પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી આવતીકાલે 'શ્રી રામ જન્મભૂમિ મંદિર' ના શિલાન્યાસ સમારોહમાં ભાગ લેશે

Posted On: 04 AUG 2020 6:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અયોધ્યામાં  'શ્રી રામ જન્મભૂમિ મંદિર' ના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સમારોહની પહેલા હનુમાનગઢીમાં પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી રામ જન્મભૂમિ જશે, જ્યાં તેઓ 'ભગવાન શ્રી રામલલા વિરાજમાન' ની પૂજા અને દર્શનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ પારિજાતના છોડ રોપશે અને ત્યારબાદ ભૂમિપૂજન કરશે.

પ્રધાનમંત્રી શિલાન્યાસ પ્રસંગે બનવવામાં આવેલી વિશેષ તક્તીનું અનાવરણ કરશે અને 'શ્રી રામ જન્મભૂમિ મંદિર' ની યાદગીરી રૂપે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે.

 

SD/BT

 (Release ID: 1643405) Visitor Counter : 38