PIB Headquarters
કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Posted On:
21 JUL 2020 8:04PM by PIB Ahmedabad


કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન
Date: 21.07.2020

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)
Press Information Bureau
Ministry of Information and Broadcasting
Government of India


આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ: કુલ સાજા થયેલાની સંખ્યા 7.2 લાખ કરતા વધુ થઇ; દર્દીઓ સાજા થવાનો રાષ્ટ્રીય દર વધીને 62.72% થયો; કોવિડના કારણે મૃત્યુદર વધુ ઘટીને 2.43% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 24,491 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. આ કારણે દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા વધીને 7,24,577 સુધી પહોંચી ગઇ છે. દર્દીઓનો સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર વધીને 62.72% થઇ ગયો છે. સમગ્ર દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે. હાલમાં ભારતમાં કોવિડના કારણે મૃત્યુદર વધુ ધટીને 2.43% નોંધાયો છે અને તેમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલમાં સાજા થયેલા લોકો અને સક્રિય દર્દીઓ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે અને હાલમાં તે 3,22,048 થઇ ગયો છે. વર્તમાન સ્થિતિ અનુસાર, દેશમાં અત્યારે સક્રિય કેસોની સંખ્યા 4,02,529 છે અને તમામ દર્દીઓને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 3,33,395 સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આજદિન સુધીમાં દેશમાં કુલ 1,43,81,303 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. હાલમાં દેશમાં કોવિડના પરીક્ષણની લેબોરેટરીની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને દેશમાં પરીક્ષણની લેબોરેટરીની સંખ્યા વધીને 1274 થઇ ગઇ છે.
WHO દ્વારા આપવામાં આવેલી સલાહ અનુસાર 19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દરરોજ 140 કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવે છે; ભારતમાં હાલમાં પોઝિટીવિટીનો દર 8.07% છે; 30 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટીનો દર ભારતની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો નોંધાયો છે
આજની તારીખે દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક પરીક્ષણની સરેરાશ સંખ્યા 180 કરતા વધી ગઇ છે. WHO દ્વારા બહાર પાડવામાં આવેલા દિશાનિર્દેશમાં “કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક અંતર સમાયોજિત કરવા માટે જાહેર આરોગ્ય માપદંડો” અંગે કરવામાં આવેલી નોંધમાં શંકાસ્પદ કોવિડના કેસોના વ્યાપક સર્વેલન્સ અંગે સલાહો આપવામાં આવી છે. WHO દ્વારા સલાહ આપવામાં આવી છે કે, દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ 140 પરીક્ષણ થવા જોઇએ. હાલમાં દેશમાં 19 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દરરોજ સરેરાશ 140 કરતા વધારે પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. ગોવા રાજ્યમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 1333 પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે.

સતત પરીક્ષણોની સંખ્યા વધી રહી હોવાથી, ભારતમાં પુષ્ટિ થવાનો દર અથવા પોઝિટીવિટી દર એકધારો ઘટી રહ્યો છે અને હાલમાં દેશનો સરેરાશ પોઝિટીવિટી દર 8.07% છે. ભારતમાં 30 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં દેશના સરેરાશ દર કરતા ઓછો પોઝિટીવિટી દર નોંધાયો છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640137
દિલ્હીમાં જૂન 2020માં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સેરો-પ્રિવેલેન્સ અભ્યાસ કરવામાં આવ્યો
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)એ દિલ્હીમાં કોવિડ-19 મામલે સેરો-પ્રિવેલેન્સ અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની દિલ્હી સરકારના સહયોગથી રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC) દ્વારા અત્યંત શુદ્ધ બહુ-સ્તરીય સેમ્પલ અભ્યાસ ડિઝાઇન કર્યા પછી હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ 27 જૂન 2020થી 10 જુલાઇ 2020 સુધીમાં હાથ ધરવામાં આવ્યો હતો. દિલ્હીના 11 જિલ્લામાં આ સર્વેક્ષણ માટે ટીમોની રચના કરવામાં આવી હતી. પહેલાંથી પસંદ કરવામાં આવેલા લોકો પાસેથી લેખિત સંમતિ લીધા પછી તેમના લોહીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા અને પછી તેના સેરોનું IgG એન્ટીબોડી અને સંક્રમણ માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) દ્વારા માન્યતાપ્રાપ્ત કોવિડ કવચ એલિસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એલિસા પરીક્ષણનો ઉપયોગ કરીને દેશમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા સૌથી મોટા સેરો-પ્રિવેલેન્સ અભ્યાસમાંથી એક છે. લેબોરેટરીઓના માપદંડો અનુસાર 21,387 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા અને પછી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણોથી સામાન્ય નાગરિકોમાં એન્ટીબોડીની ઉપસ્થિતિની ઓળક કરવામાં મદદ મળી હતી. આ પરીક્ષણો એક નૈદાનિક પરીક્ષણ નથી પરંતુ માત્ર SARSCoV-2ના કારણે પોઝિટીવ આવેલા લોકોના અગાઉના સંક્રમણોની માહિતી પૂરી પાડે છે. સેરો-પ્રિવેલેન્સ અભ્યાસના પરિણામો દર્શાવે છે કે, સમગ્ર દિલ્હીમાં સરેરાશ IgG એન્ટીબોડી પ્રિવેલેન્સ 23.48% છે. આ અભ્યાસ એવું પણ સૂચિત કરે છે કે, મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો બીમારીના લક્ષણો વગરના છે.
