પ્રધાનમંત્રીનું કાર્યાલય

ઇન્ડિયા ગ્લોબલ વીક 2020માં પ્રધાનમંત્રીનાં ઉદ્ઘાટન સંબોધનનો મૂળ પાઠ

Posted On: 09 JUL 2020 3:10PM by PIB Ahmedabad

જીવન સાથે સંબંધિત વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા વિશિષ્ટ મહાનુભાવો, નમસ્તે!

ભારત તરફથી શુભેચ્છા. હું કાર્યક્રમ યોજવા બદલ ઇન્ડિયા ઇન્ક ગ્રૂપનાં પ્રયાસોને બિરદાવું છું. અગાઉના વર્ષોમાં ઇન્ડિયા ઇન્કે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને હાલનો કાર્યક્રમ કામગીરીનો એક ભાગ છે. તમારા કાર્યક્રમો ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્તરના લોકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. તમે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવામાં પણ મદદ કરી છે. મને ખુશી છે કે, ચાલુ વર્ષનો કાર્યક્રમ અન્ય ભાગીદારો સુધી પહોંચાડવા માટે ઉપયોગી છે. એક વાર ફરી અભિનંદન. આશા છે કે, આગામી વર્ષે તમને સેન્ટર કોર્ટમાં જવાની અને વિમ્બ્લ્ડન માણવાની તક મળશે.

મિત્રો,

હાલના સમયમાં આર્થિક સ્થિતિમાં સુધારાની થાય સ્વાભાવિક છે. બાબત આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક સ્થિતિ અને ભારતની આર્થિક સ્થિતિમાં સુધારા સાથે જોડાયેલી છે. માટે હું બે પરિબળોનાં એકબીજા સાથે સીધા જોડાણને જવાબદાર માનું છું. પ્રથમભારતીય પ્રતિભા. આખી દુનિયામાં ભારતીય પ્રતિભાઓ અને એમનું પ્રદાન પોંખાય છે. એમાં ભારતીય વ્યાવસાયિકો, ડૉક્ટરો, નર્સો, બેંકરો, વકીલો, વૈજ્ઞાનિકો, પ્રોફેસરો, આપણા મહેનતુ કામદારો સામેલ છે. ભારતીય ટેક ઉદ્યોગ અને ટેકનોલોજી વ્યાવસાયિકોને કોણ ભૂલી શકે. તેમણે દાયકાઓથી વિકાસનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. ભારત પ્રતિભાઓનું પાવરહાઉસ છે, જે પ્રદાન કરવા આતુર છે, હંમેશા નવું શીખવા ઉત્સાહી છે. દ્વિમાર્ગીય સમન્વય છે, જેના બહુ ફાયદો થયો છે.

મિત્રો

બીજું પરિબળ, ભારતની સુધારા અને નવેસરથી આગળ વધવાની ક્ષમતા છે. ભારતીયો સ્વાભાવિક સુધારકો છે! ઇતિહાસ દર્શાવે છે કે, ભારતે દરેક પડકારનો સફળતાપૂર્વક સામનો કર્યો છેપછી સામાજિક પડકાર હોય કે આર્થિક પડકાર હોય. ભારતે સુધારા અને કાયાકલ્પ કરવાના અદમ્ય જુસ્સા સાથે કામગીરી કરી છે. આજે પણ જુસ્સો જળવાઈ રહ્યો છે.

મિત્રો,

એક તરફ ભારત આંતરરાષ્ટ્રીય રોગચાળા કોવિડ સામે લડી રહ્યો છે. લોકોના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે અમે અર્થતંત્રની સ્થિતિ પર એટલું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે ભારત સુધારાની વાત કરે છે, ત્યારે કાળજી સાથે સુધારો, સંવેદના સાથે સુધારો અને સતત સુધારાની વાત કરે છે બાબતો પર્યાવરણ અને અર્થતંત્ર એમ બંનેને એકસમાન રીતે લાગુ પડે છે. ભારતમાં અમે એવી સંસ્કૃતિ ધરાવીએ છીએ, જેમાં દરેક ધરતી માતાની પૂજા કરે છે. ભારતમાં એવું માનવામાં આવે છે કે, ધરતી આપણી માતા છે અને આપણે એના સંતાનો છીએ.

મિત્રો,

છેલ્લાં વર્ષ દરમિયાન ભારતે સંપૂર્ણ નાણાકીય સર્વસમાવેશકતા, રેકોર્ડ સંખ્યામાં મકાનો અને માળખાગત સુવિધાઓનું નિર્માણ, વેપારવાણિજ્યની સરળતા, જીએસટી સહિત કરવેરાના સાહસિક સુધારા, વિશ્વનો સૌથી મોટો હેલ્થકેર કાર્યક્રમ આયુષ્માન ભારત શરૂ કરવા જેવી કેટલીક હરણફાળ ભરી છે. એનાથી વિકાસલક્ષી પહેલોના આગામી તબક્કા માટે પાયો નંખાશે.

મિત્રો,

ભારતીયો અશક્ય લાગે એને શક્ય બનાવવાનો અદમ્ય જુસ્સો ધરાવે છે. એમાં કોઈ નવાઈ નથી કે, ભારતમાં અમે અર્થતંત્રમાં સુધારાના સંકેતો જોઈ રહ્યાં છે. રોગચાળાના સમયમાં અમે અમારા નાગરિકોને રાહત પ્રદાન કરી છે અને માળખાગત સુધારા હાથ ધર્યા છે. અમે અર્થતંત્રને વધુ ફળદાયક, રોકાણકારને અનુકૂળ અને સ્પર્ધાત્મક બનાવી રહ્યાં છીએ.

અમારા રાહત પેકેજે અતિ ગરીબ લોકોને સચોટતા અને કુશળતાપૂર્વક સૌથી વધુ રાહત અને મદદ પૂરી પાડે છે. ટેકનોલોજીને કારણે એક એક પૈસો લાભાર્થીઓના ખાતામાં સીધો જમા થયા છે. રાહતમાં મફત રાંધણ ગેસ, બેંક ખાતાઓમાં રોકડ સહાય, લાખો લોકોને મફતમાં અનાજ વગેરે ઘણી બાબતો સામેલ છે. જેમ જેમ અમે અનલોકના તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છીએ, તેમ તેમ અમે લાખો કામદારોને રોજગારી પ્રદાન કરવા વિશ્વના સૌથી મોટા સરકારી કાર્યક્રમ  પૈકીનો એક કાર્યક્રમ શરૂ કર્યો છે. ગ્રામીણ અર્થતંત્રને ચેતનવંતુ કરવાની સાથે ગ્રામીણ વિસ્તારોમાં ટકાઉ માળખું ઊભું કરવામાં પણ મદદરૂપ થશે.

મિત્રો,

દુનિયામાં ભારત સૌથી ઉદાર અર્થતંત્રો પૈકીનું એક છે. અમે આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે લાલ જાજમ પાથરી છે અને ભારતમાં તેમની કામગીરી શરૂ થાય માટે એમને આવકારવા આતુર છીએ. અત્યારે દુનિયાના બહુ ઓછા દેશો ભારત જેવી તક પૂરી પાડે છે. ભારતમાં વિવિધ વિકસતા ક્ષેત્રોમાં ઘણી સંભવિતતાઓ અને તકો રહેલી છે. કૃષિ ક્ષેત્રમાં અમે સુધારા કર્યા છે, જે સ્ટોરેજ અને લોજિસ્ટિક્સમાં રોકાણ કરવાની આકર્ષક તક પ્રદાન કરે છે. અમે રોકાણકારો માટે દરવાજા ખોલી નાંખ્યા છે. અમે અમારા ખેડૂતોની મહેનતમાં રોકાણ કરવા તેમને અપીલ કરી છે.

મિત્રો,

અમે એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા વિવિધ સુધારા કર્યા છે. જીવંત એમએસએમઈ ક્ષેત્ર મોટા ઉદ્યોગમાં પૂરકરૂપ પણ બનશે. સંરક્ષણ ક્ષેત્રમાં રોકાણની પુષ્કળ તકો છે. પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)ના નિયમો હળવા કરવાની સાથે દુનિયાના સૌથી મોટા લશ્કર પૈકીનું એક તમને આવકાર અને એના માટે ઉત્પાદનો કરવા આતુર છે. અત્યારે અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્ર માટે રોકાણની ઘણી તકો છે. એનાથી લોકોના લાભ માટે અંતરિક્ષ ટેકનોલોજીનો વાણિજ્યિક ઉપયોગ કરવા વધારે સુલભતા પ્રાપ્ત થશે. ભારતનું ટેક અને સ્ટાર્ટ-અપ ક્ષેત્ર જીવંત છે. અહીં લાખો ડિજિટલી સક્ષમ, આકાંક્ષી લોકોનું બજાર છે. તમે એમના માટે ઉપયોગી પ્રોડક્ટ બનાવવાની કલ્પના કરો.

મિત્રો,

રોગચાળાએ એક વાર ફરી દર્શાવ્યું છે કે, ભારતનો ફાર્મા ઉદ્યોગ ભારતની સાથે સંપૂર્ણ દુનિયા માટે ઉપયોગી છે. ઉદ્યોગે વિકાસશીલ દેશો માટે ખાસ કરીને દવાઓના ખર્ચમાં ઘટાડો કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. ભારતમાં બનતી રસીઓ દુનિયાભરના બાળકોની જરૂરિયાતની રસીઓમાંથી બે-તૃતિયાંશ હિસ્સો પ્રદાન કરે છે. અત્યારે આપણી કંપનીઓ કોવિડ-19 રસી વિકસાવવા અને એનું ઉત્પાદન કરવા માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં સક્રિય છે. મને ખાતરી છે કે, ભારત કોવિડ-19ની રસી વિકસાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને એક વાર રસી શોધાઈ ગયા પછી એનું ઉત્પાદન મોટા પાયે કરવામાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે.

મિત્રો,

130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર ભારતનો નિર્ધાર કર્યો છે. આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત વૈશ્વિક પુરવઠાની સાંકળ સાથે સ્થાનિક ઉત્પાદન અને વપરાશનો સમન્વય કરશે. આત્મનિર્ભર ભારત એટલે પોતાના કોચલામાં સંકોચાઈને બાકી દુનિયા સાથે છેડો ફાડી નાંખવો નહીં. આત્મનિર્ભર ભારત એટલે શક્ય એટલું પગભર થવું અને પોતાની રીતે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા અને સેવાઓ મેળવવાનો પ્રયાસ કરવો. અમે કાર્યદક્ષતા, સમાનતા અને અનુકૂળતાને પ્રોત્સાહન મળે એવી નીતિઓ બનાવીશું.

મિત્રો,

મને જણાવતા આનંદ થાય છે કે, ફોરમે પંડિત રવિશંકરની 100મી જન્મજયંતિની ઉજવણી પણ કરી છે. તેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતની સુંદરતાનો પરિચય દુનિયાને કરાવ્યો છે. તમે એવું પણ જોઈ રહ્યાં છો કે, ભારતીય નમસ્તેની રીત હવે આંતરરાષ્ટ્રીય સ્તરે એકબીજાને શુભેચ્છા આપવા માટે પ્રચલિત થઈ રહી છે. રોગચાળા દરમિયાન યોગ, આયુર્વેદ અને પરંપરાગત ઔષધિઓનો દુનિયાભરમાં વપરાશ વધ્યો છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિ, ભારતની સમગ્ર વિશ્વને કુટુંબ માનવાની ભાવના, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વનો ઉત્સાહ આપણી તાકાત છે.

મિત્રો,

વૈશ્વિક સુખશાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે જે કંઈ પણ થઈ શકે કરવા ભારત તૈયાર છે. એવો ભારત દેશ છે, જે સુધારાના માર્ગે અગ્રેસર છે, જે કામગીરી કરી રહ્યો છે અને સાથે સાથે સંપૂર્ણ દેશની કાયાપલટ કરી રહ્યો છે. એવો દેશ છે, જે નવી આર્થિક તકો પૂરી પાડે છે. એવો ભારત છે, જેણે વિકાસ માટે માનવ કેન્દ્રિત અને સર્વસમાવેશક અભિગમ અપનાવ્યો છે.

ભારત તમને આવકારવા આતુર છે.

નમસ્તે,

તમારા બધાનો હૃદયપૂર્વક આભાર.  

 

GP/DS



(Release ID: 1637568) Visitor Counter : 330