PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 26 AUG 2020 6:20PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 26-08-2020

 

 

 

 

  • ભારતમાં જે રીતે સાજા થયેલા કેસની સંખ્યા વધતી જાય છે, તે જ રીતે સક્રિય કેસ વચ્ચેનો તફાવત વધતો જાય છે.
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 3.5 ગણી વધુ
  • દરરોજ 8 લાખથી વધુ સરેરાશ પરીક્ષણો કરવાની સાથે જ ભારતમાં કોવિડ-19 પરીક્ષણોમાં વધારો થયો
  • પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને 27,000 થયા
  • સીજીએચએસ દ્વારા દિલ્હી / એનસીઆરમાં ઇ-સંજીવની દ્વારા ટેલિ-પરામર્શ સેવાઓ શરૂ કરી

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

ભારતમાં જે રીતે સાજા થયેલા કેસની સંખ્યા વધતી જાય છે, તે જ રીતે સક્રિય કેસ વચ્ચેનો તફાવત વધતો જાય છે, સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 3.5 ગણી વધુ

ભારતમાં આજે સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 3.5 ગણી વધી ગઈ છે. એક દિવસમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા ઘણા દિવસોથી 60,000 કરતા વધારે નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 63,173 કોવિડ-19 દર્દીઓ સ્વસ્થ થતા 24,67,758 લોકોની સંચિત સાજા થવાની સંખ્યા નોંધાઈ રહી છે, જે સાજા થવાની સંખ્યાની ટકાવારી અને સક્રિય કેસની ટકાવારી વચ્ચેના તફાવતને ઓછો કરવામાં  ઝડપથી વિસ્તૃત ફાળો આપે છે.

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648672

 

દરરોજ 8 લાખથી વધુ સરેરાશ પરીક્ષણો કરવાની સાથે જ ભારતમાં કોવિડ-19 પરીક્ષણોમાં વધારો થયો, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને 27,000 થયા

સમયસર અને સઘન પરીક્ષણ દ્વારા કોવિડ-19 ચેપની વહેલી ઓળખ રોગચાળા સામે લડવાની ભારતની વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવ્યો છે. 7-દિવસીય સરેરાશ રોલિંગ પરીક્ષણો / દિવસની સંખ્યાએ આ દિશામાં કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના નિર્ધારિત, કેન્દ્રિત, સુસંગત અને સંકલિત પ્રયત્નો સૂચવે છે. આજની તારીખે સંચિત પરીક્ષણ 3,76,51,512 ને પાર પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 8,23,992 પરીક્ષણો કરવામાં આવ્યા હતા. પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (ટીપીએમ) માં 27,284નો તીવ્ર વધારો થયો છે. પરીક્ષણ લેબોરેટરીનું વધતું નેટવર્ક સમગ્ર દેશમાં પરીક્ષણ સુવિધાઓને મજબૂત બનાવવા માટે વિસ્તૃત તક પ્રદાન કરે છે. સરકારી ક્ષેત્રના 992 લેબોરેટરી અને 548 ખાનગી લેબોરેટરી સહિત આજે કુલ 1540 લેબોરેટરી છે.

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648683

 

સીજીએચએસ દ્વારા દિલ્હી / એનસીઆરમાં ઇ-સંજીવની દ્વારા ટેલિ-પરામર્શ સેવાઓ શરૂ કરી

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648664

 

ડૉ. હર્ષ વર્ધને રાજસ્થાનમાં બે નવી મેડિકલ કોલેજો અને ત્રણ સુપર સ્પેશિયાલિટી બ્લોક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા, ડૉ. હર્ષ વર્ધને “રાષ્ટ્ર પ્રત્યે વાજપેયીજીની પ્રતિબદ્ધતા” પૂર્ણ કરવામાં સહકારી સંઘીયતાની પ્રશંસા કરી

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648708

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન હેઠળ 85,૦૦૦થી વધુ જળ સંરક્ષણ માળખાં અને 2.63 લાખથી વધુ ગ્રામીણ મકાનોના ઢાંચા બનાવવામાં આવ્યા, અભિયાનના 9મા અઠવાડિયા સુધીમાં લગભગ 24 કરોડ માનવદિવસની રોજગારી પૂરી પાડવામાં આવી છે અને રૂ. 18,862 કરોડ ખર્ચ કરવામાં આવ્યા

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન (જીકેઆરએ) કોવિડ-19 રોગચાળો ફાટી નીકળ્યા પછી, ગ્રામીણ વિસ્તારોમાં પરત ફરતા પ્રવાસી કામદારો અને સમાન અસરગ્રસ્ત નાગરિકો માટે રોજગાર અને આજીવિકાની તકો વધારવા માટે શરૂ કરવામાં આવ્યું છે. 9મા અઠવાડિયા સુધીમાં અભિયાનના ઉદેશ્ય પ્રમાણે કુલ 24 કરોડ જેટલી માનવદિવસની રોજગારી પૂરી પાડવામાં આવી છે અને અત્યાર સુધીમાં રૂ. 18,862 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. 85,786 જળસંચય માળખાં, 2,63,846 ગ્રામીણ મકાનો, 19,397 પશુ ગમાણ, 12,798 ફાર્મ તળાવ અને 4,260 સામુહિક સેનિટરી સંકુલનો સમાવેશ થાય છે, જેમાં અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં ઢાંચા બનાવવામાં આવ્યા છે.

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648709

 

આ વર્ષે 20 એપ્રિલથી રૂપિયા 5.88 લાખ કરોડની અપેક્ષિત કિંમત સાથે 8363 પ્રોજેક્ટ્સ ઓઇલ અને ગેસ ક્ષેત્રે શરૂ કરવામાં આવ્યા છે, આ પ્રોજેક્ટ્સમાંથી આશરે 33.8 કરોડ માનવ-રોજગારી ઉત્પન્ન થવાની ધારણા છે.

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648544

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

FACT CHECK

 



(Release ID: 1648839) Visitor Counter : 218