સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 દર્દીઓ સાજા થયા જયારે 69,921 નવા કેસ નોંધાયા


છેલ્લા 24 કલાકમાં 819 મૃત્યુ નોંધાયા

Posted On: 01 SEP 2020 1:43PM by PIB Ahmedabad

છેલ્લા પાંચ દિવસથી દૈનિક 60,000થી વધુ સાજા થયેલા લોકોની નોંધણી કરવાનો સિલસિલો ચાલુ રહેતા ભારતમાં છેલ્લા 24 કલાકમાં 65,081 સાજા થયેલાઓની સંખ્યા નોંધાઈ છે. સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 28,39,882 થઈ ગઈ છે, જેના લીધે કોવિડ-19માંથી દર્દીઓનો સાજા થવાનો દર વધીને 77% થઈ ગયો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 3.61 ગણી થઇ ગઈ છે. સક્રિય કેસની સંખ્યા આજે 7,85,996 પહોંચી છે, સક્રિય કેસની સરખામણીમાં ભારતમાં 20.53 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે.

સાજા થયેલા દર્દીઓની સંખ્યા જુલાઈના પહેલા અઠવાડિયાથી ઓગસ્ટ 2020ના છેલ્લા અઠવાડિયા સુધીમાં 4 ગણી વધી છે.

છેલ્લા 24 કલાકમાં પાંચ રાજ્યોએ દેશમાં નવા કેસમાં સૌથી વધુ ઉમેરો કર્યો છે. આમાં મહારાષ્ટ્ર (11,852), આંધ્ર પ્રદેશ (10,004), કર્ણાટક (6,495), તામિલનાડુ (5,956) અને ઉત્તર પ્રદેશ (4,782)નો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા પોઝિટીવ કેસમાં આ સંખ્યા ઉમેરાતા તેનો હિસ્સો હવે કુલ 56% થયો છે.

આ પાંચ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા અને રજા મેળવેલા દર્દીઓની મહત્તમ સંખ્યા પણ નોંધાઈ છે, જે 65,081 વ્યક્તિઓના રાષ્ટ્રીય આંકડાના 58.04% જેટલા છે. મહારાષ્ટ્રમાં 11,158 દર્દીઓ સ્વસ્થ થયા હોવાનું નોંધાયુ છે, જ્યારે આંધ્રપ્રદેશ અને કર્ણાટકના અનુરૂપ આંકડા 8,772 અને 7,238 છે. તામિલનાડુમાં 6,008 જ્યારે ઉત્તર પ્રદેશમાં 4,597 કોવિડ દર્દીઓ સ્વસ્થ થયા છે.

છેલ્લા 24 કલાકમાં 536 લોકોના મૃત્યુના સંચિત આંકડા સાથે હવે ઉપરોક્ત પાંચ રાજ્યોમાં મળીને 65.4% જેટલા મૃત્યુ થયા છે, જે રાષ્ટ્રીય કુલ (819) માં ઉમેર્યા છે. મહારાષ્ટ્રમાં 184ના મોત થયા છે, કર્ણાટકમાં 113, ત્યારબાદ તામિલનાડુ (91), આંધ્ર પ્રદેશ (85) અને ઉત્તર પ્રદેશ (63) નો સમાવેશ થાય છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

SD/GP/BT



(Release ID: 1650334) Visitor Counter : 216