સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં મૃત્યુદર (CFR) 1લી એપ્રિલ પછીથી સૌથી નીચો, 2.23% થયો


સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10 લાખને નજીક પહોંચી

છેલ્લા 24 કલાકમાં 35,000થી વધુ દર્દીઓ સાજા થયા

Posted On: 29 JUL 2020 3:37PM by PIB Ahmedabad

કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારો દ્વારા "ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ" વ્યૂહરચનાના સંકલનાત્મક અસરકારક અમલીકરણે એ સુનિશ્ચિત કર્યું છે કે, વૈશ્વિક પરિપ્રેક્ષ્યની તુલનામાં ભારતમાં મૃત્યુ દર (સીએફઆર) નીચા સ્તરે જાળવવામાં સફળતા મળી છે અને તેમાં ક્રમિક ઘટાડો થઈ રહ્યો છે.

આજે મૃત્યુદર 2.23% થયો છે અને તે 1લી એપ્રિલ, 2020 પછીના સૌથી નીચા દરે પહોંચ્યો છે.

માત્ર મૃત્યુદર નીચા દરે રહ્યો નથી, પરંતુ અસરકારક નિયંત્રણની વ્યૂહરચનાના સફળ અમલીકરણ, સઘન પરીક્ષણ અને દેખરેખ અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલના પરિણામ રૂપે સતત છઠ્ઠા દિવસે દૈનિક 30,000થી વધુ દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

સાજા થયેલા કેસોની કુલ સંખ્યા 10 લાખની નજીક પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 35,286 દર્દીઓ સાજા થઈને રજા મળી ગઈ હોવાથી દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 9,88,029 પર પહોંચી ગઈ છે. કોવિડ-19માંથી સાજા થવાનો દર 64.51% સાથે બીજી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે.

સાજા થનારા દર્દીઓની દૈનિક સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો હોવાથી, હાલમાં સક્રિય કેસો અને સાજા થયેલા દર્દીઓ વચ્ચેનો તફાવત પણ એકધારો વધી રહ્યો છે. હાલમાં સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોની સંખ્યા 4,78,582 વધારે છે. સક્રિય કેસ (5,09,447) તબીબી દેખરેખ હેઠળ છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT



(Release ID: 1642035) Visitor Counter : 201