PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 27 JUL 2020 6:51PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 27.07.2020

Text Box: •	ભારતમાં મૃત્યુદર સતત ઘટી રહ્યો હોવાથી હવે 2.28% સુધી પહોંચી ગયો.
•	કુલ સાજા થયેલાની સંખ્યા 9 લાખ કરતા વધારે, સતત ચોથા દિવસે સાજા થયેલા દર્દીની દૈનિક સંખ્યા 30,000 કરતાં વધારે નોંધાઇ.
•	સક્રિય કેસ (4,85,114)ની સરખામણીએ સાજા થયેલા કેસની સંખ્યા આજે 4,32,453 વધુ નોંધાઇ.
•	આયુષ્યમાન ભારત – આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWC)એ કોવિડના સમયમાં પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો.
•	શ્રી સદાનંદ ગૌડાએ સ્થાનિક સ્તરે જથ્થાબંધ દવા અને તબીબી ઉપકરણના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પાર્ક ઉભા કરવાની ચાર યોજનાઓ શરૂ કરી.
•	ઉપરાષ્ટ્રપતિએ શૈક્ષણિક શિડ્યૂલમાં કોવિડના કારણે આવેલા વિક્ષેપથી વ્યથિત ના થવાની વિદ્યાર્થીઓને સલાહ આપી.
•

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

 

 

ભારતમાં મૃત્યુદર (CFR) સતત ઘટી રહ્યો છે, તે 2.28% સુધી પહોંચ્યો, કુલ સાજા થયેલાનો આંકડો 9 લાખથી પણ વધુ થયો, સતત ચોથા દિવસે દૈનિક ધોરણે 30,000થી વધુ દર્દી સાજા થયા

સઘન પરીક્ષણ તેમજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન દ્વારા કોવિડથી અસરગ્રસ્ત દર્દીઓના વહેલા નિદાન અને આઇસોલેશન પર કેન્દ્ર તેમજ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા કરવામાં આવતા કેન્દ્રિત પ્રયાસોના પરિણામે દેશમાં કોવિડથી મૃત્યુ પામતા દર્દીઓનો દર સતત ઘટી રહ્યો છે અને સાજા થવાનો દર સતત સુધરી રહ્યો છે. અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને દેખરેખ અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે દેશમાં કોવિડના કેસોનો મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાયો છે. દેશમાં મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 2.28% સુધી પહોંચ્યો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે. આ ઉપરાંત, સતત ચોથા દિવસે દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30,000 કરતા વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 31,991 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. આ સાથે, દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 9 લાખનો આંકડો વટાવીને હાલમાં 9,17,567 સુધી પહોંચી ગયો છે. સાજા થવાનો સરેરાશ દર પણ વધીને 64% નોંધાયો છે. ઓછો મૃત્યુદર અને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી સક્રિય કેસો (4,85,114)ની સરખામણીએ આજે સાજા થયેલા કેસોનો તફાવત વધીને 4,32,453 થઇ ગયો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641489

 

આયુષ્યમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWC)એ કોવિડના સમયમાં પોતાની ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો

કોવિડ-19 મહામારી દરમિયાન, ખાસ કરીને ગ્રામીણ પ્રદેશો સહિત સમગ્ર દેશમાં જાહેર આરોગ્ય તંત્ર માટે ભારતની દૃઢતા સ્પષ્ટ જોવા મળી હતી અને આ સમય દરમિયાન આયુષ્યમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો (AB-HWC)એ તેમનું પરિચાલન સતત ચાલુ રાખીને બિન-કોવિડ આવશ્યક આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનું યથાવત રાખ્યું હતું અને કોવિડ-19ના નિરાકરણ અને નિયંત્રણ માટે તાકીદના કાર્યો પાર પાડવામાં પણ મોટી મદદ કરી હતી. મહામારીના સમય (જાન્યુઆરીથી જુલાઇ 2020) દરમિયાન વધારાના 13,657 HWCને કાર્યાન્વિત કરવામાં આવ્યા છે, જેથી સંખ્યાબંધ આરોગ્ય સંભાળ સેવાઓ વિશાળ જનસમુદાય સુધી ઉપલબ્ધ કરાવવાનું સુનિશ્ચિત થઇ શકે. 24 જુલાઇ, 2020ની સ્થિતિ અનુસાર, દેશના અલગ-અલગ ભાગોમાં હાલમાં 43,022 HWC કાર્યાન્વિત છે. 18 જુલાઇથી 24 જુલાઇ સુધીના માત્ર એક જ અઠવાડિયાના સમયમાં AB-HWC દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ આરોગ્ય અને સુખાકારી સેવાઓનો 44.26 લાખ લોકોએ લાભ લીધો હતો. HWCનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી (એટલે કે, 14 એપ્રિલ 2018) આજદિન સુધીમાં આ કેન્દ્રોની મુલાકાત લેનારાઓની સંખ્યા વધીને 1923.93 લાખ સુધી પહોંચી ગઇ છે. ગત અઠવાડિયે સમગ્ર ભારતમાં AB-HWCમાં 32,000 યોગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. 14.24 લાખ યોગ સત્રોનું આયોજન જ્યારથી AB-HWCનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641543

