે.

 

 

માર્કેટિંગ સિઝન 2021-22ના રવી પાકો માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)

 

પાક

RMS 2020-21 માટે MSP (રૂપિયા/ ક્વિન્ટલ)

RMS 2021-22 માટે MSP (રૂપિયા/ ક્વિન્ટલ)

ઉત્પાદન ખર્ચ* 2021-22 (રૂપિયા/ ક્વિન્ટલ)

MSPમાં વધારો (રૂપિયા/ ક્વિન્ટલ)

ખર્ચની ઉપર નફો (ટકામાં)

ઘઉં

1925

1975

960

50

106

જવ

1525

1600

971

75

65

ચણા

4875

5100

2866

225

78

લેન્ટીલ (મસૂર)

4800

5100

2864

300

78

રેપસીડ અને એરંડા

4425

4650

2415

225

93

કુસુમ

5215

5327

3551

112

50

* આમાં તમામ ચુકવણી કરવામાં આવેલો ખર્ચ સામેલ છે જેમકે, દાડિયા શ્રમિકોનું વેતન, બળદ શ્રમ/મશીન શ્રમ, ભાગમાં વાવેતર માટે રાખેલી જમીન માટેનું ભાડું, બિયારણ, ખાતર, સિંચાઇ ખર્ચ જેવા ભૌતિક ઇનપુટ્સ પર ખર્ચ, ઉપકરણો અને ફાર્મ ભવનોનો કિંમત ઘસારો, કાર્યકારી મૂડી પર વ્યાજ, પંપ સેટ વગેરે ચલાવવા માટે ડીઝલ/વીજળી, વિવિધ ખર્ચ અને પારિવારિક શ્રમનું મૂલ્ય.

 

2021-22 માર્કેટિંગ સિઝનના રવી પાકોના MSPમાં વધારો કેન્દ્રીય બજેટ 2018-19ના MSPને અખિલ ભારતીય વેઇટેડ સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણાના સ્તરે નિર્ધારિત કરવાની અધિસૂચનાના આધારે કરવામાં આવ્યો છે. ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ પર નફો ઘઉં માટે ઉચ્ચતમ (106 ટકા)ની સાથે સાથે રેપસીડ અને એરંડા માટે (93 ટકા), ચણા અને લેન્ટિલ માટે (78 ટકા) અપેક્ષિત છે. જવ માટે, ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ પર નફો 65 ટકા અને કેસર માટે 50 ટકા રહેવાનું આકલન કરવામાં આવ્યું છે.

 

સમર્થન MSP અને ખરીદીના રૂપમાં છે. ધાન્યના કિસ્સામાં, ભારતીય ખાદ્ય નિગમ (FCI) તેમજ અન્ય નામાંકિત રાજ્ય એજન્સીઓ ખેડૂતોને ટેકાનો ભાવ આપવાનું ચાલુ રાખશે. સરકારે દાળ (કઠોળ)નો બફર સ્ટોક તૈયાર કર્યો છે અને ભાવ સ્થિરીકરણ ભંડોળ (PSF) અંતર્ગત દાળ (કઠોળ)ની સ્થાનિક સ્તરે ખરીદી પણ કરવામાં આવી રહી છે.

 

સમગ્ર યોજના “પ્રધાનમંત્રી અન્નદાતા આવક સંરક્ષણ અભિયાન” (પીએમ-આશા)માં, ભાવ સમર્થન યોજના (PSS), ભાવાંતર ચુકવણી યોજના (PDPS) અને પ્રાયોગિક ખાનગી ખરીદી અને સંગ્રહ યોજના (PPSS) સામેલ છે, જે દાળ અને તેલીબિયાંની ખરીદીમાં સહાયતા કરશે.

 

વૈશ્વિક કોવિડ-19 મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન છતાં પણ સરકાર દ્વારા સમયસર કરવામાં આવેલા હસ્તક્ષેપના પરિણામે RMS 2020-21 માટે લગભગ 39 મિલિયન ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે જે અત્યાર સુધીમાં વિક્રમી સર્વાધિક ખરીદી છે. ખરીદીની પ્રક્રિયાના સમય દરમિયાન લગભગ 43 લાખ ખેડૂતોને[1] ફાયદો થયો છે જે RMS 2019-20ની સરખામણીએ 22 ટકા વધારે છે. 2019-20માં ઘઉંની 390 લાખ ટનની ખરીદીનું અનુમાન છે જ્યારે 2014-15માં 280 લાખ ટનની ખરીદી કરવામાં આવી હતી. 2019-20માં દાળની 15 લાખ મેટ્રિક ટનની ખરીદીનું અનુમાન છે જ્યારે 2014-15માં 3 લાખ મેટ્રિક ટન કરવામાં આવી હતી. 2019-20માં તેલીબિયાંની 18 લાખ મેટ્રિક ટનની ખરીદીનું અનુમાન છે જ્યારે 2014-15માં તેલીબિયાંની ખરીદી 12 હજાર મેટ્રિક ટન કરવામાં આવી હતી.

