નાણા મંત્રાલય

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ- અત્યાર સુધીમાં થયેલી પ્રગતિ

42 કરોડથી વધુ ગરીબ લોકોએ PMGKP હેઠળ રૂ. 68,820 કરોડની આર્થિક સહાય પ્રાપ્ત કરી

Posted On: 08 SEP 2020 1:00PM by PIB Ahmedabad

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રૂ. 1.70 લાખ કરોડના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)ના ભાગરૂપે, સરકારે મહિલાઓ અને ગરીબ વરિષ્ઠ નાગરિકો તેમજ ખેડૂતોને વિનામૂલ્યે ખાદ્યાન્ન અને રોકડ સહાયતા આપવાની જાહેરાત કરી છે. આ પેકેજનું ખૂબ ઝડપથી અમલીકરણ થઇ રહ્યું છે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવામાં આવી રહી છે. અંદાજે 42 કરોડ ગરીબો લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત રૂ. 68,820 કરોડની આર્થિક સહાયતા પ્રાપ્ત થઇ છે.

 

  • રૂ. 17,891 કરોડ PM-KISAN અંતર્ગત 8.94 કરોડ લાભાર્થીઓને પ્રથમ હપતા તરીકે અગ્રતા સાથે આપવા માટે ફાળવવામાં આવ્યા.
  • 20.65 કરોડ (100%) મહિલા જન ધન ખાતાં ધારકોના બેંક ખાતાંમાં પ્રથમ હપતા તરીકે રૂ. 10,325 કરોડ જમા કરાવવામાં આવ્યા. 20.63 કરોડ (100%) મહિલા જન ધન ખાતાં ધારકોના બેંક ખાતાંમાં બીજા હપતા તરીકે રૂ. 10,315 કરોડ જમા કરાવવામાં આવ્યા. 20.62 કરોડ (100%) મહિલા જન ધન ખાતાં ધારકોના બેંક ખાતાંમાં ત્રીજા હપતા તરીકે રૂ. 10,312 કરોડ જમા કરાવવામાં આવ્યા.
  • અંદાજે 2.81 કરોડ વૃદ્ધ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગ લોકોને બે હપતામાં કુલ રૂ. 2,814.5 કરોડ ચુકવવામાં આવ્યા. તમામ 2.81 કરોડ લાભાર્થીઓને બે હપતામાં આ રકમ તેમના ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવી.
  • ભવન નિર્માણ અને બાંધકામ પ્રવૃત્તિઓમાં જોડાયેલા 1.82 કરોડ શ્રમિકોને રૂ. 4,987.18 કરોડની રકમ આર્થિક સહાય પેટે ચુકવવામાં આવી.

* પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 37.52 LMT ખાદ્યાન્નનો જથ્થો 75.04 કરોડ લાભાર્થીઓને એપ્રિલ 2020માં આપવામાં આવ્યો. 37.46 LMT જથ્થો 74.92 કરોડ લાભાર્થીઓને મે 2020માં આપવામાં આવ્યો અને 36.62 LMT જથ્થો 73.24 કરોડ લાભાર્થીઓને જૂન 2020માં આપવામાં આવ્યો. આ યોજનાને વધુ 5 મહિના એટલે કે નવેમ્બરના અંત સુધી લંબાવવામાં આવી છે. ત્યારથી, 98.31 LMT ખાદ્યાન્નનો જથ્થો રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અત્યાર સુધીમાં ઉપાડવામાં આવ્યો છે. જુલાઇ 2020માં 36.09 LMT ખાદ્યાન્નનો જથ્થો 72.18 કરોડ લાભાર્થીઓમાં વિતરિત કરવામાં આવ્યો છે, જ્યારે ઑગસ્ટ 2020માં 30.22 LMT ખાદ્યાન્નના જથ્થાનું 60.44 કરોડ લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે, તેમજ સપ્ટેમ્બર 2020માં 1.92 LMT ખાદ્યાન્નના જથ્થાનું 7 સપ્ટેમ્બર 2020 સુધીમાં કુલ 3.84 કરોડ લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે.

* પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત, કુલ 5.43 LMT કઠોળ એપ્રિલથી જૂન 2020 દરમિયાન કુલ 18.8 કરોડ લાભાર્થીઓમાં વિતરિત કરવામાં આવ્યું છે. આ યોજના પણ વધુ 5 મહિના એટલે કે નવેમ્બર 2020ના અંત સુધી ચણાના વિતરણ માટે લંબાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 4.6 LMT ચણાની રવાનગી કરી દેવામાં આવી છે. જુલાઇ મહિનામાં 1.03 LMT ચણાનું 10.3 કરોડ લાભાર્થી પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું છે, ઑગસ્ટ મહિનામાં 23,258 MT ચણાનું 2.3 કરોડ લાભાર્થી પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં 7 સપ્ટેમ્બર 2020 સુધીમાં 1475 MT ચણાનું 0.15 કરોડ લાભાર્થી પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું છે. ઓક્ટોબર મહિના માટે 0.008 કરોડ લાભાર્થી પરિવારો માટે 86 MT અને નવેમ્બર મહિના માટે 0.004 કરોડ પરિવારો માટે 40 MTનું વિતરણ અત્યાર સુધીમાં કરી દેવામાં આવ્યું છે.