 

શ્રી સદાનંદ ગૌડાએ દેશમાં જથ્થાબંધ દવાના પાર્ક અને તબીબી ઉપકરણના પાર્ક ઉભા કરવા માટે માર્ગ મોકળો કરવા માટે યોજનાઓ શરૂ કરી અને માર્ગદર્શિકાઓ જાહેર કરી

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી સદાનંદ ગૌડાએ આજે સ્થાનિક સ્તરે જથ્થાબંધ દવાઓના પાર્ક અને તબીબી ઉપકરણોના ઉત્પાદન પાર્કને પ્રોત્સાહન આપવા બાબતે ફાર્માસ્યુટિકલ વિભાગની ચાર યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતને મોટાભાગે 'વિશ્વની ફાર્મસી' તરીકે ઓળખવામાં આવે છે અને ખાસ કરીને પ્રવર્તમાન કોવિડ-19 મહામારીની સ્થિતિમાં જ્યારે ભારતે દેશવ્યાપી લૉકડાઉનના સમયમાં પણ મહત્વપૂર્ણ જીવનરક્ષક દવાઓનો પૂરવઠો સંખ્યાબંધ દેશોમાં પહોંચાડ્યો તેના પરથી આ વાત પુરવાર થઇ ગઇ છે. જોકે, આ સિદ્ધિ પ્રાપ્ત કરવા છતાં, આપણા દેશ માટે ચિંતાની બાબત એ છે કે, પાયાના કાચામાલ આપણે આયાત પર નિર્ભર રહેવું પડે છે. આ યોજનાની માર્ગદર્શિકામાં સમાવવામાં આવેલા 41 ઉત્પાદનોની યાદી દ્વારા 53 જથ્થાબંધ દવાઓનું સ્થાનિક સ્તરે ઉત્પાદન શક્ય બનશે. આ યોજના અંતર્ગત પસંદગી પામેલા 136 ઉત્પાદકોને સ્થાનિક સ્તરે ઉત્પાદિત કરવામાં આવેલા આ 41 ઉત્પાદનોના સ્થાનિક વેચાણની નિર્ધારિત ટકાવારી અનુસાર સ્થાનિક મૂલ્યવર્ધનના જરૂરી સ્તર સાથે આર્થિક પ્રોત્સાહનો આપવામાં આવશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641517

 

ભારતીય રેલવેએ બાંગ્લાદેશને 10 બ્રોડગેજ લોકોમોટિવ આપ્યા

આજે યોજવામાં આવેલા હસ્તાંતરણ કાર્યક્રમમાં ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર અને રેલવેમંત્રી શ્રી પીયૂષ ગોયલે બાંગ્લાદેશેને 10 બ્રોડગેજ (BG) લોકોમોટિવ સોંપીને વર્ચ્યુઅલ માધ્યમથી તેને લીલીઝંડી આપી હતી. આ પ્રસંગે બોલતા વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે જણાવ્યું હતું કે, “મને જાણીને ઘણો આનંદ થાય છે કે, બંને દેશો વચ્ચે પાર્સલ અને કન્ટેઇનર ટ્રેનો શરૂ થઇ ગઇ છે. આનાથી આપણા વ્યવસાયો માટે નવી તકોના દ્વાર ખુલશે. હમને નોંધતા ઘણી ખુશી થાય છે કે, રેલવે દ્વારા વ્યાપારિક હેરફેર સુનિશ્ચિત થઇ શકી છે. કોવિડ-19 મહામારી દરમિયાન, આવશ્યક ચીજવસ્તુઓ જેમાં ખાસ કરીને પવિત્ર રમજાન મહિના દરમિયાન વિવિધ ચીજોનો પૂરવઠો સુનિશ્ચિત થઇ શક્યો છે.તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, કોવિડ મહામારીએ આપણા દ્વિપક્ષીય સહકારની ગતિને ધીમી પાડી નથી. શ્રી ગોયલે જણાવ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશ બંને દેશોનું નેતૃત્વ બંને દેશો વચ્ચે 1965 પહેલાંનું રેલવે જોડાણ પુનર્જિવત કરવા માટે પ્રતિબદ્ધ છે. તે સમયે 7 રેલવે ટ્રેક અસ્તિત્વમાં હતા તેમાંથી હાલમાં 4 ટ્રેક કાર્યરત છે. કોવિડ-19 મહામારીના સમયમાં બંનેના રેલવેતંત્રએ કટોકટી વ્યવસ્થાપનમાં તેમની દૂરંદેશીનું દૃશ્ટાંતરૂપ કામ કર્યું છે અને આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન વધારીને પૂરવઠા સાંકળને સતત જાળવી રાખી છે. તાજેતરના સમયમાં, ભારત અને બાંગ્લાદેશે કોવિડ-19 મહામારીના પ્રભાવને ઓછો કરવામાં રેલવે સહકાર વધાર્યો છે કારણ કે આ સમયમાં જમીન સરહદ મારફતે વ્યાપારિક ગતિવિધિઓ ઘણી અવરોધાઇ છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641503