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રીએ વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને સુખાકારી માટે તેમને મનોવૈજ્ઞાનિક સહકાર આપવા HRD મંત્રાલયની મનોદર્પણ પહેલનો પ્રારંભ કર્યો
કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રી શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે’ આજે દિલ્હીમાં વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને સુખાકારી માટે તેમને મનોવૈજ્ઞાનિક સહકાર આપવા HRD મંત્રાલયની મનોદર્પણ પહેલનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી રમેશ પોખરિયાલ 'નિશંકે’ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં કોવિડ-19ની સ્થિતિએ એ દરેક વ્યક્તિ માટે પડકારજનક તબક્કો છે તે સમજી શકાય છે. તેમણે માહિતી આપી હતી કે, HDR મંત્રાલયને લાગ્યું કે, એકતરફ શૈક્ષણિક મોરચે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વનું છે તેની સાથે સાથે, વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને સુખાકારીને પણ ધ્યાન લેવાની એટલી જ જરૂર છે. આથી, મંત્રાલયે આ પહેલ હાથ ધરી છે જેને મનોદર્પણ નામ આપવામાં આવ્યું છે. આ પહેલમાં કોવિડ-19 મહામારી દરમિયાન અને તે પછી પણ વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય અને સુખાકારી માટે મનોવૈજ્ઞાનિક આધાર આપી શકે તેવી સંખ્યાબંધ પ્રવૃત્તિઓને સમાવી લેવામાં આવી છે. તેમણે વધુમાં એવી પણ માહિતી આપી હતી કે, માનસિક આરોગ્ય અને વિદ્યાર્થીઓની ચિંતાઓ પર દેખરેખ રાખવા અને તેને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણના ક્ષેત્રના નિષ્ણાતો સાથેના માનસિક આરોગ્ય અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અંગેના એક કાર્યકારી સમૂહની રચના કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને કોવિડ-19 લૉકડાઉન દરમિયાન અને તે પછી, કાઉન્સેલિંગ સેવાઓ, ઑનલાઇન સંસાધનો અને હેલ્પલાઇનની મદદથી માનસિક આરોગ્ય અને મનોવૈજ્ઞાનિક પાસાઓનો ઉકેલ લાવવા માટે યોગ્ય સહકાર પૂરો પાડી શકાય.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640208
પ્રધાનમંત્રી શ્રી 22 જુલાઇના રોજ ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનને સંબોધિત કરશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઇના રોજ ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનમાં મુખ્ય સંબોધન આપશે. આ શિખર સંમેલનનું આયોજન અમેરિકા-ભારત બિઝનેસ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે કાઉન્સિલની રચનાની 45મી વર્ષગાંઠ છે. આ વર્ષની ઇન્ડિયા આઈડિયાઝ શિખર સંમેલનની થીમ છે - ‘એક વધુ સારા ભવિષ્યનું નિર્માણ’. વર્ચુઅલ શિખર સંમેલનમાં ભારતીય અને અમેરિકી સરકારના નીતિ નિર્માતાઓ, રાજ્ય-કક્ષાના અધિકારીઓ, અને વ્યવસાય અને સમાજનાં વિચારક નેતાઓની ઉચ્ચસ્તરીય ઉપસ્થિતિ રહેશે. આ શિખર સંમેલન ભારત-અમેરિકા સહયોગ અને રોગચાળા પછીના વિશ્વમાં બંને દેશો વચ્ચેના સંબંધના ભાવિ સહિતના ક્ષેત્રો પરની ચર્ચાનું સાક્ષી બનશે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1640163
આત્મનિર્ભર ભારતના લક્ષ્ય હાંસલ કરવા માટે 1 કરોડ યુવા સ્વયંસેવકોને સામેલ કરવાના ઉદ્દેશથી યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે યુનિસેફ સાથે ભાગીદારી કરી
પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના આહ્વાનમાં યોગદાન આપવા માટે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી કિરણ રિજિજુના ભારતમાં એક કરોડ યુવા સ્વયંસેવકોને આ દિશામાં ક્રિયાશીલ કરવાના દૃષ્ટિકોણને સાકાર કરવા માટે, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ભારતના યુવાનોમાં સ્વૈચ્છિકતાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેમને શિક્ષણ અને ઉત્પાદન માટે જ્ઞાન પ્રાપ્તિમાં સહાયતા પૂરી પાડવા અને કૌશલ્ય સાથે સક્રિય નાગરિક બનાવવા માટે, યુવા (યુનિસેફ દ્વારા રચવામાં આવેલ બહુ-હિતધારક મંચ) માટે એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ ભાગીદારી અંગે શ્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે, “આ ભાગીદારી એક પડકારજનક સમય માટે ખૂબ જ યોગ્ય છે. મને વિશ્વાસ છે કે, આ આપણી વર્તમાન નીતિઓ પર મજબૂત રીતે ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારત એક વિશાળ જનસમુદાય ધરાવતો દેશ છે જ્યાં કોઇપણ ક્ષેત્રના યુવાનોના યોગદાનથી માત્ર ભારતમાં નહીં પરંતુ વૈશ્વિક મંચ પર પણ પરિવર્તન આવી શકે છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639995
ભારતમાં પોતાની રીતે પ્રથમ એવા સાર્વજનિક EV ચાર્જિંગ પ્લાઝાનું કેન્દ્રીય ઉર્જા મંત્રીએ ઉદ્ઘાટન કર્યું
બદલાતી ઉર્જા કાર્યદક્ષતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઇ-પરિવહનને પ્રોત્સાહન આપવાના આશય સાથે કેન્દ્રીય ઉર્જા, નવી અને અક્ષય ઉર્જા મંત્રી શ્રી આર.કે. સિંહે ભારતમાં સૌપ્રથમ સાર્વજનિક EV (ઇલેક્ટ્રિક વાહન) ચાર્જિંગ પ્લાઝાનું ગઇકાલે કેલ્મ્સફોર્ડ ક્લબ ખાતે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે શ્રી સિંહે જણાવ્યું હતું કે, “EV ચાર્જિંગ પ્લાઝા ભારતમાં ઇ-પરિવહન સર્વવ્યાપકતા માટે નવું મુકામ છે અને તે અનુકૂળ છે. આવી નવીનતમ પહેલ દેશમાં મોટાપાયે અને મજબૂત રીતે ઇ-પરિવહન ઇકોસિસ્ટમ તૈયાર કરવા માટે જરૂરી છે.” મંત્રીશ્રીએ “સલામતી અને કાર્યદક્ષતા માટે ઇન્ડોર હવાની ગુણવત્તા સુધારવા માટે એર-કન્ડિશનિંગના રીટ્રોફિટ” (RAISE) રાષ્ટ્રીય કાર્યક્રમનો પણ પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમના આરંભ પ્રસંગે શ્રી સિંહે જણાવ્યું હતું કે, RAISE પહેલ સમગ્ર દેશમાં કાર્યસ્થળોએ ખરાબ હવાની ગુણવત્તાને દૂર કરવાની સંભાવના ધરાવે છે અને દેશને વધુ સ્વાસ્થ્યપ્રદ તેમજ હરિત બનાવવાની દિશામાં મોખરાની રીતો પૂરી પાડવાની સંભાવના ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી ભારતમા હવાની નબળી ગુણવત્તા ચિંતાનો વિષય છે અને કોવિડ-19 મહામારીના કારણે તે વધુ મહત્વપૂર્ણ બની ગયો છે. લોકો તેમના ઘરો અને ખુલ્લી જગ્યાઓમાં પાછા આવી રહ્યા છે તેથી ઇન્ડોર હવાની ગુણવત્તા સારી જળવાઇ રહે તે દરેક વ્યક્તિની આરામદાયકતા, સુખાકારી, ઉત્પાદનક્ષમતા અને એકંદરે જાહેર આરોગ્ય માટે આવશ્યક છે.
વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639976
PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ
- ચંદીગઢ: કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે જણાવ્યું હતું કે, જાહેર બગીચાઓ, સુખના તળાવ, બજારો વગેરે જેવા જાહેર સ્થળોએ ભેગા થતાં લોકોમાં માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સંબંધિત બાબતોનો કડક અમલ થવો જોઇએ. તેમણે પોલીસ મહાનિદેશકને લોકોમાં કોવિડ વિરુદ્ધ જાળવવાની સાવધાની સંબંધિત જાગૃતિ ફેલાવવા માટે વિવિધ રહેણાંક વિસ્તારો અને સેક્ટરમાં ફ્લેગ માર્ચ યોજવા નિર્દેશો આપ્યા છે. તેમણે વધુમાં વિવિધ હોસ્પિટલોમાં સુરક્ષા ચુસ્ત કરવા પણ નિર્દેશો આપ્યાં છે, જેથી આરોગ્ય સંભાળ કાર્યકર્તાઓ ભયમુક્ત વાતાવરણ અનુભવી શકે. પ્રશાસકે નિર્દેશો આપ્યા હતા કે કોવિડના જોખમ અંગે લોકોને જાગૃતિ કરવા માટે વિવિધ વિભાગોમાં જુદી-જુદી IEC પ્રવૃતિઓ હાથ ધરવી જોઇએ અને આરોગ્યપ્રદ સ્વચ્છતા પ્રણાલીઓ પણ અપનાવવી જોઇએ.
- પંજાબ: રાજ્ય જેલ વિભાગે સમગ્ર રાજ્યમાં આવેલી જેલોમાં કોવિડ-19ની પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે ત્રિ-આયામી રણનીતિ ઘડી કાઢી છે. આ રણનીતિમાં નિવારણ, તપાસ અને ઓળખ તથા સારવાર અને ઉપશમનનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્તરે રોજિંદી કામગીરીઓ કરવામાં કર્મચારીઓની સાથે સાથે કેદીઓને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખવા અને તેને ઉકેલવા રાજ્ય સ્તરે દેખરેખ ટીમ અને જિલ્લા સ્તરે દેખરેખ ટીમોનું પહેલાથી જ ગઠન કરવામાં આવ્યું છે.
- હરિયાણા: હરિયાણાના આરોગ્યમંત્રી અનિલ વિજે જણાવ્યું હતું કે રાજ્યમાં કોવિડ-19નો સાજા થવાનો દર આશરે 75% છે અને કેસોને બમણાં થવામાં આશરે 22-23 દિવસ જેટલો સમય લાગે છે. તેમણે જણાવ્યું હતું કે, જો આ આંકડાઓને ધ્યાનમાં લેવામાં આવે તો રાજ્યમાં સામુદાયિક સંક્રમણના કોઇ સંકેતો જણાતા નથી. તેમણે જણાવ્યું હતું કે, ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવેલી રસીનું રોહતક ખાતે આવેલી તબીબી વિજ્ઞાનની પંડિત ભગવત દયાળ શર્મા અનુસ્નાતક સંસ્થામાં માનવ પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, જેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થવાની પૂરેપૂરી સંભાવના છે. દવાના પરીક્ષણ દરમિયાન લોકો ઉપર કોઇ આડઅસર જોવા મળી નથી, જેને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગની મહત્ત્વની સફળતા ગણવામાં આવી રહી છે.
- હિમાચલ પ્રદેશ: રાજ્યના મંત્રીમંડળે પોતાનું વપરાશ આયુષ્ય પૂરું કરી ચૂકેલી એમ્બ્યુલન્સના સ્થાને રાષ્ટ્રીય એમ્બ્યુલન્સ સેવા-108 અંતર્ગત 38 એમ્બ્યુલન્સ બદલવાની મંજૂરી આપી દીધી છે. વર્તમાન સમયમાં રાજ્યમાં આરોગ્ય વ્યવસ્થા માટે 108 એમ્બ્યુલન્સ સેવા મુખ્ય આધાર બની ગઇ છે. કોવિડ-19 મહામારીના કારણે ભંડોળની ખેંચને ધ્યાનમાં રાખતાં મંત્રીમંડળે રાજ્યમાં બસ ભાડામાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. પર્વતીય અને મેદાની વિસ્તારો માટે ત્રણ કિલોમીટરથી વધારે અંતરની તમામ મુસાફરી માટે વર્તમાન પ્રતિ કિલોમીટર દીઠ ભાડામાં 25%નો વધારો કરવામાં આવશે.
- કેરળ: એક 75 વર્ષીય ઇડુકીના રહેવાસીનું કોવિડ-19ના કારણે આજે મૃત્યુ થતાં રાજ્યનો કુલ મૃત્યુઆંક વધીને 44 ઉપર પહોંચી ગયો છે. આ દરમિયાન, સામાન્ય શિક્ષણ વિભાગે માહિતી આપી હતી કે રાજ્યમાં શાળાઓ ફરી ખોલવા અંગેનો નિર્ણય ઑગસ્ટમાં કોવિડની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ લેવામાં આવશે. આલુવાના કામચલાઉ આવાસમાં 18 સાધ્વીઓનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ કોવિડના કારણે તાજેતરમાં મૃત્યુ પામેલી નન (સાધ્વી)ના સંપર્કમાં આવ્યાં હતા. ખાનગી હોસ્પિટલોમાં કોવિડ દર્દીઓની સારવાર અંગે અનિશ્ચિતતા ચાલુ છે ત્યારે આરોગ્ય મંત્રી કે.કે. શૈલેજાએ જણાવ્યું હતું કે આગામી એક-બે દિવસમાં આ મુદ્દો ઉકેલી લેવામાં આવશે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19ના 704 નવા કેસોની પુષ્ટિ થઇ હતી, જેમાંથી 519 લોકોના કોવિડ સંપર્કની માહિતી મળી છે, જ્યારે 24 લોકોને અજ્ઞાત સ્રોત મારફતે ચેપ લાગ્યો છે. અત્યારે 7,611 લોકો સારવાર હેઠળ છે અને વિવિધ જિલ્લાઓમાં 1.65 લાખ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યાં છે.
- તામિલનાડુ: પુડુચેરીમાં 68 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ નીપજતાં કુલ મૃત્યુઆંક 30 ઉપર પહોંચી ગયો છે. મંગળવારે 91 નવા કેસો નોંધાતા પુડુચેરીમાં કેસોની સંખ્યા વધીને 2,179 પર પહોંચી ગઇ છે. શાળા સંચાલકોએ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે 75 ટકા ફી ઉઘરાવવાનો મદ્રાસ ઉચ્ચ અદાલતે આપેલા આદેશને આવકાર્યો છે. ચેન્નઇમાં કોવિડ-19માંથી 81 ટકા દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 70,000ને પાર કરી ગઇ છે. ગઇકાલે નોંધાયેલા 1,298 નવા કેસો સાથે શહેરમાં અત્યારે સક્રિય કેસોની સંખ્યા 15,127 છે, જે શહેરમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોના 17% છે. ગઇકાલે 4,985 નવા કેસો નોંધાયા હતા અને 70 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 1,75,678 છે, જેમાંથી 51,348 કેસો સક્રિય છે અને 2,551 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇમાં 15,127 કેસો સક્રિય છે.