 

* આત્મનિર્ભર ભારત અંતર્ગત, સરકારે વિસ્થાપિત શ્રમિકોને 2 મહિના સુધી વિનામૂલ્યે ખાદ્યાન્ન અને ચણાના વિતરણની જાહેરાત કરી છે. રાજ્ય સરકારો દ્વારા આપવામાં આવેલી વિસ્થાપિત શ્રમિકોની અંદાજિત સંખ્યા 2.8 કરોડ છે. ઑગસ્ટ મહિના સુધીના સમયગાળામાં વિતરણ દરમિયાન, કુલ 2.67 LMT ખાદ્યાન્નના જથ્થાનું 5.32 કરોડ લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. આ દર મહિને સરેરાશ 2.66 કરોડ લાભાર્થીઓને લાભ મળ્યો હોવાનું દર્શાવે છે જે અંદાજિત વિસ્થાપિતોની કુલ સંખ્યામાંથી લગભગ 95% સંખ્યા છે. તેવી જ રીતે, આત્મનિર્ભર ભારત અંતર્ગત, કુલ 16,417 MT ચણાના જથ્થાનું 1.64 કરોડ વિસ્થાપિત પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું છે જે દર મહિને સરેરાશ 82 લાખ પરિવારોમાં વિતરણ થયું હોવાનું દર્શાવે છે.

 

  • કુલ 8.52 કરોડ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) સિલિન્ડરનું એપ્રિલ તેમજ મે 2020 માટે આ યોજના અંતર્ગત બુકિંગ થઇ ગયું છે અને જૂન 2020 માટે 3.27 કરોડ PMUY સિલિન્ડરનું વિનામુલ્યે લાભાર્થીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે, જુલાઇ 2020 માટે 1.05 કરોડ, ઑગસ્ટ 2020 માટે 0.89 કરોડ અને સપ્ટેમ્બર 2020 માટે અત્યાર સુધીમાં 0.15 કરોડ સિલિન્ડરનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

 

  • EPFOના 36.05 લાખ સભ્યોએ EPFO ખાતામાંથી રૂ. 9,543 કરોડની રકમ નોન-રિફંડેબલ એડવાન્સ પેટે ઑનલાઇન ઉપાડી લીધી છે.

 

  • 24% EPF યોગદાન પેટે રૂ. 2476 કરોડની રકમ 0.43 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર કરવામાં આવી છે. માર્ચ મહિના માટેના લાભો 34.19 લાખ કર્મચારીઓને આપીને તેમને રૂ. 514.6 કરોડ, એપ્રિલ મહિના માટે 32.87 લાખ કર્મચારીને લાભ આપીને રૂ. 500.8 કરોડ, મે મહિના માટે 32.68 લાખ કર્મચારીને લાભ આપીને રૂ. 482.6 કરોડ, જૂન 2020 માટે 32.21 લાખ કર્મચારીને લાભ આપીને રૂ. 491.5 કરોડ, જુલાઇ 2020 માટે 30.01 લાખ કર્મચારીને લાભ આપીને રૂ. 461.9 કરોડ અને ઑગસ્ટ મહિના માટે 1.77 લાખ કર્મચારીને લાભ આપીને રૂ. 24.74 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

 

  • મનરેગા: મનરેગા અંતર્ગત વેતન વધારીને તેનો અમલ 01-04-2020ના રોજથી કરવામાં આવ્યો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં 195.21 કરોડ વ્યક્તિઓના માનવદિવસ જનરેટ કરવામાં આવ્યા છે. વધુમાં, રૂ. 59,618 કરોડની રકમ વેતન અને સામગ્રી બંનેની બાકી ચુકવણીઓ માટે રાજ્યોને ચુકવવામાં આવી છે.

 

  • જિલ્લા ખનીજ ભંડોળ (DMF) અંતર્ગત, રાજ્યોને ભંડોળમાંથી 30%નો ખર્ચ કરવાનું કહેવામાં આવ્યું છે જે રકમ રૂ. 3,787 કરોડ થાય છે અને અત્યાર સુધીમાં રૂ. 343.66 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.

                         પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ

7/09/2020 સુધીમાં કુલ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર

યોજના

લાભાર્થીઓની સંખ્યા

રકમ

PMJDY મહિલા ખાતાં ધારકોને સહાય

1લો હપતો - 20.65 કરોડ (100%)

2જો હપતો – 20.63 કરોડ

3જો હપતો - 20.62 (100%)

1લો હપતો – 10,325 કરોડ

2જો હપતો – 10,315 કરોડ

3જો હપતો – 10,312 કરોડ

NSAP (વૃદ્ધ વિધવાઓ, દિવ્યાંગ લોકો, વયસ્ક નાગરિકો)ને સહાય

2.81 કરોડ (100%)

2814 કરોડ

PM-KISAN હેઠળ ખેડૂતોને અગ્રતા સાથે ચુકવણી

8.94 કરોડ

17891 કરોડ

ભવન નિર્માણ અને અન્ય બાંધકામના શ્રમિકોને સહાય

1.82 કરોડ

   4987 કરોડ

EPFOમાં 24% યોગદાન

.43 કરોડ

2476 કરોડ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના

1લો હપતો – 7.43 કરોડ

2જો હપતો – 4.43 કરોડ

3જો હપતો – 1.82 કરોડ

9700 કરોડ

કુલ

42.08 કરોડ

68820 કરોડ

 

 

 

 

SD/GP/BT(Release ID: 1652377) Visitor Counter : 19