 

પ્રવર્તમાન આરોગ્ય મહામારીના સમયમાં, ખેડૂતોને સંખ્યાબંધ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે જેનું નિરાકરણ લાવવાની દિશામાં સરકાર દ્વારા સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને સામનો કરવો પડે છે તેવી સમસ્યાઓના નિવારણ માટે, સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયાસો આ પ્રમાણે છે:

 1. MSP વધારવાની સાથે-સાથે ખરીદીની પ્રક્રિયા ઠીક કરી જેથી વધુમાં વધુ ખેડૂતોને તેનો લાભ મળી શકે.
 2. કોવિડ મહામારી દરમિયાન ઘઉંના ખરીદી કેન્દ્રોની સંખ્યા દોઢ ગણી અને તેલીબિયાં- દાળ (કઠોળ) કેન્દ્રોની સંખ્યા ત્રણ ગણી કરવામાં આવી.
 3. મહામારી દરમિયાન 75 હજાર કરોડ રૂપિયાના ખર્ચે 390 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી જે ગત વર્ષની સરખામણીએ લગભગ 15 ટકા વધારે છે.
 4. પીએમ-કિસાન સન્માન નિધિ- યોજના શરૂઆતથી લાભાન્વિત ખેડૂતો લગભગ 10 કરોડ, કુલ રકમ  લગભગ 93 હજાર કરોડ રૂપિયા છે.
 5. પીએમ-કિસાન અંતર્ગત કોવિડ મહામારી દરમિયાન અંદાજે 9 કરોડ ખેડૂતોને લગભગ 38,000 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી.
 6. છેલ્લા લગભગ 6 મહિનામાં 1.25 કરોડ નવા KCC ઇશ્યુ કરવામાં આવ્યા છે.
 7. ઉનાળુ પાકની મોસમમાં 57 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે ગત વર્ષ કરતાં 16 લાખ હેક્ટર વધારે છે. ખરીફ વાવેતરનું પ્રમાણ પણ ગત વર્ષની સરખામણીએ 5 ટકા વધારે છે.
 8. કોવિડ મહામારી દરમિયાન ઇ-નામ મંડીઓની સંખ્યા 585થી વધારીને 1000 કરવામાં આવી છે. ગત વર્ષમાં ઇ-પ્લેટફોર્મ પર લગભગ 35 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.
 9. આવનારા પાંચ વર્ષ દરમિયાન 10,000 FPOના ગઠનની યોજના માટે રૂપિયા 6,850 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
 10. પાક વીમા યોજના અંતર્ગત છેલ્લા 4 વર્ષમાં ખેડૂતોને 17,500 કરોડ રૂપિયા પ્રીમિયમની ચુકવણી કરવામાં આવી છે અને તેમને 77 હજાર કરોડ રૂપિયાના દાવાની ચુકવણી કરવામાં આવી છે.
 11. પાક વીમા યોજના સ્વૈચ્છિક કરી દેવામાં આવી છે.
 12. કિસાન રેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

ખેડૂતોને પોતાની ઉપજ પરંપરાગત APMC બજાર વ્યવસ્થાતંત્રની બહાર વેચવાની સવલત આપવા માટે અને કૃષિ વેપારમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય ચેનલ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સુવિધા) વટહુકમ, 2020 અને ભાવ આશ્વાસન તેમજ કૃષિ સેવાઓ પર ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) સમજૂતી વટહુકમ ,2020 બહાર પાડવામાં આવ્યા છે. અસરકારક કૃષિ ખાદ્ય પૂરવઠા શ્રૃંખલા તૈયાર કરવા માટે મૂલ્ય સંવર્ધન, વૈજ્ઞાનિક સંગ્રહ, વેરહાઉસિંગ અને માર્કેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષિત કરવા માટે આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) વટહુકમ, 2020 બહાર પાડવામાં આવ્યો છે.

 

કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભંડોળ યોજના અંતર્ગત દર વર્ષે ત્રણ ટકા વ્યાજ મુક્તિ સાથે ધિરાણ અને 2 કરોડ રૂપિયા સુધીના ધિરાણો માટે CGTMSE (સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ બાંયધરી ફ્રન્ટ ટ્રસ્ટ) અંતર્ગત ધિરાણ બાંયધરી કવરેજ સાથે ધિરાણોના રૂપમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા 1 લાખ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના ખેડૂતો, PACS, FPO, કૃષિ ઉદ્યમીઓ વગેરેને સામુદાયિક અસ્કયામતો અને પાક લણણી ઉપરાંત કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં સહાયતા કરશે.

 

SD/GP/BT

 

 (Release ID: 1657465) Visitor Counter : 179