- કર્ણાટક: આવતીકાલે સવારે 5 વાગે બેંગલોર શહેરી અને બેંગલોર ગ્રામીણમાં એક અઠવાડિયાનું લૉકડાઉન સમાપ્ત થશે. આ દરમિયાન રાજ્ય સરકારે લૉકડાઉન નહીં લંબાવવાનો નિર્ણય લીધો છે. કર્ણાટકની ઉચ્ચ અદાલતે રાજ્ય સરકારને સ્વેબ પરીક્ષણ પરિણામોમાં વિલંબ ઘટાડવા નિર્દેશો આપ્યા છે, કારણ કે લેબોરેટરીના રિપોર્ટ અને વાયરસના ફેલાવો એક-બીજા સાથે સીધી રીતે સંકળાયેલા છે. કોવિડનો ફેલાવો નિયંત્રિત કરવા માટે BBMPએ નવી ટાસ્ક ફોર્સની રચના કરી છે. કોવિડ સંબંધિત તબીબી ઉપકરણોની ખરીદીમાં કથિત ગેરવહીવટ સંબંધિત આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ચાલુ રહ્યાં હતા. ગઇકાલે 3,648 નવા કેસો નોંધાયા હતા અને 72 લોકોના મૃત્યુ થયા હતા, બેંગલોર શહેરમાં 1,452 કેસો નોંધાયા હતા. કુલ નોંધાયેલા કેસો 67,420 છે, જેમાંથી 42,216 કેસો સક્રિય છે અને 1,403 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- આંધ્રપ્રદેશ: રાજ્ય સરકારે કોવિડ દર્દીઓની સારવાર માટે અને આપાતકાલીન મોંઘી દવાઓના ઉપયોગ માટે ખાનગી હોસ્પિટલો દ્વારા વસૂલવામાં આવતી કિંમતો ઉપર નિયંત્રણો મુકતાં આદેશો બહાર પાડ્યાં છે. ગુંતૂર જિલ્લામાં વેલાગાપુડી મતવિસ્તારમાંથી નવ કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. ગુંતૂર ગ્રામીણના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે કોવિડ-19ના દિશા-નિર્દેશોના ઉલ્લંઘન બદલ ફોજદારી કેસ દાખલ કરવાની ચેતવણી ઉચ્ચારી છે. કોરોના વાયરસના કેસોની વચ્ચે TTDએ આજથી દર્શન માટે ટાઇમ સ્લોટના ટોકન ફાળવવાનું બંધ કર્યુ છે. 5 ઑગસ્ટ સુધી સમગ્ર તિરુપતિ શહેરને ચેપગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. ગઇકાલે 4,074 નવા કેસો નોંધાયા હતા અને 54 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ કેસોની સંખ્યા 53,724 છે, જેમાંથી 28,800 કેસો સક્રિય છે અને 696 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- તેલંગણા: સરકારના આંકડા મુજબ રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર વધીને 72 ટકા ઉપર પહોંચી ગયો છે, જ્યારે મૃત્યુ દર એક ટકા કરતાં પણ ઓછો છે. વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખીને તેલંગણાના કેટલાક જિલ્લાઓમાં દુકાનદારોએ સ્વૈચ્છિક લૉકડાઉનની જાહેરાત કરી છે. ગઇકાલે 1,198 નવા કેસો નોંધાયા હતા અને 7 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. 1198 નવા કેસોમાંથી 510 કેસો GHMCમાંથી નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 46,274 છે, જેમાંથી 11,530 કેસો સક્રિય છે અને 422 લોકોના મૃત્યુ નીપજ્યાં છે.
- મહારાષ્ટ્ર: મુંબઇ મેટ્રોપોલિટન વિસ્તારે (MMR) સોમવારે કોવિડ-19 કેસોના 2 લાખ કેસોનો આંક પાર કરી લીધો છે, જે રાજ્ય માટે વધુ એક ચિંતાજનક બાબત છે. હવે રાજ્ય 3,18,695 કેસોનું ભારણ ધરાવે છે. મુંબઇમાં કુલ કેસોની સંખ્યા એક લાખની નજીક છે ત્યારે બીજા એક લાખ કેસો થાણે, નવી મુંબઇ, પાલઘર અને રાયગઢમાંથી નોંધાયા છે, જે કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો કરી રહ્યાં છે. ભારતના પ્રતિનિધિ ઉપર ઓક્સફર્ડની રસી માટે માનવ પરીક્ષણ ચાલુ વર્ષે ઑગસ્ટમાં શરૂ થશે. પૂણે સ્થિત સિરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા ઓક્સફર્ડ યુનિવર્સિટીના જેન્નેર ઇન્સ્ટિટ્યુટ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવેલી રસીનું જથ્થાબંધ ઉત્પાદન ભાગીદારી હેઠળ શરૂ કરશે.
