ગૃહ મંત્રાલય
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીની યાદમાં સાત દિવસનો રાજકીય શોક પાળવામાં આવશે
प्रविष्टि तिथि:
31 AUG 2020 7:27PM by PIB Ahmedabad
ભારત સરકારે 31 ઓગસ્ટ, 2020ના રોજ નવી દિલ્હીની આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના દુઃખદ અવસાનની જાહેરાત કરી છે.
દિવંગત મહાનુભાવના સન્માનમાં 31 ઓગસ્ટ, 2020થી 6 સપ્ટેમ્બર, 2020 સુધી દેશભરમાં 7 દિવસનો રાજકીય શોક પાળવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં આ બંને દિવસ સામેલ હશે. રાજકીય શોકના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ ભારતના તમામ ભવનોમાં જ્યાં નિયમિત રીતે લહેરાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ફરકાવવામાં આવશે અને ત્યાં કોઈ પણ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવશે નહીં.
તેમની રાજકીય અંત્યેષ્ટિ સંસ્કાર માટેની તારીખ, સમય અને સ્થળની માહિતી પછીથી સૂચિત કરવામાં આવશે.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1650153)
आगंतुक पटल : 376
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada