PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 20 JUL 2020 6:32PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

 

 

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 

 

 

 

 
 

 

Date: 20.07.2020

Reserved: કોવિડ-19માંથી સાત લાખ કરતાં વધારે દર્દીઓ સાજા થઇ ગયા.
ભારતમાં મૃત્યદર 2.46%, જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક.
હાલમાં સક્રિય 3,90,459 કેસોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા શરૂ કરાયેલા “e-ICU” વીડિયો કોન્ફરન્સ કાર્યક્રમમાં 11 રાજ્યોની 43 મોટી હોસ્પિટલો આવરી લેવામાં આવી.
દિલ્હી એઇમ્સ ખાતે કોવિડ-19 પ્લાઝ્મા દાન અભિયાનનો પ્રારંભ કરાયો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એકીકૃત, ટેક અને ડેટા સંચાલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્રના વિકાસ તરફ આગળ વધી રહ્યું છે જે પરવડે તેવું અને ઝંઝટમુક્ત છે.

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી કોવિડ-19 અંગે અપડેટ્સ: દેશમાં કોવિડ-19માંથી 7 લાખ કરતાં વધારે દર્દીઓ સાજા થઇ ગયા; ભારતમાં મૃત્યદર 2.46%, જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક

દેશમાં કોરોના વાયરસના ચેપથી થતા દર્દીઓના મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે દેશમાં કોવિડના કારણે મૃત્યદર ઘટીને 2.46% નોંધાયો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યદર ધરાવતા દેશોમાંથી એક ભારત છે. દેશમાં આજદિન સુધીમાં કોવિડ-19માંથી 7 લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે. આ કારણે હાલમાં કોવિડના સક્રિય દર્દીઓ અને સાજા થઇ ગયેલા લોકોની સંખ્યાનો તફાવત પણ વધ્યો છે. સાજા થઇ ગયેલા દર્દીઓ (7,00,086)ની સંખ્યા હાલમાં સક્રિય દર્દીઓ કરતાં 3,09,627 વધારે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,664 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. હવે દેશમાં સાજા થવાનો દર 62.62% પર પહોંચી ગયો છે. હાલમાં દેશમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત સક્રિય દર્દીઓની સંખ્યા 3,90,459 છે જેમને હોસ્પિટલો અને હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639907

 

નવી દિલ્હી સ્થિત એઇમ્સના “e-ICU” વીડિયો કન્સલ્ટેશન કાર્યક્રમને સારો પ્રતિસાદ; આજદિન સુધીમાં 11 રાજ્યોની 43 મોટી હોસ્પિટલો જોડાઇ

કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓમાં મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ સાથે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોને વધુ મજબૂત કરવાના ભાગરૂપે નવી દિલ્હી સ્થિત એઇમ્સ દ્વારા 8 જુલાઇ 2020ના રોજથી e-ICU નામથી વીડિયો કન્સલ્ટેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં દેશભરના ડૉક્ટરો એઇમ્સના ICU ડૉક્ટરો સાથે પરામર્શ કરી શકે છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશભરમાં હોસ્પિટલો તેમજ કોવિડ સંભાળ સુવિધાઓમાં કોવિડ19ના દર્દીઓની સેવામાં જોડાયેલા અગ્ર હરોળના ડૉક્ટરો માટે કેસ વ્યવસ્થાપન અંગે ચર્ચા યોજવાનો છે. જે ફિઝિશિયનો ICUમાં ભરતી કરવામાં આવેલા સહિત કોવિડ-19ના દર્દીઓનું વ્યવસ્થાપન કરે છે તેઓ વીડિયો પ્લેટફોર્મના માધ્યમથી પોતાના પ્રશ્નો પૂછી  શકે છે, તેમના અનુભવો જણાવી શકે છે અને અન્ય ફિઝિશિયનો સાથે પોતાના જ્ઞાનનું આદાનપ્રદાન કરી શકે છે અને તેમજ દિલ્હીના એઇમ્સના નિષ્ણાતો પાસેથી જાણકારી મેળવી શકે છે. આ ચર્ચાનો પ્રાથમિક હેતુ આઇસોલેશન બેડ, ઓક્સીજન સપોર્ટેડ બેડ અને ICU બેડ સહિત 1000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલો દ્વારા શેર કરવામાં આવેલા અનુભવો અને શ્રેષ્ઠ આચરણોમાંથી શીખીને કોવિડ-19ના કારણે થતા મૃત્યુદરમાં ઘટાડો કરવાનો છે. આજદિન સુધીમાં આના ચાર સત્રોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં 43 સંસ્થાઓને આવરી લેવામાં આવી છે. આ ચર્ચાઓમાં ખાસ ભાર મૂકવામાં આવ્યા હોય તેવા કેટલાક મુદ્દામાં રેમડેસિવિર, કોન્વેલેસેન્ટ પ્લાઝ્મા અને ટોસિલિઝુબેમ જેવા સંશોધનાત્મક ઉપચારોના વ્યવહાર ઉપયોગની જરૂરિયાતની પણ ચર્ચા થઇ હતી. સારવાર આપી રહેલી ટીમોએ વર્તમાન સૂચકો અને આડેધડ ઉપયોગના કારણે સંભવિત હાનિ તેમજ સોશિયલ મીડિયાના દબાણ આધારિત પ્રિસ્ક્રિપ્શન પર મર્યાદા મૂકવાની ચર્ચા કરી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639872

 

ડૉ. હર્ષવર્ધને દિલ્હીમાં એઇમ્સ ખાતે કોવિડ-19 પ્લાઝ્મા દાન અભિયાનનો પ્રારંભ કર્યો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ.હર્ષવર્ધને ગઇકાલે દિલ્હીમાં એઇમ્સ ખાતે પ્લાઝ્મા દાન અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ કાર્યક્રમ દિલ્હી પોલીસના સહયોગથી યોજવામાં આવ્યો હતો જેમાં કોવિડ-19માંથી સાજા થયેલા દિલ્હી પોલીસના 26 કર્મચારીએ પણ તેમના રક્ત પ્લાઝ્માનું સ્વૈચ્છિક દાન કર્યું હતું. આ પહેલ બદલ દિલ્હી પોલીસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “કોરોનાના કારણે દિલ્હી પોલીસના એક ડઝન કર્મચારીઓનું અવસાન થયું તે ખૂબ જ દુઃખદ બાબત છે. પોતના કર્મચારીઓના મૃત્યુ થયા હોવા છતાં દિલ્હી પોલીસ જ્યારે કન્ટેઇન્મેન્ટ ઝોનની સંખ્યા 200થી વધીને 600 સુધી પહોંચી ગઇ છે તેવા સમયમાં આ મહામારીને નિયંત્રણમાં લાવવા માટે પોતાના જવાનોને તૈનાત કરીને તેમની મહાન ફરજ અદા કરી રહી છે.ડૉ. હર્ષવર્ધને પ્લાઝ્માનું દાન કરનારા તમામ 26 પોલીસ કોન્સ્ટેબલને પ્રમાણપત્ર આપીને તેમને સલામ કરી હતી. આમાંથી શ્રી ઓમપ્રકાશે ગઇકાલે ત્રીજીવખત પ્લાઝ્માનું દાન કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક દાતા આપણા દેશને કોવિડ-19 મહામારી સામે વિજયની દિશામાં આગળ લઇ જાય છે અને આપણે વધુને વધુ પ્રમાણમાં આ પ્લાઝ્મા યોદ્ધાઓની જરૂર છે જેથી આ મહામારીની કોઇ ચોક્કસ સારવાર અથવા રસી તૈયાર કરવામાં ના આવે ત્યાં સુધી તેની સામે લડવામાં મદદ મળી શકે. તેમણે ટિપ્પણી કરી હતી કે, હાલમાં કોન્વેલેસેન્ટ પ્લાઝ્મા થેરાપીને સહાનુભૂતિપૂર્વક ઉપયોગમાં લેવાની મંજૂરી આપવામાં આવી છે અને હંમેશા તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત થઇ શકે તે માટે વિવિધ પ્લાઝ્મા બેંકો ઉભી કરવામાં આવી રહી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639826

 

પ્રધાનમંત્રીએ IBMના CEO અરવિંદ ક્રિશ્ના સાથે વાર્તાલાપ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IBMના CEO શ્રી અરવિંદ ક્રિશ્ના સાથે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. વ્યવસાયના કલ્ચરમાં કોવિડની અસર અંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ‘વર્ક ફ્રોમ હોમની કાર્યપદ્ધતિને હવે મોટાપાયે અપનાવવામાં આવી રહી છે અને સરકાર સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી તેમજ નિયમનકારી માહોલ પૂરો પાડવા માટે કાર્યરત છે જેથી ટેકનોલોજી સ્તરે આવેલું આ પરિવર્તન વધુ સરળ કરવાનું સુનિશ્ચિત થઇ શકે. તેમણે તાજેતરમાં IBM દ્વારા પોતાના 75 ટકા સ્ટાફ પાસેથી વર્ક ફ્રોમ હોમ પદ્ધતિથી કામ લેવાના નિર્ણય સાથે સંકળાયેલી ટેકનોલોજીઓ અને તેમાં સમાયેલા વિવિધ પડકારો વિશે પણ ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે અત્યારે ભારતમાં રોકાણ કરવા માટે ખૂબ શ્રેષ્ઠ સમય છે. સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે અને દરેક વ્યક્તિની પહોંચમાં શ્રેષ્ઠ ગુણવત્તાની આરોગ્ય સંભાળ સેવાઓ ઉપલબ્ધ હોય તે સુનિશ્ચિત કરવાની દિશામાં છેલ્લા છ વર્ષમાં તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે તેમણે જણાવ્યું હતું. તેમણે આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં ભારતની જરૂરિયાત અનુસાર ચોક્કસ AI આધારિત સાધનો તૈયાર કરવાની સંભાવના અંગે અને બીમારીના અનુમાનના બહેતર મોડેલ અને વિશ્લેષણ તૈયાર કરવા વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે દેશ એકીકૃત, ટેક અને ડેટા સંચાલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થાતંત્રના વિકાસ તરફ આગળ વધી રહ્યો છે જે પરવડે તેવું અને ઝંઝટમુક્ત છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639945

 

કોવિડ-19નું સંક્રમણ ફેલાતું રોકવા માટે માસ્ક અને સેનિટાઇઝરના વિતરણ માટે ડૉ. હર્ષવર્ધને પંજાબ નેશનલ બેંક દ્વારા રાષ્ટ્રીય CSR અભિયાનનો પ્રારંભ કર્યો

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધને પંજાબ નેશનલ બેંક (PNB)ના અભિયાનનો પ્રારંભ કર્યો હતો. કોવિડ-19 મહામારીનું સંક્રમણ રોકવા માટે આ અભિયાન અંતર્ગત માસ્ક અને સેનિટાઇઝરનું વિતરણ કરવામાં આવશે. જ્યારે સમગ્ર દુનિયા કોવિડ-19 મહામારીથી પીડાઇ રહી છે તેવા સંજોગોમાં PNBએ ઉપાડેલી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અંગે કૃતજ્ઞતા વ્યક્ત કરતા તેમણે ટિપ્પણી કરી હતી કે, મને ખુશી છે કે, PNB આ મહામારી સામે લડવાના સરકારના પ્રયાસોમાં સહકાર આપી રહી છે. PM કેર્સ ભંડોળમાં દાન અને માસ્ક તેમજ સેનિટાઇઝર વિતરણ માટે CSR પ્રવૃત્તિઓ જેવા પગલાં બેંક દ્વારા લેવામાં આવ્યા છે. માસ્કના ઉપયોગ અને હાથની સ્વચ્છતાથી કોવિડ સામેના સારા આચરણને પ્રોત્સાહન મળે છે અને હાલમાં આપણે જે બીમારી સામે લડી રહ્યા છીએ તેના માટે આ શ્રેષ્ઠ સામાજિક રસી છે. બેંક દ્વારા દેશભરમાં 662 જિલ્લામાં આવી સામગ્રીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને હું PNBના આ પ્રયાસો બદલ તેમને અભિનંદન પાઠવું છું.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639952

 

કોવિડ-19 મહામારી પછી જાહેર સેવા પરીક્ષા 2019 માટે પર્સનાલિટી ટેસ્ટ્સ (ઇન્ટરવ્યું) યોજવા માટે UPSC સજ્જ

કોવિડ-19 મહામારીનો ફેલાવો નિયંત્રણમાં લાવવા માટે ભારત સરકારે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કર્યું તે સમયે કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા જાહેર સેવા પરીક્ષા, 2019 (CSE-2019) માટે 2304 ઉમેદવારોની પર્સનાલિટી ટેસ્ટ(PT)/ ઇન્ટરવ્યું લેવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આથી, આયોગે પણ પરિસ્થિતિની સમીક્ષા કરી અને 23.03.2020ના રોજથી CSE-2019ના 623 ઉમેદવારો માટે બાકી રહેલી PT બોર્ડ્સની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો હતો. તબક્કાવાર લૉકડાઉન દૂર કરવામાં આવી રહ્યું હોવાથી, આયોગે બાકી રહેલા ઉમેદવારોની PT 20થી 30 જુલાઇ 2020 દરમિયાન લેવાનો નિર્ણય લીધો હતો અને તમામ ઉમેદવારોને આ બાબતે અગાઉથી યોગ્ય સમયે જાણ કરવામાં આવી હતી. ઉમેદવારો, નિષ્ણાત સલાહકારો અને આયોગના સ્ટાફની સલામતી અને આરોગ્ય સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639900

 

આજથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019નો અમલ શરૂ થયો

નવો કાયદો ગ્રાહકોને વધુ સશક્ત બનાવશે અને તેમાં સૂચિત કરવામાં આવેલા વિવિધ નિયમો અને જોગવાઇઓ જેમકે, ગ્રાહક સુરક્ષા પરિષદો, ગ્રાહક વિવાદ નિવારણ પંચ, મધ્યસ્થી, ઉત્પાદ જવાબદારી અને ભેળસેળયુક્ત/ બનાવટી ચીજવસ્તુઓ ધરાવતા ઉત્પાદનોના વિનિર્માણ અને વેચાણ બદલ દંડ વગેરે દ્વારા તેમના અધિકારોનું રક્ષણ કરવામાં તેમને મદદ મળશે. આ અધિનિયમમાં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા માટે અને તેનો અમલ કરવા માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ (CCPA)ની સ્થાપના કરવાનું પણ સામેલ છે. CCPAને ગ્રાહકોના અધિકારોના ઉલ્લંઘનમાં તપાસ કરવાની સત્તા સોંપવામાં આવશે અને ફરિયાદો/ પ્રોસિક્યૂશન દાખલ કરવાની, અસલામત સામન અને સેવાઓ પાછા ખેંચવા માટે આદેશ આપવાની, અયોગ્ય વેપાર કામગીરીઓ અને ગેરમાર્ગે દોરતી જાહેરખબરોને બંધ કરવાનો આદેશ આપવાની, ગેરમાર્ગે દોરતી જાહેરખબરોના ઉત્પાદકો/ સમર્થન આપનારાઓ/ પ્રકાશકો પર દંડ લાગુ કરવાની સત્તા પણ સોંપવામાં આવશે. -કોમર્સ પ્લેટફોર્મ્સ કરવામાં આવતા અયોગ્ય વેપાર માટે પણ નિવારણનો કાયદો આ અધિનિયમ અંતર્ગત લાગુ પડશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1639900

 

કોવિડ-19ના પગલે દક્ષિણ પૂર્વ રેલવે દ્વારા પાર્સલ એક્સપ્રેસ ટ્રેનના 2652 ફેરા કરવામાં આવ્યા

દક્ષિણ પૂર્વ રેલવે (SER) દ્વારા પ્રવર્તમાન રાષ્ટ્રીય કટોકટીના સમયમાં દેશ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ભાગરૂપે, આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરવા માટે નિર્ધારિત સમયપત્રક અનુસાર પાર્સલ એક્સપ્રેસ ટ્રેનના 2652 ફેરા અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. આ ટ્રેનોમાં આવશ્યક ચીજવસ્તુઓ જેમકે, ખાદ્યચીજો, કરિણાણું, દવાઓ, તબીબી ઉપકરણો અને દૈનિક ઉપયોગમાં લેવાતી અન્ય ચીજોનું દેશના અલગ અલગ ભાગોમાં 2 એપ્રિલથી 15 જુલાઇ 2020 દરમિયાન પરિવહન કરવામાં આવ્યું છે. ઉપરોક્ત ઉલ્લેખિત સમયગાળા દરમિયાન દક્ષિણ પૂર્વ રેલવે દ્વારા 17,81,264 પેકેજમાં કુલ 46,141 ટન પાર્સલનો જથ્થો દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવ્યો છે. આ સમયપત્રક આધારિત પાર્સલ ટ્રેનો શાલીમાર- રાંચી, શાલીમાર- મુંબઇ CSMT, હાવડા- સિકંદરાબાદ, હાવડા- KSR બેંગલુરુ, શાલીમાર- પોરબંદર અને ટાટાનગર- ઇટવારી વચ્ચે દોડી રહી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1639781

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • પંજાબઃ 'મિશન વોરિયર' કોવિડ સામૂહિક જાગૃતિ અભિયાનને મળેલા અદભૂત પ્રતિભાવને ધ્યાનમાં લેતાં, પંજાબના મુખ્યમંત્રીએ આ અભિયાનની સમયસીમા વધુ 2 મહિના માટે વધારી દીધી છે. આ સાથે જ તેમણે આગામી સ્તરનું ડાયમન્ડ પ્રમાણપત્ર રજૂ કરવાની પણ જાહેરાત કરી છે. વિજેતાઓને પાયાના સ્તર ઉપર કોવિડ સંબંધિત જાગૃતિ ઊભી કરવાના પ્રયત્નો આગળ વધારવાનો આગ્રહ કરીને મુખ્યમંત્રીએ વધુમાં કોરોના વાયરસ અને વિવિધ સંરક્ષણાત્મક પગલાંઓ અંગે સંવેદનશીલ બનાવવા મિશન વોરિયર સ્પર્ધાને ઉત્સાહપૂર્વક આગળ વધારવા અન્ય લોકોને તેમાં ભાગ લેવા અપીલ કરી હતી.
  • હરિયાણાઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા 16 લાખ પરિવારોને રૂ. 4,000થી રૂ. 5,000 સુધીની નાણાકીય સહાયતા પૂરી પાડવામાં આવી હતી. આ સહાયતા મુખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના અથવા ઇમારત બાંધકામ કામદાર કલ્યાણ મંડળ જેવા માધ્યમોથી પૂરી પાડવામાં આવી હતી. આજ રીતે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત નવેમ્બર મહિના સુધી જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે કરિયાણાનું વિતરણ કરવામાં આવશે.
  • કેરળઃ કોવિડ-19ના કારણે રાજ્યમાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ નીપજતાં કુલ મૃત્યુઆંક વધીને 43 ઉપર પહોંચી ગયો છે. મૃત્યુ પામનાર વ્યક્તિ ઇડૂક્કી જિલ્લાનો 69 વર્ષીય રહેવાસી હતો. પલક્કડ જિલ્લામાં પટ્ટામ્બિટાલુક અને નેલ્લાયા પંચાયતમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કોવિડ-19 નિયમોના ઉલ્લંઘનના કારણે તિરુવનંતપુરમમાં બે હાઇપર માર્કેટના લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે. એવું ધ્યાન ઉપર આવ્યું છે કે, શહેરમાં લોકોને વાયરસનો ફેલાવો કરવામાં આ બે દુકાનોની આગળ પડતી ભૂમિકા હતી. રાજ્યની બહાર વધુ પાંચ કેરળવાસીઓના વાયરસના કારણે મૃત્યુ નીપજ્યા છે, જેમાંથી ચાર વ્યક્તિઓના અખાતી દેશોમાં અને એક વ્યક્તિનું કર્ણાટકમાં મૃત્યુ નીપજ્યું છે. ગઇકાલે કેરળમાં કોવિડ-19ના વિક્રમજનક 821 કેસો નોંધાયા હતા, જેમાંથી 629 લોકોના ચેપ સંપર્ક દ્વારા લાગ્યો હતો અને 43 કેસોમાં ચેપનો સ્રોત જાણી શકાયો નથી. અત્યારે 7,063 દર્દીઓ સારવાર હેઠળ છે અને વિવિધ જિલ્લાઓમાં 1.70 લાખ લોકો દેખરેખ હેઠળ છે.
  • તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડ-19ના કારણે એક 73 વર્ષીય મહિલાનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 29 ઉપર પહોંચી ગયો છે. સોમવારે કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં 93 કેસો નોંધાતા કુલ સંખ્યા 2,000નો આંક પાર કરી ગઇ હતી. કોવિડ-19નો ફેલાવો રોકવા સામે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાંઓ અંગે તામિલનાડુના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને વિગતવાર માહિતી પૂરી પાડી હતી. 13,000થી વધારે લોકો માટે રોજગારીનું સર્જન કરવા તામિલનાડુએ રૂ. 10,399 કરોડના મૂલ્યના આઠ MoU ઉપર હસ્તાક્ષર કર્યા છે. કોવિડ-19ના કારણે વિરુધાચલમ તહેસિલદારનું મૃત્યુ થયુ હતુ અને વધુ બે ધારાસભ્યોનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. રવિવારે 78 લોકોના મૃત્યુની સાથે કોવિડ-19ના 4,979 કેસો નોંધાતા રાજ્યમાં એક દિવસનો સૌથી વધારે ઉછાળો નોંધાયો હતો. કુલ કેસોની સંખ્યા 1,70,693 છે, જેમાંથી 50,294 કેસો સક્રિય છે, 2,481 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ચેન્નઇમાં સક્રિય કેસોની સંખ્યા 15,042 છે.
  • કર્ણાટકઃ મુખ્ય સચિવે આપતિ વ્યવસ્થાપન કાયદો, 2005ની કલમ 24(1) અંતર્ગત આદેશ બહાર પાડ્યો છે, જે હેઠળ તબીબી સંસ્થાઓને BBMPના અધિકૃત વ્યક્તિ દ્વારા સારવાર માટે મોકલવામાં આવેલા કોવિડ દર્દીને દાખલ કરવાના હેતુથી હોસ્પિટલ પથારી સહિતના સંશાધનો ઉપલબ્ધ કરવા જણાવવામાં આવ્યું છે. બેંગલોર શહેરી અને ગ્રામીણ જિલ્લાઓમાં એક અઠવાડિયા લાંબુ લૉકડાઉન 22મી જુલાઇના રોજ ઉઠાવી લેવાનું હોવાથી રાજ્ય દ્વારા ગઠિત કરવામાં આવેલી ટાસ્ક ફોર્સની બેઠક યોજાઇ હતી અને કોવિડનો ફેલાવો નિયંત્રિત કરવા માટે આગામી પગલાંઓની વિચારણાં કરવામાં આવી હતી. માધ્યમોના અહેવાલ જણાવે છે કે મુખ્યમંત્રી લૉકડાઉનની મુદત વધારવાની તરફેણમાં નથી, ત્યારે કેટલાક મંત્રીઓ, આરોગ્ય તજજ્ઞો રાજ્યમાં લૉકડાઉન વધારવાની હિમાયત કરી રહ્યાં છે. ગઇકાલે રાજ્યમાં 4,120 નવા કેસો નોંધાયા હતા અને 91 લોકોના મૃત્યુ નીપજ્યા હતા, જેમાંથી 2,156 કેસો બેંગલોર શહેરમાંથી નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 63,772 છે, જેમાંથી 39,370 કેસો સક્રિય છે અને 1,331 લોકોના મૃત્યુ નીપજ્યા છે.
  • આંધ્રપ્રદેશ: સતિષ ધવન સ્પેસ સેન્ટર દ્વારા ઓછામાં ઓછા આવશ્યક સ્ટાફ સાથે કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી કોરોના વાયરસના સંક્રમણને નિવારી શકાય. SHARની હાઉસિંગ કોલોનીમાં કોવિડના કેસો મળી આવ્યા હોવાથી અહિંયા પણ કન્ટેઇન્મેન્ટના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પૂર્વ ગોદાવરી જિલ્લામાં કોવિડ-19ના કેસોની સંખ્યામાં ચિંતાજનક વૃદ્ધિ થઇ રહી હોવાથી 31 જુલાઇ સુધી લૉકડાઉનનો અમલ લંબાવવામાં આવ્યો છે. TDPના વરિષ્ઠ નેતા અને સંગમ ડેરીના નિદેશક પોપુરી ક્રિશ્ના રાવ કોરોના વાયરસના ચેપના કારણે ગુંતૂર ખાતે આવેલી NRI હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે, કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી તમામ જિલ્લામાં કોવિડ કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવશે જેથી ખોટી માહિતીના પ્રચારની સમસ્યાનું નિવારણ લાવી શકાય અને અસરગ્રસ્ત લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકાય. ગઇકાલે રાજ્યમાં 5041 નવા કેસ પોઝિટીવ નોંધાયા હતા જ્યારે 56 દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ નોંધાયેલા કેસ: 49,650; સક્રિય કેસ: 26,118; મૃત્યુ પામ્યા: 642.
  • તેલંગાણા: કોવિડ-19ની રસીનું હૈદરાબાદની NIMS ખાસે પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ સ્વદેશી બનાવટની કોવિડ-19 રસી ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને ભારત બાયોટેક દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવી છે અને નિઝામ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસ (NIMS) ખાતે 30 તંદુરસ્ત સ્વયંસેવકો પર તેનું પરીક્ષણ કરવામાં આવે તેવી અપેક્ષા છે. ગઇકાલે રાજ્યમાં કોવિડ-19થી ચેપગ્રસ્ત 1296 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા જ્યારે 6 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં નોંધાયેલા કુસ પોઝિટીવ કેસ: 45,076; સક્રિય કેસ: 12,224; મૃત્યુ પામ્યા: 415.
  • અરુણાચલ પ્રદેશ: અરુણાચલના રાજ્યપાલ ડૉ. બી.ડી. મિશ્રાએ લોકોને અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાના ઘરે જ પોષણદાયક કિચન ગાર્ડન તૈયાર કરે કારણ કે કોવિડ-19 મહામારીએ આપણને સૌને આત્મનિર્ભર થવાનો બોધપાઠ શીખવ્યો છે.
  • આસામ: આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે બારપેટા જિલ્લામાં પાઠશાળા નજીક ગાહીનપરા ખાતે પહુમારા નદી બંધનું નિરીક્ષણ કર્યું હતું જેમાં તાજેતરમાં રાજ્યમાં આવેલા પૂરના કારણે ભંગાણ થયું હતું.
  • મણિપુર: મણિપુરમાં કોવિડ-19ના સૌથી વધુ પોઝિટીવ કેસોની સંખ્યા ઉખરુલ (252), કાંગપોક્પી (234) અને તમેંગલોંગ (212)માં નોંધાઇ છે. હાલમાં કાંગપોક્પીમાં સૌથી વધુ 131 સક્રિય કેસ સારવાર હેઠળ છે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના વધુ 33 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. નવા નોંધાયેલામાંથી 16 કેસ દીમાપુરમાં, 12 મોનમાં અને 5 કેસ કોહીમામાંથી છે. નાગાલેન્ડમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસનો આંકડો 1021 છે જેમાંથી 576 સક્રિય કેસો છે જ્યારે 445 દર્દીઓ સાજા થઇ ગયા છે.
  • સિક્કિમ: રાજ્યમાં કોવિડ-19ના પોઝિટીવ કેસોમાં થઇ રહેલી વૃદ્ધિના કારણે સિક્કિમ સરકારે આવતીકાલથી એક અઠવાડિયા સુધી એટલે કે 21 જુલાઇથી 27 જુલાઇ 2020 સુધી સંપૂર્ણ લૉકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લીધો છે.
  • મહારાષ્ટ્ર: મહારાષ્ટ્ર સરકારમાં કાપડ, બંદર, મત્સ્યપાલન કેબિનેટ મંત્રી અસલમ શેખને કોવિડ-19નો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેઓ મુંબઇ શહેરના પણ ગાર્ડિયન મંત્રી છે. ઉદ્ધવ ઠાકરેની સરકારમાં પોઝિટીવ આવેલા તેઓ ચોથા મંત્રી છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોવિડના નવા 9,518 કેસ નોંધાયા હતા જેથી રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસની સંખ્યા વધીને 3,10,455 થઇ ગઇ છે.
  • ગુજરાત: રાજ્યમાં કોવિડ-19ના નવા 965 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી રાજ્યમાં કોરોના અસરગ્રસ્ત કુલ નોંધાયેલા કેસની સંખ્યા 34,882 થઇ ગઇ છે. નવા નોંધાયેલા 965 કેસમાંથી મહત્તમ 206 કેસ સુરત શહેરમાં નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં નવા 186 પોઝિટીવ કેસ નોંધાયા હતા. હાલમાં રાજ્યમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 11,412 છે.
  • રાજસ્થાન: સોમવારે સવારે રાજ્યમાં કોવિડ-19ના નવા 401 પોઝિટીવ કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસથી ચેપગ્રસ્ત કુલ કેસની સંખ્યા 29,835 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં 7406 સક્રિય કેસો સારવાર હેઠળ છે.
  • મધ્યપ્રદેશ: રાજ્યમાં કોવિડ-19ના નવા 837 કેસ પોઝિટીવ નોંધાયા હોવાથી કુલ કેસની સંખ્યા વધીને 22,600 થઇ ગઇ છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે કુલ 721 વ્યક્તિના મૃત્યુ થયા છે. રવિવારે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાંથી 447 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જેથી રાજ્યમાં કોવિડમાંથી સાજા થયેલા કુલ દર્દી 15,311 થઇ ગયા છે.
  • છત્તીસગઢ: કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો હોવાથી 22 જુલાઇથી શરૂ કરીને સાત દિવસ સુધી રાયપુર અને બિરગાંવ મ્યુનિસિપલની હદમાં લૉકડાઉનનો અમલ કરવામાં આવશે. રાયપુર જિલ્લામાં રાયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) અને બિરગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અંતર્ગત આવતા સંપૂર્ણ વિસ્તારને જિલ્લા કલેક્ટર દ્વારા કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં રવિવારે કોવિડના વધુ 159 કેસ પોઝિટીવ નોંધાયા હતા.
  • ગોવા: ગોવામાં રવિવારે કોવિડ-19ના નવા 173 પોઝિટીવ કેસ ઓળખી કાઢવામાં આવ્યા હતા. આથી રાજ્યમાં નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3657 થઇ ગઇ છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 1417 છે અને આજદિન સુધીમાં કુલ 2218 દર્દીઓ સાજા થઇ ગયા છે.

 

 

 

 

 

 

 

 

 


(Release ID: 1640034) Visitor Counter : 315