- ગુજરાત: ગુજરાત સરકારે ગત અઠવાડિયે રાજ્યમાં નવી દિલ્હીથી આવેલી કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ કોવિડ-19 પરીક્ષણો હાથ ધરવાની સંખ્યા બમણી કરી નાંખી છે. ગુજરાતનો 4.5 ટકાનો મૃત્યુદર દેશના સરેરાશ મૃત્યુદર 2.5 ટકાથી નોંધપાત્ર રીતે વધારે છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 49,353 કેસો નોંધાયા છે, જેમાંથી 11,513 કેસો સક્રિય છે.
- રાજસ્થાન: કોવિડ-19 મહામારીના કારણે પોતાના વતનમાં પરત ફરેલા વિસ્થાપિત શ્રમિકો તેમજ ગ્રામીણ લોકોને રોજગારી પૂરી પાડવાના આશયથી શરૂ કરવામાં આવેલી કેન્દ્રની મોખરાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર યોજના શરૂ કર્યાના પહેલા મહિનામાં રાજસ્થાનમાં સૌથી વધુ સંખ્યામાં રોજગારીની તકોનું નિર્માણ કરવામાં આવ્યું છે. સત્તાવાર ડેટા અનુસાર રાજસ્થાનમાં એક મહિનામાં જ આ યોજના અંતર્ગત 4.1 કરોડ દિવસની રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે.
- છત્તીસગઢ: રાયપુર અને બિરગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં કોરોના વાયરસ બીમારી (કોવિડ-19ના)ના પોઝિટીવ કેસોની સંખ્યા છેલ્લા એક મહિનામાં ચિંતાનજક રીતે વધી રહી હોવાથી આજે મધ્યરાત્રીથી સાત દિવસ માટે ફરીથી લૉકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. તમામ સરકારી, અર્ધ સરકારી અને ખાનગી ઓફિસોનું કામકાજ લૉકડાઉનના પ્રતિબંધો ફરી અમલમાં આવે તે દરમિયાન બંધ રાખવામાં આવશે. આસપાસના માર્ગોમાં જાહેર પરિવહન સેવાઓ ચાલુ રાખવામાં આવશે. બિલાસપુર, કોર્બા અને દુર્ગમાં ગુરુવારથી લૉકડાઉનના પ્રતિબંધોનો અમલ કરવામાં આવશે.
- અરુણાચલ પ્રદેશ: રાજ્યના કોવિડ નોડલ અધિકારી ડૉ. જામ્પાએ જણાવ્યું હતું કે, 1.5 લાખ રેપિડ નિદાન પરીક્ષણ (RDT)- કોવિડ-19 એન્ટિજેન કિટ્સ રાજ્યમાં કોવિડના પરીક્ષણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમાંથી, એક લાખ કિટ્સ સોમવારે પહોંચી ગઇ છે. આ કિટ્સનું ટૂંક સમયમાં જ તમામ જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે.
- આસામ: આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે બોંગાઇગાંવ જિલ્લામાં પૂરની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને પૂરથી અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા.
- મણિપુર: મણિપુરના મુખ્યમંત્રી શ્રી એન. બિરેનસિંહે નોને, ફેરઝાવલ અને તેંગનૌપાલ જિલ્લામાં કોવિડ-19ના દર્દીઓનો 100% સાજા થવાનો દર પ્રાપ્ત કરવા બદલ અગ્ર હરોળમાં સેવા આપી રહેલા કોરોના યોદ્ધાઓને અભિનંદન પાઠવ્યા હતા. મણિપુરના થૌબલ જિલ્લામાં આજથી તમામ મુખ્ય બજારો અને ધાર્મિક સ્થળોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.
- મિઝોરમ: 10 જિલ્લા હોસ્પિટલોમાં ટ્રૂ લેબ ક્વોટ્ટોરો રીઅલ ટાઇમ સંખ્યાત્મક માઇક્રો PCR મશીન (ટ્રૂ નેટ) ખરીદવા માટે મુખ્યમંત્રીના રાહત ભંડોળમાંથી રૂપિયા 1.18 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
- નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના વધુ 9 દર્દીઓ પોઝિટીવ આવ્યા હોવાની પુષ્ટિ થઇ છે. તેમાંથી 6 દર્દીઓ દીમાપુરમાંથી, 2 મોનમાંથી અને 1 દર્દી પેરેનમાંથી છે. નાગાલેન્ડમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા વધીને 1030 થઇ છે જેમાંથી 546 સક્રિય કે છે જ્યારે 484 દર્દીઓ સાજા થઇ ગયા છે.

(Release ID: 1640318)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam