PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 22 JUL 2020 6:21PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

 

Date: 22.07.2020

 

 

Text Box: •	છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થયા; 28,472 દર્દીને રજા આપવામાં આવી.
•	આજદિન સુધીમાં 7.5 લાખ કરતાં વધારે કોવિડના દર્દીઓ સાજા થયા; સાજા થવાનો દર 63% કરતાં વધારે નોંધાયો.
•	19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ 63.13% કરતાં વધારે.
•	દિલ્હીમાં સાજા થવાનો સૌથી વધુ દર 84.83% જ્યારે ત્યારબાદ બીજા ક્રમે લદ્દાખમાં 84.31% નોંધાયો.
•	આજે દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 4,11,133 નોંધાઇ.
•	સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન પાસેથી 4,475 ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સનો પહેલો જથ્થો પ્રાપ્ત થયો.

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ: 28,472 દર્દીઓને રજા આપવામાં આવી; આજદિન સુધીમાં દેશમાં કોવિડના 7.5 લાખથી વધુ દર્દી સાજા થયા; સાજા થવાનો દર 63% કરતાં વધુ નોંધાયો, 19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ 63.13% કરતાં વધારે

દેશમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ એટલે કે, 28,472 દર્દી કોરોનામાંથી સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સાજા થયેલા/રજા આપવામાં આવેલા દર્દીઓની અત્યાર સુધીની સર્વાધિક સંખ્યા નોંધાઇ છે. કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં આ આંકડો ઉમેરાતા આજદિન સુધીમાં દેશમાં કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 7,53,049 સુધી પહોંચી ગઇ છે. આના કારણે કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો દર પણ તીવ્ર વૃદ્ધિ સાથે 63.13% સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસથી અસરગ્રસ્ત દર્દીઓ સાજા થવાની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી સક્રિય કેસો (આજે 4,11,133)ની સરખામણીએ સાજા થયેલા દર્દીઓનો તફાવત વધીને 3,41,916 થઇ ગયો છે. આ તફાવતમાં સતત પ્રગતિકારક વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એક તરફ દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય દર સતત વધી રહ્યો છે ત્યારે, 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડમાંથી દર્દીઓ સાજા થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધારે નોંધાયો છે. દિલ્હીમાં સાજા થવાનો સૌથી વધુ દર 84.83% જ્યારે ત્યારબાદ બીજા ક્રમે લદ્દાખમાં 84.31% નોંધાયો. નવી દિલ્હી સ્થિત એઇમ્સ અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ઉત્કૃષ્ટતા કેન્દ્રો દ્વારા ICUમાં રાખવામાં આવેલા ગંભીર દર્દીઓની તબીબી સારવારમાં વધુ મદદ કરવામાં આવી રહી છે જેના પરિણામે, ભારતમાં કોવિડના કારણે મૃત્યુદર ઘટાડવામાં નોંધાપાત્ર સફળતા મળી છે. નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા શરૂ કરવામાં આવેલા e-ICU કાર્યક્રમ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન અને સહકાર માટેનું વધુ એક એવું પરિણામ છે જેનો ઉદ્દેશ મૃત્યદર ઘટાડવાનો છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640367

શ્રી અશ્વિનીકુમાર ચૌબેએ સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન પાસેથી 4,475 ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સનો પ્રથમ જથ્થો પ્રાપ્ત કર્યો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબેએ આજે સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન પાસેથી 4,475 ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સનો પહેલો જથ્થો પ્રાપ્ત કર્યો હતો. આ ફાઉન્ડેશને ભારતને કુલ 20,000 ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સનું દાન આપવાની ઓફર કરી છે. બાકી રહેલા ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સનો જથ્થો ઑગસ્ટ 2020માં પ્રાપ્ત થશે. આ ઉપકરણો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19ના મધ્યમ લક્ષણો ધરાવતા દર્દીઓના તબીબી વ્યવસ્થાપનમાં ઉપયોગમાં લેવા માટે આપવામાં આવશે. સિંગાપોર સ્થિત ટેમાસેક ફાઉન્ડેશન પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરતા શ્રી અશ્વિનીકુમાર ચૌબેએ જણાવ્યું હતું કે, ઓક્સીજન કોન્સન્ટ્રેટર્સના કારણે કોવિડ-19 સામેની લડાઇમાં દેશને ઘણી મદદ મળી રહેશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1640426

 

કોવિડ-19 સામેની લડાઇમાં મદદરૂપ થવા માટે SNBNCBS દ્વારા એક્ટિવ રેસ્પિરેટર અને નેનો-સેનિટાઇઝર તૈયાર કરવામાં આવ્યા

કોવિડ-19 મહામારીના કારણે ફેસ માસ્કનો ઉપયોગ દૈનિક જીવનનો એક હિસ્સો બની ગયું છે. જોકે, તેના કારણે સંખ્યાબંધ અગવડો પડી રહી છે જેના કારણે વાયરસનો ફેલાવો રોકવામાં અવરોધો આવી રહ્યા છે. કેટલાક લોકોને કાર્બન ડાયોક્સાઇડ (CO2) શ્વાસમાં પાછો જતો હોવાની સમસ્યા થાય છે જેના કારણે, માનવ કાર્યક્ષમતા ઘટે છે અને લાંબા કલાકો સુધી તેનો ઉપયોગ કરવાથી બ્રેઇન-હાઇપોક્સિઆ થાય છે, બહાર કાઢવામાં આવેલા ભેજના કારણે ચશ્મામાં ભેજ લાગે છે અને તેથી પરસેવો થવાની તેમજ માસ્કની અંદર ગરમ હવા રહેવાની સલામતીની સમસ્યાઓ તેમજ માસ્ક પહેરેલું હોય ત્યારે બોલતી વખતે સામેની વ્યક્તિને સ્પષ્ટ અવાજ ના સંભળાવાની સમસ્યા પણ થાય છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અંતર્ગત કોલકાતા સ્થિતિ સ્વાયત્ત સંશોધન સંસ્થા, એસ.એન. બોઝ રાષ્ટ્રીય મૂળભૂત વિજ્ઞાન કેન્દ્ર (SNBNCBS)ના નિદેશક પ્રોફેસર સમીત કુમાર રેના નેતૃત્વમાં પ્રોફેસર સમીર કે. પાલ અને તેમના સમૂહે એક્ટિવ રેસ્પિરેટર માસ્ક તૈયાર કર્યું છે જેમાં સાથે એક્સહેલેશન વાલ્વ અને લટકતું પર્ટિકલ્યુલર મેટર ફિલ્ટર પણ છે જેથી આ માસ્ક પહેર્યું હોય ત્યારે આરામદાયક રહે અને સ્વચ્છ હવા શ્વાસમાં લઇ શકાય. સક્રિય રેસ્પિરેટરી માસ્ક કાર્બન ડાયોક્સાઇડ, શ્વાસમાં બહાર આવેલો ભેજ ફરી અંદર ના જાય અને તેમજ માસ્કની અંદર પરસેવો અને ગરમ હવા ના થાય તેમ માટે નવીનતમ ઉકેલ છે. ઉપરાંત આ સંસ્થા દ્વારા, એન્ટી માઇક્રોબાયલ સ્તર આપતું નેનો સેનિટાઇઝર પણ તૈયાર કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640358

 

જલ જીવન મિશન: રાજ્યો એકબીજાથી આગળ નીકળવા માટે આંતરિક સ્પર્ધામાં; 7 રાજ્યોએ 2020-21 માટે 10%ના લક્ષ્ય કરતાં વધારે જોડાણ આપ્યા

ઑગસ્ટ 2019માં શરૂ કરવામાં આવેલા જલ જીવન મિશને 2019-20માં તેના અમલીકરણના માત્ર સાત મહિનામાં અંદાજે 85 લાખ ગ્રામીણ પરિવારોને શુદ્ધ પાણીના પૂરવઠા માટે નળના જોડાણ આપ્યા છે. વધુમાં, કોવિડ-19 મહામારી વચ્ચે પણ અનલૉક-1ની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં વર્ષ 2020-21માં 55 લાખ પાણીના નળના જોડાણ આપવામાં આવ્યા છે. આજની સ્થિતિ અનુસાર, 7 રાજ્યો એટલે કે, બિહાર, તેલંગાણા, મહારાષ્ટ્ર, હરિયાણા, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને મિઝોરમે આ વર્ષના તેમના નિર્ધારિત 10%ના લક્ષ્ય કરતા વધુ જોડાણ આપી દીધા છે. દેશમાં 18.93 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી, 4.60 કરોડ (24.30%) પરિવારોને પહેલાંથી જ નળના જોડાણ આપવામાં આવ્યા છે. નિર્ધારિત સમયમાં 14.33 કરોડ પરિવારોને આવરી લેવાનો અને તમામ નળ બરાબર કામ કરતા હોય તે સુનિશ્ચિત કરવાનો ઉદ્દેશ છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640244

 

શ્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારત અનલૉક થઇ રહ્યું હોવાતી જીવન અને આજીવિકા વચ્ચે સંતુલન સાધવાનું આહ્વાન કર્યું

કેન્દ્રીય સ્ટીલ અને પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે કોવિડ-19ના સમયમાં કામ કરવુંવિષય પર સ્ટીલ મંત્રાલયના ઉપક્રમે યોજાયેલા વેબિનારમાં સંબોધન કર્યું હતું. આ પ્રસંગે બોલતા શ્રી પ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં આપણે કેટલાક પ્રોટોકોલ અને આચરણો અમલમાં મૂક્યા જેના કારણે કોવિડ-19 મહામારીના સંક્રમણને નિયંત્રણમાં રાખવામાં નોંધપાત્ર સ્તરે સફળ રહ્યા છીએ. તેમણે આ વાયરસના ચેપનો ફેલાવો નિયંત્રણમાં રાખવા માટે નિષ્ણાતો દ્વારા કરવામાં આવતી તમામ ભલામણોનું પાલન કરવાનું ચાલું રાખવાની જરૂરિયાત અંગે, સામાજિક અંતરનું પાલન કરવા અંગે, માસ્ક પહેરવા વિશે, હાથ ધોવા અંગે પણ કહ્યું હતું. આ પ્રસંગે સ્ટીલ રાજ્યમંત્રી શ્રી ફગ્ગનસિંહ કુલસ્તેએ કોવિડ મહામારી સામેની લડતમાં દર્દીઓના સાજા થવાના ઉચ્ચ દર માટે સ્ટીલ CPSEની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. તેમણે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આર્થિક પેકેજ અને વધુ આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની જરૂરિયાત અંગે પણ વાત કરી હતી. નવી દિલ્હીના એઇમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ ફરી કામ શરૂ કરતી વખતે, ન્યૂ નોર્મલ સાથે અનુકૂળ બનાવ માસ્ક પહેરીને, સામાજિક અંતરનું પાલન કરીને, હાથ ધોઇને તેમજ પોતાની જાત પર દેખરેખ રાખીને, સંપર્ક ટ્રેસિંગ કરીને અને કાર્યસ્થળે ફરી ગોઠવણ કરીને ચેપનું જોખમ ઓછુ કરવા માટે કયા પગલાં લેવા જોઇએ તે અંગે વાત કરી હતી.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640243

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • હરિયાણા: હરિયાણા સરકારે રાજ્યમાં જ્યાં સુધી કોવિડ-19ના પોઝિટીવ કેસો નોંધાતા રહેશે ત્યાં સુધી એક મધ્યસ્થ જેલ અને ત્રણ જિલ્લા જેલને વિશેષ જેલ (હંગામી) જેલ તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે જ્યાં હરિયાણામાં ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવેલા પુરુષ ગુનેગારોને બંધ કરવામાં આવશે. કેદીઓનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવે અને તેમના રિપોર્ટ પ્રાથમિકતાના ધોરણે જમા કરાવવામાં આવે તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
  • હિમાચલ પ્રદેશ: રાજ્યના રાજ્યપાલે જણાવ્યું હતું કે, મહામારીના આ સમયગાળા દરમિયાન, કૃષિ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, જેઓ અન્ય રાજ્યોમાંથી પરત આવ્યા છે તે હિમાચલવાસીઓ, તેઓ હવે જો પોતાના ગામમાં ખેતીકામ કરવા માટે રહેવા માંગે છે તો જિલ્લા વહીવટીતંત્રએ તેમને મદદ કરવા માટે આગળ આવવું જોઇએ. તેમણે કહ્યું કે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ત્રણ વટહુકમ અંગે લોકોમાં વ્યાપક પ્રસાર કરવો જોઇએ જેથી ખેડૂતો તેમના લાભો મેળવી શકે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવેલા ત્રણ વટહુકમમાં સીમાચિહ્નરૂપ નિર્ણયો સામેલ કરવામાં આવ્યા છે જેનાથી ભારતીય ખેડૂતોને મોટા લાભ થશે અને કૃષિ ક્ષેત્રમાં પણ પરિવર્તન આવશે
  • કેરળ: કોવિડના કેસોમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી આલુવા મ્યુનિસિપાલિટી અને સાત પંચાયતોમાં આજે મધ્યરાત્રીથી કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આજે વધુ ચાર દર્દીઓ કોવિડ-19ના કારણે મૃત્યુ પામ્યા છે જેથી કુલ મૃત્યુઆંક વધીને 48 થઇ ગયો છે. ચાર દર્દીઓ કોલ્લમ, કોઝિકોડ, કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં થયા હતા. દરમિયાન, રાજ્ય સરકારે કોવિડ-19ના પરીક્ષણોમાં વિલંબ ટાળવા માટે કોવિડ-19ની સારવાર માટેની કામગીરીમાં ફેરફાર કર્યો છે. હવેથી, માત્ર એન્ટિજેન પરીક્ષણના પરિણામોના આધારે દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે અને RT-PCRના પરિણામોની જરૂર નહીં પડે. ત્રણ મેડિકલ કોલેજમાં ગર્ભવતી મહિલા સહિત દસ કરતા વધુ દર્દીઓને પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે અને અંદાજે ત્રીસ ડૉક્ટરને ક્વૉરેન્ટાઇનમાં દેખરેખ હેઠળ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ શુક્રવારે રાજ્યમાં તાજેતરની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ગઇકાલે રાજ્યમાં કુલ 720 નવા કેસો પોઝિટીવ નોંધાયા હતા જેમાંથી 528 દર્દીઓને સંપર્ક આધારિત ચેપ લાગ્યો હતો જ્યારે 34ને અજ્ઞાત સ્રોતોથી ચેપ લાગ્યો હતો. હાલમાં રાજ્યમાં 8,056 દર્દીઓ સારવાર હેઠળ છે અને 1.54 લાખ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • તમિલનાડુ: બસ એન્ડ કાર ઓપરેટર્સ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા (BOCI) અને તમિલનાડુ ઓમ્ની બસ માલિક સંગઠન (TOBOA), ખાનગી મુસાફર બસ ચાલકના પ્રતિનિધીએ રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે, કોવિડના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનમાં થયેલા નુકસાન બદલ તેમને તાત્કાલિક રાહત આપવામાં આવે. મંગળવારે કુડ્ડાલો જિલ્લારમાં 58 નવા કેસ નોંધાયા હતા જેમાં કુડ્ડાલોર, વિલ્લુપુરમ અને કલ્લાકુરિચી સબ-જેલના 18 કેદીઓ પણ સામેલ છે. રાજાપયલમના ધારાસભ્ય એસ. થાંગાપંડિયનને કોવિડ-19નો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે અને તેમને મદુરાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગઇકાલે રાજ્યમાં 4965 નવા કેસ નોંધાયા હતા જ્યારે 75 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસ: 1,80,643; સક્રિય કેસ: 51,344; મૃત્યુ પામ્યા: 2626;  ચેન્નઇમાં સક્રિય કેસ: 14,952.
