પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જમાં સહભાગી થવા ટેક સમુદાયને અપીલ કરી

Posted On: 04 JUL 2020 5:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જમાં સહભાગી થવા ટેક સમુદાયને અપીલ કરી છે.

લિન્ક્ડઇન પર પ્રકાશિત એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ ભારતમાં વાઇબ્રન્ટ ટેક અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમનો તેમજ યુવાનો કેવી રીતે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ ટેક સોલ્યુશન્સ પ્રદાન કરી શકે છે એનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સ્વદેશી એપ્સમાં ઇનોવેશન લાવવા, એને વિકસાવવા અને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટ-અપ અને ટેક ઇકોસિસ્ટમ વચ્ચે જબરદસ્ત ઉત્સાહ જોવા મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે દેશ આત્મનિર્ભર ભારત બનવા કાર્યરત છે, ત્યારે એપ્સમાં પરિવર્તન લાવવા દિશા અને  ગતિ આપવાની એક સારી તક છે, જે આપણા બજારની માગ પૂર્ણ કરી શકે છે અને દુનિયા સાથે સ્પર્ધા કરી શકે છે.

ઉદ્દેશને ધ્યાનમાં રાખીને અટલ ઇનોવેશન મિશન સાથે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આત્મનિર્ભર ભારત એપ ઇનોવેશન ચેલેન્જ શરૂ કરી છે, જે બે ટ્રેક પર ચાલશેઃ હાલની એપ્સને પ્રોત્સાહન આપવું અને નવી એપ્સ વિકસાવવી. ચેલેન્જ ટેક સોલ્યુશનોને વધારે સંપૂર્ણ બનાવવા ટેક સમુદાયના સભ્યો અને સરકાર દ્વારા સંયુક્તપણે યોજાશે.

હાલની એપ્સ અને -લર્નિંગ, વર્ક-ફ્રોમ-હોમ, ગેમિંગ, બિઝનેસ, મનોરંજન, ઓફિસ યુટિલિટીઝ અને સોશિયલ નેટવર્કિંગની કેટેગરીઓના તમામ પ્લેટફોર્મ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર માર્ગદર્શન, સહાય અને ટેકો પૂરો પાડશે. ટ્રેક-01 લીડર-બોર્ડ માટે સારી ગુણવત્તાયુક્ત એપ્સને ઓળખવા માટે અભિયાનના ધોરણે કામ કરશે તથા એક મહિનાની આસપાસ પૂર્ણ થશે. નવી એપ્સ અને પ્લેટફોર્મ્સને પ્રોત્સાહન આપવા માટે ટ્રેક-02 પહેલ બજારની સુલભતા સાથે આઇડેશન, ઇન્ક્યુબેશન, પ્રોટોટાઇપિંગમાં ટેકો આપવા તથા એને શરૂ કરીને ભારતમાં નવા ચેમ્પિયન્સ ઊભા કરવામાં મદદરૂપ થવા કામ કરશે.

પ્રધાનમંત્રીએ લખ્યું હતું કે, ચેલેન્જનું પરિણામ હાલની એપ્સને તેમના લક્ષ્યાંકો હાંસલ કરવા વધારે વિઝિબિલિટી અને સ્પષ્ટતા આપશે તેમજ માર્ગદર્શન, ટેક સપોર્ટ અને સંપૂર્ણ જીવનચક્ર દરમિયાન માર્ગદર્શનની મદદ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોલ્યુશન્સ શોધવા ટેકનોલોજી પ્રોડક્ટ્સ ઊભા કરશે.

પ્રધાનમંત્રીએ પોતાના વિચારો રજુ કરતા કહ્યું અને પૂછ્યું હતું કે, શું ટેકનોલોજી પરંપરાગત ભારતીય રમતોને વધારે લોકપ્રિય બનાવી શકે, લોકોનું પુનર્ગઠન કરવા કે એમને સલાહ આપવા એપ્સ મદદરૂપ થઈ શકે અથવા લર્નિંગ, ગેમિંગ વગેરે માટે ઉચિત વયજૂથના લોકોને લક્ષિત અને સ્માર્ટ સુલભતા માટે એપ્સ વિકસાવી શકાશે. તેમણે આત્મનિર્ભર એપ ઇકોસિસ્ટમમાં સહભાગી થવા અને એને ઊભી કરવામાં મદદરૂપ થવા ટેક સમુદાયને આગળ આવવા અપીલ કરી હતી.

 

GP/DS



(Release ID: 1636441) Visitor Counter : 309