પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર- એક સંવાદાત્મક અનુભવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું


પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે સમર્પિત કર્યું

પ્રધાનમંત્રીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા બદલ દેશવાસીઓની પ્રશંસા કરી; ભવિષ્યમાં પણ આ આંદોલન ચાલુ રાખવા વિનંતી કરી

પ્રધાનમંત્રીએ 'ગંદગી મુકત ભારત' અભિયાનનો પ્રારંભ કર્યો - જે સ્વતંત્રતા દિન સુધી સ્વચ્છતા માટે વિશેષ એક સપ્તાહ લાંબી ઝુંબેશ

Posted On: 08 AUG 2020 5:50PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં રાજઘાટ ખાતે ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિમાં  સ્વચ્છ ભારત મિશન હેઠળ રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર - એક સંવાદાત્મક અનુભવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. ગાંધીજીના ચંપારણ સત્યાગ્રહના શતાબ્દી વર્ષના ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ વખત 10મી એપ્રિલ, 2017ના રોજ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર (આરએસકે)ની ઘોષણા કરવામાં આવી હતી. આ પ્રસંગે જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્ય કક્ષાના જળ શક્તિ મંત્રી શ્રી રતન લાલ કટારિયા ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રની મુલાકાત

આરએસકેમાં ડિજિટલ અને આઉટડોર કૃતિઓની ગોઠવણીનું સંતુલિત મિશ્રણ છે, જેમાં ભારતના પરિવર્તન પર નજર રાખવામાં આવી રહી છે, 55 કરોડથી વધુ લોકોની વર્તણૂક જે ખુલ્લામાં શૌચની હતી તેને બદલીને શૌચાલયનો ઉપયોગ કરવાની કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ આરએસકેના ત્રણ અલગ-અલગ વિભાગોની મુલાકાત લીધી હતી. તેમણે પ્રથમ હોલ 1માં એક અનન્ય 360° ઓડિયો-વિઝ્યુઅલ ઇમર્સિવ શોનો અનુભવ કર્યો, જે દેશની સ્વચ્છ ભારત તરફની સફરની ઝાંખી પ્રદાન કરે છે. ત્યારબાદ તેઓ હોલ 2ની મુલાકાતે ગયા, જેમાં ઇન્ટરેક્ટિવ એલઇડી પેનલ્સ, હોલોગ્રામ બોક્સ, ઇન્ટરેક્ટિવ રમતો અને એસબીએમ પર ઘણું બધું સમાવિષ્ટ છે. પ્રધાનમંત્રી એઆરએસકેને અડીને આવેલી લોનમાં ખુલ્લામાં ત્રણ પ્રદર્શનોની મુલાકાત લીધી કે, જે એસબીએમના પર્યાય છે - આ પ્રદર્શનમાં મહાત્મા ગાંધીની સ્વચ્છતા પ્રતિજ્ઞા તરફ દોરી રહેલા લોકો, ગ્રામીણ ઝારખંડની રાણી મિસ્ત્રીસ અને પોતાને વાનર સેના કહેનારા બાળકો જેઓ સ્વચ્છગ્રાહીઓ તરીકે ઓળખવામાં આવે છે તેનો સમાવેશ થાય છે.

શાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ

સમગ્ર આરએસકેની મુલાકાત લીધા પછી પ્રધાનમંત્રીએ આરએસકે સ્મારક કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે આરએસકેના એમ્ફીથિયેટરમાં સામાજિક અંતરના પ્રોટોકોલને જાળવી રાખી, ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતાં દિલ્હીની 36 સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. બાળકોએ પ્રધાનમંત્રી સાથે ઘરોમાં અને શાળામાં સ્વચ્છતા પ્રવૃત્તિઓના અને આરએસકેની તેમની છાપ વિશેના તેમના અનુભવોની ચર્ચા કરી હતી અને તેમાંથી એક વિદ્યાર્થીએ પ્રધાનમંત્રીને પૂછ્યું કે આરએસકેમાં તેમનો પ્રિય ભાગ કયો છે, એના પ્રત્યુત્તરમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, એસબીએમ, મહાત્મા ગાંધીની પ્રેરણાને સમર્પિત તે ભાગનો તેમણે ખૂબ આનંદ લીધો.

રાષ્ટ્રને સંબોધન

બાળકો સાથે સંવાદ કર્યા બાદ પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશનની સફરને યાદ તાજી કરી અને આરએસકેને મહાત્મા ગાંધીજીને કાયમી શ્રદ્ધાંજલિ તરીકે સમર્પિત કર્યું. તેમણે સ્વચ્છતાને જન આંદોલન બનાવવા માટે ભારતની જનતાની પ્રશંસા કરી અને ભવિષ્યમાં પણ આ આંદોલન ચાલુ રાખવા વિનંતી કરી. તેમણે આપણા દૈનિક જીવનમાં, ખાસ કરીને કોરોનાવાયરસ સામેની લડત દરમિયાન, સ્વચ્છતાના મહત્વને ફરી એક વાર યાદ કર્યું હતું.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ 'ગંદગી મુક્ત ભારત' અભિયાનનો પ્રારંભ કર્યો,સ્વતંત્રતા દિન સુધી ચાલનારા આ કાર્યક્રમમાં સ્વચ્છતા માટે વિશેષ એક સપ્તાહ લાંબી ઝુંબેશ શરૂ કરી, આ દરમિયાન 15 ઓગસ્ટ સુધી રોજ શહેરી અને ગ્રામીણ ભારતમાં ફરીથી સ્વચ્છતા માટે જન આંદોલન શરૂ કરવા માટે સ્વચ્છતા પહેલ કરવામાં આવશે.

રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રની મુલાકાત લેવા માટેની માર્ગદર્શિકાઓ

રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્ર સામાજિક અંતર અને સ્વચ્છતા માટેની નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર 9 ઓગસ્ટથી સવારે 8 થી સાંજે 5 વગ્યા સુધી લોકો માટે ખુલ્લું રહેશે. નિયત સમયે આરએસકેની મુલાકાત લેનારા લોકોની સંખ્યા મર્યાદિત રાખવાની રહેશે, તેથી વિદ્યાર્થીઓ માટે કોઈ ટૂર યોજવામાં આવશે નહીં. જો કે, જ્યાં સુધી શારીરિક પ્રવાસ શક્ય ના બને ત્યાં સુધી આરએસકેની વર્ચુઅલ ટૂરનું પણ આયોજન કરવામાં આવશે. આવી પહેલી વર્ચુઅલ ટૂરનું આયોજન 13 ઓગસ્ટે જલ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત દ્વારા કરવામાં આવશે. ટિકિટ બુકિંગ અને આરએસકે પર વધુ માહિતી માટે, કોઈ પણ rsk.ddws.gov.in પર લોગ ઇન કરી શકે છે.

 

SD/GP/BT



(Release ID: 1644477) Visitor Counter : 321