PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 24 AUG 2020 6:38PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 24-08-2020

 

 

 

 

  • ભારત સ્થિર પથ પર અગ્રેસર, આજે 3.6 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
  • પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) 26,016ની નવી ટોચ ઉપર
  • ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખથી વધુ થઇ
  • સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસો કરતાં 16 લાખ વધારે
  • એમએચએ રાજ્યોને અનલોક -3 દરમિયાન વ્યક્તિઓ અને માલસામાન અને સેવાઓની અનિશ્ચિત અવર-જવરને મંજૂરી આપવા કહ્યુ

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખથી વધુ થઇ, સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા ત્રણ ગણી, સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસો કરતાં 16 લાખ વધારે

સતત મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યાં છે અને તેમને હોસ્પિટલ અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કિસ્સામાં)માંથી રજા આપવામાં આવી રહી હોવાથી ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 23 લાખ કરતાં વધારે થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 57,469 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી ભારતમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર વધીને 75% કરતા વધારે (75.27%) થઇ ગયો છે, જે છેલ્લા કેટલાક મહિનામાં દર્દીઓ વધુ સંખ્યામાં સતત સાજા થઇ રહ્યાં હોવાનું દર્શાવે છે.

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648145

 

ભારત સ્થિર પથ પર અગ્રેસર, આજે 3.6 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) 26,016ની નવી ટોચ ઉપર

ભારતમાં અત્યાર સુધીમાં 3,59,02,137 પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારત તેની પરીક્ષણ ક્ષમતા વધારવા માટેના સંકલ્પ અભિયાન પર અગ્રેસર છે, છેલ્લા 24 કલાકમાં 6,09,917 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. દેશભરમાં વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબોરેટરી નેટવર્ક દ્વારા પરીક્ષણની સરળ એક્સેસથી હાલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ડબ્લ્યુએચઓ દ્વારા કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક ઉપાયોને સમાયોજિત કરવા માટેના જાહેર આરોગ્ય માપદંડપરની માર્ગદર્શિકા નોંધમાં જણાવ્યા મુજબ, ભારતમાં પણ પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોમાં વધારો જોવા મળ્યો છે. ડબ્લ્યુએચઓએ સલાહ આપી છે કે, શંકાસ્પદ કોવિડ-19  કેસ માટે વ્યાપક સર્વેલન્સ માટેના પગલા તરીકે દેશને 140 પરીક્ષણો / દિવસ / મિલિયન વસ્તીની જરૂર છે.

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1648153

 

ડૉ. હર્ષ વર્ધને એનડીઆરએફ 8 મી બટાલિયન સેન્ટર, ગાઝિયાબાદ ખાતે 10-પથારીવાળી હોસ્પિટલનું ઉદઘાટન કર્યું

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647964

 

એમએચએ રાજ્યોને અનલોક -3 દરમિયાન વ્યક્તિઓ અને માલસામાન અને સેવાઓની અનિશ્ચિત અવર-જવરને મંજૂરી આપવા કહ્યુ

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1647890

 

માહિતી અને પ્રસારણ  મંત્રાલયે મીડિયા પ્રોડક્શન માટે એસઓપી બહાર પાડી

મીડિયા પ્રોડક્શન મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ પૈકીની એક છે, જે આપણા દેશની જીડીપીમાં નોંધપાત્ર યોગદાન આપે છે. હાલ કોવિડ-19 રોગચાળાને ધ્યાનમાં રાખીને મીડિયા પ્રોડક્શનમાં સંકળાયેલા વિવિધ હિતધારકો રોગચાળાના પ્રસારને નિયંત્રણમાં લેવા ઉચિત પગલાં લે અતિ મહત્ત્વપૂર્ણ છે અને સાથે-સાથે તેમની કામગીરીઓ અને પ્રવૃત્તિઓ ફરી શરૂ કરે/હાથ ધરે પણ એટલું અગત્યનું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કરીને માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા પ્રોડક્શન માટે નિવારણાત્મક પગલાં લેવા પર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (એસઓપી) અને માર્ગદર્શક સિદ્ધાંતો તૈયાર કર્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે નવી દિલ્હીમાં એસઓપી જાહેર કરી હતી.

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648011

 

23 ઓગસ્ટ, 2020ના રોજ મીડિયા પ્રોડક્શન માટે જાહેર કરેલ એસઓપી અંગે સ્પષ્ટતા

અત્રે સ્પષ્ટ કરવામાં આવે છે કે, 23 ઓગસ્ટ, 2020ના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ‘કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે મીડિયા પ્રોડક્શન માટેના નિવારક પગલાં અંગેના માર્ગદર્શક સિદ્ધાંતો અને એસઓપી’  મીડિયા નિર્માણ માટે ફિલ્મોના શૂટિંગ, ટેલિવિઝન નિર્માણ, વેબ શ્રેણી સહિતના મીડિયા નિર્માણ માટે તેમજ તમામ પ્રકારના કાર્યક્રમો તૈયાર કરનાર ઇલેક્ટ્રોનિક અને ફિલ્મ માધ્યમ માટે લાગુ પડે છે.

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648211

 

શ્રી પિયુષ ગોયલે સમર્પિત ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડની પ્રગતિની સમીક્ષા કરી

વધુ વિગતો માટે :  https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648203

 

ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન અંતર્ગત ભારતીય રેલવે દ્વારા 21 ઓગસ્ટ, 2020 સુધીમાં 6,40,000થી વધુ માનવકલાક રોજગારીનું નિર્માણ કરવામાં આવ્યું

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1648063

 

 

 

FACT CHECK

 

 

 

 



(Release ID: 1648336) Visitor Counter : 201