  • કર્ણાટક: ગઇકાલે કોવિડ ટાસ્ટ ફોર્સ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, પરીક્ષણની સંખ્યા વધારવા માટે 4 લાખ એન્ટિજેન પરીક્ષણ કિટ્સ અને 5 લાખ સ્વેબ કિટ્સ ખરીદવામાં આવશે. સરકારે ખાનગી લેબોરેટરીમાં કોવિડના પરીક્ષણના દર નિર્ધારિત કર્યા છે; સરકાર દ્વારા ભલામણ કરવામાં આવેલા કેસ માટે રૂ. 2000 અને જાતે જ પરીક્ષણ કરાવનારા કેસ માટે રૂ. 3000 ચાર્જ નિર્ધારિત કરવામાં આવ્યો છે. પરીક્ષણની સંખ્યા વધારવા માટે 16 RTPCR અને 15 સ્વયંચાલિત RNA એક્સટ્રેક્શન યુનિટ્સ સ્થાપિત કરવામાં આવશે. આનાથી દરરોજ 50,000 પરીક્ષણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળશે. હાલમાં સરકારી હોસ્પિટલોમાં ઉપબલ્ધ થતી રેમડેસિવિર હવે સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં પૂરી પાડવામાં આવશે જેથી આ દવાના કાળાબજારને અંકુશમાં લાવી શકાય. BBMP દ્વારા શહેરમાં 291 ખાનગી હોસ્પિટલોને બેડની ઉપલબ્ધતાની વિગતો પૂરી ના પાડવા બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના નવા 3647 કેસ નોંધાયા હતા અને 61 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા; 1714 નવા કેસ બેંગલોર શહેરમાં નોંધાયા હતા. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 44,140 છે.
  • આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના રાજ્યપાલે રાજ્યના અધિકારીઓને વિવિધ કોવિડ-19 હોસ્પિટલોમાં ઉપલબ્ધ બેડની સંખ્યાના ડેટાની માહિતી ઑનલાઇન પૂરી પાડવાની સલાહ આપી હતી જેથી જરૂરિયાતમંદ લોકોને સરળતાથી આ માહિતી મળે. નેલ્લોર જિલ્લા કલેક્ટરે જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને કોવિડ-19ના દર્દીઓને દાખલ કરવા માટે ICU બેડ પૂરા પાડવા જણાવ્યું હતું કારણ કે આગામી બે મહિનામાં હજુ પણ કોવિડનો ફેલાવો વધવાથી કેસોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની આશંકા છે. વિશાખાપટ્ટનમમાં વેપારીઓએ કોરોના વાયરસના કેસોના સંખ્યા અને મૃત્યુદરમાં થઇ રહેલી વૃદ્ધિના કારણે જાતે જ લૉકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ગઇકાલે 4944 નવા કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી જ્યારે 62 દર્દી કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 58,668; સક્રિય કેસ: 32,336; મૃત્યુ પામ્યા: 758.
  • તેલંગાણા: વીમા નિયામક અને વિકાસ સત્તામંડળ (IRDA) દ્વારા હૈદરાબાદમાં નેટવર્ક હોસ્પિટલોને કોવિડ-19ના દર્દીઓની સારવારનો ઇનકાર કરવા સામે ચેતવણી આપવામાં આવી છે. ગઇકાલે રાજ્યમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત 1430 નવા કેસ નોંધાયા હતા અને 07 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા; રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 47,705; સક્રિય કેસ: 10,891; મૃત્યુ પામ્યા: 429.
  • મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પાંચમા મંત્રી અબ્દુલ સત્તાર, પશુ સંવર્ધન રાજ્યમંત્રીને કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ આવ્યો હોવાની પુષ્ટિ થઇ છે. દરમિયાન, NCPના ફૌઝિયા ખાન, રાજ્યસભાના સાંસદને પણ કોવિડનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો છે. રાજ્યમાં કોવિડ-19ના નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,27,031 સુધી પહોંચી ગઇ છે. જોકે, મંગળવારે રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 1,32,236 નોંધાઇ હતી. મુંબઇમાં દરરોજ 6,000થી 7,000 પરીક્ષણો કરવામાં આવતા હોવા છતાં, કોવિડના નવા 995 કેસ પોઝિટીવ નોંધાયા હતા.
  • ગુજરાત: ગુજરાતમાં કોવિડ-19ના અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા 50,000નો આંકડો વટાવી ગઇ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1026 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે જે આજદિન સુધીમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. મંગળવારે કોવિડના કારણે રાજ્યમાં વધુ 34 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં હતા જેથી રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2,201 થયો છે. સુરતમાં સૌથી વધુ 298 નવા કેસ નોંધાયા હતા જ્યારે તે પછી અનુક્રમે અમદાવાદ (199 કેસ), વડોદરા (75 કેસ) અને રાજકોટ (58 કેસ)માં સૌથી વધુ કેસ નોંધાયા હતા.
