પ્રધાનમંત્રીનું કાર્યાલય

ધર્મચક્ર દિવસ પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન

Posted On: 04 JUL 2020 10:17AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ધર્મ ચક્ર દિવસની ઉજવણીના પ્રારંભ પ્રસંગે એક એક વીડિયોના માધ્યમથી સંબોધન કર્યું હતું. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના નેજા હેઠળ ઈન્ટરનેશનલ બુધ્ધિસ્ટ ફેડરેશન તા. 4 જુલાઈ, 2020ના રોજ ધર્મચક્ર દિવસ ઉજવી રહ્યુ છે. દિવસ ભગવાન ગૌતમ બુધ્ધે બનારસ જિલ્લાના રીસીપત્તન જે હાલમાં સારનાથના નામે ઓળખાય છે ત્યાં તેમના પાંચ ચુસ્ત શિષ્યોને આપેલા પ્રથમ પ્રવચનની યાદમાં મનાવવામાં આવે છે. દિવસને દુનિયાભરના બૌધ્ધો પણ ધર્મ ચક્ર પ્રવર્તના અથવા તોધર્મનુ ચક્ર ચલાવવાનીયાદમાં ઉજવે છે.

પ્રધાનમંત્રીએ અષાઢ પૂર્ણિમા એટલેક ગુરૂ પૂર્ણિમા તરીકે પણ જાણીતા પ્રસંગે તેમના તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી અને ભગવાન બુધ્ધની પ્રાર્થના કરી હતી. તેમણે બાબતે આનંદ વ્યક્ત કર્યો હતો કે મોંગોલીયન કંજુરની નકલો મોંગોલીયન સરકારને ભેટ આપવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ ભગવાન બુધ્ધના બોધ અંગે તથા માનવ જાતના અને ઘણા સમાજોના કલ્યાણનો માર્ગ બતાવતા અષ્ટાપથ અંગે વાત કરી હતી. તેમણે બાબતની નોંધ લીધી હતી કે બૌધ્ધ ધર્મ, લોકો, ગરીબો, શાંતિ અને અહિંસા માટે સન્માનની લાગણી દર્શાવે છે. ભગવાન બુધ્ધનો બોધ પૃથ્વીને લાંબા સમય સુધી ટકાવવા માટેનાં સાધન ગણવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે ભગવાન બુધ્ધે આશા અને ઉદ્દેશ અંગે વાત કરી હતી અને બંને વચ્ચે મજબૂત કડી હોવાનુ જણાવ્યુ હતું. પ્રધાનમંત્રીએ પોતાના પ્રવચનમાં જમાવ્યુ હતું કે શા માટે 21મી સદીના યુવાનો અંગે આશાવાદી છે. તેમણે કહ્યુ કે તેમની આશા યુવાનોમાંથી પ્રગટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતુ કે ભારત સૌથી મોટી સ્ટાર્ટ-અપ વ્યવસ્થા ધરાવે છે અને તેમાં તેજસ્વી યુવા માનસ ધરાવનારા લોકો વિશ્વની સમસ્યાઓના ઉપાયો શોધી રહ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે આજે વિશ્વ એક અસામાન્ય પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યુ છે. પડકારોના દૂરગામી ઉપાયો ભગવાન બુધ્ધના આદર્શોમાંથી પ્રાપ્ત થઈ શકે તેમ છે. તેમણે કહ્યું કે વધુમાં વધુ લોકોને બુધ્ધિસ્ટ મથકો સાથે જોડવાની જરૂર છે અને એની મારફતે મથકો સાથેની કનેક્ટિવિટી વધારવાની જરૂર છે. તેમણે તાજેતરમા ઉત્તર પ્રદેશના કુશીનગર વિમાન મથકને આંતરરાષ્ટ્રીય વિમાન મથકનો દરજ્જો આપવા માટે કેબિનેટે લીધેલા એક નિર્ણયનો ઉલ્લેખ કરતા જણાવ્યુ હતું કે નિર્ણયને કારણે યાત્રાળુ અને પ્રવાસીઓને સ્થળની મુલાકાત લેવામાં સુગમતા રહેશે અને સાથે સાથે પ્રવાસન પ્રવૃત્તિને પણ વેગ મળશે.

 

GP/DS(Release ID: 1636432) Visitor Counter : 236