 

ઉપરાષ્ટ્રપતિએ શૈક્ષણિક શિડ્યૂલમાં કોવિડના કારણે આવેલા વિક્ષેપથી વ્યથિત ના થવાની વિદ્યાર્થીઓને સલાહ આપી

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે, બાળકોને કેવી રીતે ખોટી માહિતા અને ખોટા સમાચારોથી દૂર રહેવું જોઇએ તે શીખવવાની જરૂર છે કારણ કે વર્તમાન સમયમાં ખાસ કરીને નવા મીડિયા માહોલમાં આવી માહિતીઓ તમામ પ્રકારના મીડિયામાં વ્યાપક રીતે ફેલાઇ ગઇ છે. 200થી વધુ યુવા સહભાગીઓને આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ટાઇમ્સ સ્કોલર્સ ઇવેન્ટમાં સંબોધન કરતી વખતે ઉપરાષ્ટ્રપતિએ તેમને જણાવ્યું હતું કે, તેઓ વાસ્તવિકતા સ્વીકારવા માટે અને જુઠ્ઠાણાનો કાઢી નાખવા માટે વિશ્લેષણ કરવાનું સામર્થ્ય અને હિંમત વિકસાવે. કોવિડના કારણે શૈક્ષણિક શિડ્યૂલમાં આવેલા વિક્ષેપના કારણે સંખ્યાબંધ વિદ્યાર્થીઓ ચિંતા અને તણાવમાં મૂકાયા હોવાનું ધ્યાનમાં લેતા ઉપરાષ્ટ્રપતિએ સલાહ આપી હતી કે, જે આપણા નિયંત્રણ બહાર હોય તેવી આ પ્રકારની ઘટનાઓથી વ્યથિત થવું જોઇએ નહીં. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, તમે બધા જ યુવાન છો અને તમારે જીવનમાં આવતા કોઇપણ પ્રકારના ચડાવ-ઉતાર સામે ટકી રહેવા માટે મજબૂત ભાવનાત્મક શક્તિ અને સામર્થ્ય કેળવવાનું છે. તેમણે વિદ્યાર્થીઓને નિયમિતધોરણે યોગ કરવાની પણ સલાહ આપી હતી જેનાથી તેમની શારીરિક તંદુરસ્તી ઉપરાંત માનસિક સ્થિરતા પણ સુધરે અને આવી તણાવ તેમજ ચિંતાની પરિસ્થિતિમાંથી બહાર આવી શકે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1641527

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબ: પંજાબ સરકાર દ્વારા કોવિડ-19ની સામગ્રીઓની પૂરવઠા સાંકળ પર વાસ્તવિક સમયમાં દેખરેખ રાખવા માટે અસરકારક રસી ઇન્ટેલિજન્સ નેટવર્ક (eVIN)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પૂરવઠા અને માંગના સંતુલનને જાળવવા માટે તેમજ આવશ્યક ચીજવસ્તુઓની અછતમાંથી બહાર આવવા માટે આ પ્લેટફોર્મ ખૂબ જ મહત્વપૂર્ણ પુરવાર થયું છે.
  • હિમાચલ પ્રદેશ: રાજ્ય સરકાર દ્વારા આંતર રાજ્ય પરિવહન માટે બહાર પાડવામાં આવેલા આદેશોમાં આંશિક સુધારા કરવામાં આવ્યા છે. નવા સુધારા અનુસાર જે વિદ્યાર્થીઓ અથવા ઉમેદવારો અને તેમની સાથે રહેલા માતા-પિતાને રાજ્ય બહાર સ્પર્ધાત્મક/ પસંદગી પરીક્ષા માટે જવું જરૂરી છે તેમને જો 72 કલાકના સમયમાં જ રાજ્યમાંથી બહાર જઇને પાછા આવવાનું હોય અથવા બહારથી અંદર કોઇએ રાજ્યમાં આવીને જતા રહેવાનું હોય તો તેમને શરતી ક્વૉરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવશે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં રાજ્યના પર્યાવરણ મંત્રી સંજય બંસોડે ઉદ્ધવ ઠાકરેની સરકારમાં એવા છઠ્ઠા મંત્રી છે જેમને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો છે. દરમિયાન, બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશને કોવિડ-19ના સીરો સર્વેનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે જેમાં શહેરમાંથી 10,000 રહેવાસીઓને આવરી લેવામાં આવ્યા હતા. લોકોમાં રહેલા એન્ટીબોડીના સ્તરની ચકાસણી કરવા માટે આ સર્વે મુંબઇના રહેવાસીઓ માટે હાથ ધરવામાં આવ્યો હતો. શહેરમાં ઝૂંપડપટ્ટી અને બિન-ઝૂંપડપટ્ટી એમ બંને પ્રકારના વિસ્તારોમાંથી સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. ઑગસ્ટ મહિનામાં વધુ એક સીરો સર્વે હાથ ધરવામાં આવશે. આજની સ્થિતિ અનુસાર મહારાષ્ટ્રમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા 1.48 લાખ છે. પૂણે જિલ્લામાં 43,838 સક્રિય કેસ છે. સમગ્ર દેશમાં સૌથી વધુ સક્રિય કેસ ધરાવતો જિલ્લો પૂણે છે. થાણે 37,162 સક્રિય કેસ સાથે બીજા ક્રમે છે જ્યારે મુંબઇ 22,443 કેસ સાથે ત્રીજા ક્રમે છે.
  • ગુજરાત: રવિવારે રાજ્યમાં કોવિડ-19ના નવા 1,110 કેસ પોઝિટીવ નોંધાયા હતા. આ સાથે, રાજ્યમાં આજદિન સુધીમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 55,822 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 753 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જેથી રાજ્યમાં કોરોના વાયરસના ચેપમાંથી મુક્ત થનારા કુલ દર્દીઓની સંખ્યા 40,365 થઇ ગઇ છે. રાજ્યમાં કોવિડના કારણે વધુ 21 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી આ મહામારીથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,326 લોકોએ જીવ ગુમાવ્યો છે.
  • રાજસ્થાન: રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા 448 કેસ પોઝિટીવ નોંધાયા છે જ્યારે વધુ 7 દર્દીઓ આ બીમારીમાં મૃત્યુ પામ્યા છે. આ સાથે રાજ્યમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા પોઝિટીવ કેસનો આંકડો વધીને 36,878 થઇ ગયો છે. આમાંથી 10,124 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 26,123 થઇ ગઇ છે. આજદિન સુધીમાં 631 દર્દી કોવિડના કારણે મૃત્યુ પામ્યા છે.
  • મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશમાં રવિવારે કોરોના વાયરસથી ચેપગ્રસ્ત વધુ 874 દર્દીઓ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 644 દર્દીઓ સાજા થઇ ગયા હતા અને 12 દર્દી મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા હાલમાં 7,857 છે. નવા નોંધાયેલા કેસોમાંથી સૌથી વધુ કેસ ભોપાલમાં (205 કેસ) નોંધાયા હતા અને ત્યારબાદ ઇન્દોર (149 કેસ) છે.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશ દ્વારા બહાર પાડવામાં આવેલી સુધારેલી SoP અનુસાર, રાજ્યમાં જેઓ મોટી પરિયોજનાઓ પર કામ કરી રહ્યાં છે તેવા નોંધાયેલા કોન્ટ્રાક્ટરોને પ્રત્યેક કોન્ટ્રાક્ટર દીઠ મહત્તમ 50 શ્રમિકો લાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે પ્રવેશ માટે ઑનલાઇન મંજૂરી મેળવવાની રહેશે અને પ્રત્યેક એન્ટિજેન પરીક્ષણ માટે રૂપિયા 500 ચુકવવાના રહેશે.
  • આસામ: જોરહાટ મેડકિલ કોલેજના સંકુલમાં વધુ એક વાયરલ સંશોધન અને વિકાસ લેબોરેટરી (VRDL) આજથી કાર્યાન્વિત થઇ છે. આ સાથે આસામમાં હવે 17 VRDL થઇ ગઇ હોવાનું આસામના આરોગ્યમંત્રી શ્રી હિમાંતા બિશ્વા શર્માએ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું.
  • મણિપુર: મણિપુરમાં કોવિડ-19 કોમન કંટ્રોલ રૂમના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રાજ્યના કોઇપણ હિસ્સામાં હજુ સુધી સામુદાયિક સંક્રમણ ફેલાતું હોવાના કોઇ જ સંકેતો નથી. RIMS, મણિપુરના સ્ટાફમાં કોવિડ-19ના કેસો મળી આવ્યા હોવાથી, આ હોસ્પિટલ તાત્કાલિક અસરથી 29 જુલાઇ સુધી સેનિટાઇઝેશન પ્રક્રિયા માટે બંધ કરી દેવામાં આવી છે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોહીમા જિલ્લા પ્રશાસન દ્વારા મીમા ગામ ખાતે સીમાંકન કરેલ વિસ્તારને હવે સીલ કરેલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દી મળી આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • સિક્કિમ: સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમસિંહ તમાંગની અધ્યક્ષતામાં આજે સન્માન ભવન ખાતે રાજ્યમાં કોવિડ-19 અંગેની સ્થિતિની સમીક્ષા કરવા માટે અને રાજ્ય સરકારની ભાવિ યોજના જાણવા માટે રાજ્ય ટાસ્ક ફોર્સની ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • કેરળ: આજે યોજાયેલી મંત્રીમંડળની વિશેષ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હવે આખા રાજ્યમાં લૉકડાઉન લાગુ કરવામાં આવશે નહીં કારણ કે અવ્યવહારુ છે. જે વિસ્તારોમાં ખૂબ જ વધુ પ્રમાણમાં સંક્રમણ થઇ રહ્યું છે ત્યાં પોલીસ તપાસ અને પ્રતિબંધો વધુ ચુસ્ત કરવામાં આવશે. દુકાનો ખોલવા અંગેનો નિર્ણય જે-તે જિલ્લા વહીવટીતંત્ર લઇ શકે છે. દરમિયાન, આજે કોઝિકોડમાં એક પરિવારની ત્રીજી વ્યક્તિ કોવિડના કારણે મૃત્યુ પામી હતી. અન્ય એક વ્યક્તિ ઇર્નાકુલમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોવિડના કારણે મૃત્યુ પામી હતી. રાજ્યમાં કોવિડના કારણે તાજેતરનો સત્તાવાર મૃત્યુઆંક 61 થઇ ગયો છે. કોટ્ટયમમાં કોવિડથી મૃત્યુ પામેલા દર્દીની અંત્યેષ્ઠિ અવરોધિત કરી રહેલા સ્થાનિક કાઉન્સિલર સહિત પચાસ વ્યક્તિ વિરુદ્ધ પોલીસે કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. કેરળમાં આજે કોવિડના કુલ નોંધાયેલા કેસનો આંકડો 19,000થી વધી ગયો છે. હાલમાં 9,655 સક્રિય કેસો સારવાર હેઠળ છે જ્યારે 1.56 લાખ લોકોને રાજ્યના વિવિધ જિલ્લામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: પુડુચેરીમાં ધારાસભ્ય અને વૉચ એન્ડ વૉર્ડને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યા પછી 27 અને 28 જુલાઇના રોજ પુડુચેરી વિધાનસભા પરિસર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. મદુરાઇ સરકારી રાજાજી હોસ્પિટલ ખાતે 29 નર્સો અને ડૉક્ટરોને કોવિડના પોઝિટીવ ટેસ્ટ આવ્યા છે. તામિલનાડુમાં આર્ટ્સ અને સાયન્સ કોલેજોમાં અરજી કરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે; હવે વિદ્યાર્થીઓ 1થી 10 ઑગસ્ટ દરમિયાન તેમના કાગળો અપલોડ કરી શકે છે. તામિડનાડુમાં કોવિડના કુલ કેસોમાં ચેન્નઇનો હિસ્સો હવે ઘટી રહ્યો છે જ્યારે અન્ય જિલ્લામાં વધુને વધુ કેસો ઉમેરાઇ રહ્યા છે. ગઇકાલે રાજ્યમાં નવા 6986 કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 85 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ચેન્નઇમાં નવા 1155 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 2,13,723; સક્રિય કેસ: 53,703; મૃત્યુ પામ્યા: 3494;  ચેન્નઇમાં સક્રિય કેસ: 13,744.
  • કર્ણાટકઃ સ્ટેનફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ અનુસાર, દેશમાં તમામ રાજ્યોમાં કોવિડ-19 સંબંધિત માહિતીની જાણકારીના સંદર્ભમાં કર્ણાટકની કામગીરી સૌથી શ્રેષ્ઠ છે. રાજ્યના વન મંત્રી આનંદ સિંહનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, તેઓ રવિવારનો કર્ફ્યૂ ચાલુ રાખવા અંગે નિર્ણય લેવા માટે કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોની રાહ જુએ છે. IISC દ્વારા ડિઝાઇન કરાયેલી મોબાઇલ લેબોરેટરીઓનો પ્રથમ સમૂહ કામગીરી માટે તૈયાર છે અને ટૂંક જ સમયમાં રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. કર્ણાટકમાં રવિવારે એક જ દિવસમાં સૌથી વધારે સંખ્યામાં 5,199 કોવિડ-19 કેસો નોંધાતાં કુલ આંકડો 96,141ને પાર કરી ગયો છે. રાજ્યમાં અત્યારે 58,417 સક્રિય કેસો છે અને રવિવારે 2,088 દર્દીઓને રજા અપાતા અત્યાર સુધી કુલ 35,838 દર્દીઓને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ કોવિડ-19 પરીક્ષણ હાથ ધરવા માટે રાજ્ય સરકારે ચાવીરૂપ દિશા-નિર્દેશો બહાર પાડ્યા છે. તેમાં નિર્દેશ અપાયો છે કે માત્ર ICMR માન્ય લેબોરેટરીઓ જ કોરોનાવાયરસનું પરીક્ષણ કરી શકશે. રાજ્ય સરકારે રેપિડ એન્ટિજેન ટેસ્ટ માટે મહત્તમ રૂ. 750 અને VRDL પરીક્ષણ માટે રૂ. 2,800ની ટોચ મર્યાદા  નિર્ધારિત કરી છે. રાજ્ય સરકાર 5 સપ્ટેમ્બરથી શાળાઓ ફરી ખોલવાનું આયોજન કરી રહી છે ત્યારે રાજ્ય-સંચાલિત શાળાઓ માટે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ કરાયો હતો. કોવિડ-19 દિશા-નિર્દેશો અનુસાર પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે માત્ર વાલીઓને જ પરવાનગી આપવામાં આવી છે. ગઇકાલે 7,627 નવા કેસો નોંધાયા હતા અને 56 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 96,298 છે, જ્યારે 48,956 કેસો સક્રિય છે અને 46,301 લોકોને રજા આપવામાં આવી છે.
  • તેલંગણાઃ કોવિડ-19ના નિયંત્રણ માટે ઉપાયો શોધવાના ક્ષેત્રમાં હૈદરાબાદે પોતાનું નોંધપાત્ર યોગદાન આપવાનું ચાલુ રાખ્યું છે. હૈદરાબાદની આવરા લેબોરેટરીએ ટૂંક સમયમાં રજૂ થનારી કોવિડ-19ની દવા સિપલેન્ઝા વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જ્યારે સિપ્લા લેબોરેટરી દ્વારા તેની જેનરિક આવૃત્તિ ફેવીપિરાવીર તૈયાર કરવામાં આવી છે. તેલંગણાની જિલ્લા હોસ્પિટલોએ રાજ્યના તમામ જિલ્લાઓમાં આઇસોલેશન સુવિધાઓ સ્થાપીને કોવિડ-19ના કેસોમાં સંભવિત વધારા માટે તૈયારીઓ કરી છે અને દર્દીઓને હૈદરાબાદની મુલાકાત ટાળવા માટે અપીલ કરવામાં આવી છે. રવિવારે 1,473 નવા કેસો નોંધાયા હતા, 774 લોકો સાજા થયા હતા અને 8 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા, 1,473 કેસોમાંથી 506 કેસો GHMCમાંથી નોંધાયા હતા. ગઇકાલ સુધી 55,532 કેસો નોંધાયા છે, જેમાંથી 12,955 કેસો સક્રિય છે અને 471 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.

ImageImage



(Release ID: 1641653) Visitor Counter : 427