  • રાજસ્થાન: રાજ્યમાં આજે સવારે 10.30 વાગ્યા સુધીમાં કોવિડ-19ના વધુ 226 પોઝિટીવ નોંધાયા છે. મંગળવારે રાત્રે 8.30 કલાક સુધીમાં 983 નવા કેસ નોંધાયા હતા. આમ રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 31,599 થઇ ગઇ છે જેમાંથી 8,129 સક્રિય કેસ સારવાર હેઠળ છે જ્યારે 22,889 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 581 દર્દી મૃત્યુ પામ્યા છે. રાજ્યના મંત્રીમંડળે કોવિડ-19ના કારણે ઉભી થયેલી કટોકટીની સ્થિતિમાં 35 લાખ જરૂરિયાતમંદ પરિવારોને રૂપિયા 1000ની આર્થિક સહાય પરિવાર દીઠ આપવાની દરખાસ્તને મંજૂર રાખી છે. મંત્રીમંડળે પર્યટન, હોટેલ અને મલ્ટીપ્લેક્સ ક્ષેત્રના એકમોને રાજસ્થાન રોકાણ પ્રોત્સાહન યોજના અંતર્ગત આપવામાં આવતા લાભોની મુદત વધુ એક વર્ષ સુધી લંબાવી છે.
  • મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં કોવિડના નવા 785 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કુલ નોંધાયેલા કેસની સંખ્યા 24,095 થઇ ગઇ છે. જોકે, મંગળવારે રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 7,082 નોંધાઇ હતી. સાથે સાથે 573 દર્દીઓ સાજા થઇ ગયા હતા જેથી રાજ્યમાં કુલ સાજા થયેલાની સંખ્યા વધીને 16,257 થઇ ગઇ છે.
  • છત્તીસગઢ: છત્તીસગઢના રાયપુર, સુર્ગુજા, રાયગઢ અને બલોદા બજાર જિલ્લામાં આજથી સાત દિવસ માટે ચુસ્ત લૉકડાઉનના પ્રતિબંધોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. આવા જ પ્રતિબંધો દુર્ગ, કોર્બા અને બિલાસપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે મધ્યરાત્રીથી લાગુ કરવામાં આવશે. છત્તીસગઢમાં હાલમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યા 1,588 છે.
  • ગોવા: કોવિડ-19ના પોઝિટીવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોવાથી ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે જણાવ્યું હતું કે, રાજ્ય કોવિડ-19ના લક્ષણો ના ધરાવતા હોય તેવા પોઝિટીવ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહેવા માટે મંજૂરી આપવા તૈયાર છે. આજની તારીખે ગોવામાં કોવિડ-19ના સક્રિય કેસની સંખ્યા 1,552 છે, જેમાંથી 174 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.
  • અરુણાચલ પ્રદેશ: રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, પાપુમાપ્રેમાં મિડપુ ખાતે પ્રિફેબ્રિકેટેડ સમર્પિત કોવિડ હોસ્પિટલ આ મહિનાના અંત સુધીમાં કાર્યાન્વિત થઇ જશે.
  • મેઘાલય: મેઘાલયની સરકારે રાજ્યમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો લાવવા માટે 186 PHC અને CHCમાં રૂપિયા 75 કરોડનું રોકાણ કરવાનો નિર્ણય લીધો છે.
  • મણિપુર: કોવિડ રાહત સમિતિના સભ્યો અને મૈરાપૈબી નેતાઓએ બિશ્નુપુરમાં આવેલી જિલ્લા હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ સંભાળ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું અને તેને બિશ્નુપુરમાં લૌકોઇપટ ખાતે જુની DC કચેરીના કોમ્પલેક્સમાં તાત્કાલિક અસરથી ખસેડવાનો નિર્ણય લીધો હતો. મણિપુરમાં, તબીબી વિજ્ઞાન માટે પ્રાદેશિક સંસ્થા (RIMS), ઇમ્ફાલમાં તાવ અને કફના લક્ષણો ધરાવતા તમામ કર્મચારીઓને ઓફિસમાં ના આવવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.
  • મિઝોરમ: સુરક્ષા દળોમાં કોવિડ-19નું સંક્રમણ નિયંત્રિત કરવા માટે લુંગલેઇ જિલ્લાના વહીવટીતંત્ર અને સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં નિર્ણય લીધો હતો કે, આ સમસ્યા સંબંધિત SOPનું સુસ્ત પાલન કરવામાં આવશે.
  • નાગાલેન્ડ: મોન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, કોઇપણ પ્રકારના મેળાવડા કે મિલનમાં મુલાકાતીઓ/ મહેમાનોની વિગતોની નોંધણી રાખવી પડશે જેથી જરૂર જણાય ત્યારે કોવિડ-19થી ચેપગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કોના ટ્રેસિંગમાં મદદ મળી શકે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1640498) Visitor Counter : 258