પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી મોદી બેંક અને એનબીએફસીના હિતધારકો સાથે ચર્ચા- વિચારણા સત્રમાં ઉપસ્થિત રહેશે

Posted On: 28 JUL 2020 5:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી મોદી આવતીકાલે સાંજે ભવિષ્ય માટે વિઝન અને રોડમેપ પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરવા બેંક અને એનબીએફસીના હિતધારકો જોડાશે.

કાર્યસૂચિના વિષયોમાં ડિલિવરી માટેના ક્રેડિટ ઉત્પાદનો અને કાર્યક્ષમ નમૂનાઓ, તકનીકી દ્વારા આર્થિક સશક્તિકરણ, નાણાકીય ક્ષેત્રની સ્થિરતા અને ટકાઉક્ષમતા માટેની સમજદાર પદ્ધતિઓ સામેલ છે.

બેન્કિંગ ક્ષેત્ર એ એમએસએમઇ સહિત નાણાકીય માળખું, કૃષિ, સ્થાનિક ઉત્પાદન દ્વારા ભારતના આર્થિક વિકાસમાં ફાળો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટેક્નોલોજી દ્વારા નાણાકીય સશક્તિકરણમાં નાણાકીય સમાવેશન મોટી ભૂમિકા ભજવી શકે છે.

સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ વાર્તાલાપમાં ભાગ લેશે.

 

SD/GP/BT


(Release ID: 1641839) Visitor Counter : 282