PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
25 AUG 2020 7:11PM by PIB Ahmedabad

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
- ભારતમાં ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ની વ્યૂહનીતિને અનુસરીને 3.7 કરોડથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા
- પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને 26,685 થયા
- છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 66,550 દર્દીઓ સ્વસ્થ થયા
- ભારતે એક નવી ઉંચાઈ સર કરી, સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 24 લાખને પાર થઇ
- છેલ્લા 25 દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યામાં 100%થી વધુ વૃદ્ધિ થઇ
(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 66,550 દર્દીઓ સ્વસ્થ થયા, ભારતે એક નવી ઉંચાઈ સર કરી, સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 24 લાખને પાર થઇ, છેલ્લા 25 દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યામાં 100%થી વધુ વૃદ્ધિ થઇ
ભારતે એક જ દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાવી છે. છેલ્લા 24 કલાકમાં 66,550 કોવિડ -19 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને રજા આપવામાં આવી છે. સરકારની સઘન પરીક્ષણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક સારવારની નીતિના પરિણામે સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 24 લાખ (24,04,585)ને પાર થઇ ગઈ છે. આ સાથે, કોવિડ -19 દર્દીઓમાં ભારતનો સાજા થવાનો દર 76% (75.92%) સુધી પહોંચી ગયો છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ (7,04,348) કરતાં 17 લાખથી વધુ થઈ ગઈ છે. સાજા થયેલા દર્દીઓ આજની તારીખે સક્રિય કેસ કરતા 3.41 ગણા છે. છેલ્લા 25 દિવસમાં સાજા થયેલા કેસની સંખ્યામાં 100%થી વધુ વૃદ્ધિ થઇ છે. સાજા થયેલા દર્દીઓને વિક્રમજનક સંખ્યાએ સુનિશ્ચિત કર્યું છે કે દેશમાં વાસ્તવિક કેસ ભારણ અર્થાત સક્રિય કેસમાં ઘટાડો થયો છે અને હાલમાં કુલ પોઝિટીવ કેસના ફક્ત 22.24% છે. આજે મૃત્યુદર દર ઘટીને 1.84% થયો છે.
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648421
ભારતમાં ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ની વ્યૂહનીતિને અનુસરીને 3.7 કરોડથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો વધીને 26,685 થયા
ભારતમાં ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ની વ્યૂહનીતિને ધ્યાનમાં રાખીને 3.7 કરોડથી વધુ કોવિડ-19ના સંચિત નમુનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. દૈનિક પરીક્ષણોની સંખ્યા ઝડપથી વધારવાના ભારતના દ્રઢ સંકલ્પ સાથે આજની તારીખે સંચિત પરીક્ષણો 3,68,27,520 થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 9,25,383 પરીક્ષણો કરવામાં આવ્યા હતા, પરંતુ પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોમાં 26,685ની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે.
વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648431
પટનામાં ડીઆરડીઓની 500 બેડની કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648263
જહાજ મંત્રાલયે ભારતીય બંદરો અને ચાર્ટર્ડ ફ્લાઇ્ટસ પર 1 લાખથી વધારે ક્રૂ સભ્યોના બદલાવ માટે સુવિધા પૂરી પાડી
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648478
માળખાકીય સુધારાઓ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે: નાણાં મંત્રી
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648487
કોવિડ -19 ને કારણે વધતી માંગને પહોંચી વળવા બંગાળ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિ.એ એક જ દિવસમાં 51,960 ફેનીલ બોટલો બનાવવાનો વિક્રમ સર્જ્યો
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648430
કેન્દ્રીય પર્યટન મંત્રીએ હોટલ અશોકની લોકડાઉન થયા બાદ શરુ થતા પહેલા સજ્જતાની સમીક્ષા કરી
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648424
કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી (એનઆઈઓએસ)
વધુ વિગતો માટે : https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648219
FACT CHECK




(Release ID: 1648595)
Visitor Counter : 282
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Tamil
,
Telugu
,
Malayalam