નાણા મંત્રાલય
આવકવેરા વિભાગે કોવિડ-19 મહામારી વચ્ચે 20 લાખથી વધુ કરદાતાઓને રૂ. 62,361 કરોડના રિફંડની ચુકવણી કરી
Posted On:
03 JUL 2020 12:42PM by PIB Ahmedabad
કોવિડ-19 મહામારીની સ્થિતિમાં કરદાતાઓને મદદરૂપ થવા માટે તેમના બાકી રહેલા રિફંડની ચુકવણી કરવા બાબતે સરકાર દ્વારા 8 એપ્રિલ 2020ના રોજ લેવામાં આવેલા નિર્ણયને અનુલક્ષીને, આવકવેરા વિભાગે 8 એપ્રિલથી 30 જૂન 2020 દરમિયાન દર મિનિટે 76 કેસોની પતાવટ કરવાની ઝડપ સાથે મોટી સંખ્યામાં કરદાતાઓને રિફંડની ચુકવણી કરી છે. માત્ર 56 દિવસના આ સમયગાળામાં, કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ (CBDT) દ્વારા 20.44 લાખથી વધુ કેસોમાં રૂ. 62,361 કરોડ રૂપિયાના રિફંડની ચુકવણી કરવામાં આવી છે.
એવું જણાવવામાં આવ્યું હતું કે, કરદાતાઓ આવકવેરા વિભાગની આ મહત્વપૂર્ણ સુવિધાનો અનુભવ કરી રહ્યા છે જે કરદાતાઓ માટે અનુકૂળ હોવા ઉપરાંત, કોવિડ-19 મહામારીના સમયમાં તેણે વિપુલ પ્રમાણમાં પ્રવાહિતા પ્રદાતા તરીકે પણ સુવિધા કરી આપી છે. આ સમયગાળામાં કરદાતાઓના 19,07,853 કેસોમાં રૂપિયા 23,453.57નું આવકવેરા રિફંડ અને 1,36,744 કેસોમાં રૂપિયા 38,908.37 કરોડનું કોર્પોરેટ ટેક્સ રિફંડ રિલીઝ કરવામાં આવ્યું છે. આટલી મોટી રકમનું રિફંડ અને આટલી મોટી સંખ્યામાં કેસોની પતાવટ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક માધ્યમથી કરવામાં આવી છે અને કરદાતાઓના બેંક ખાતાંમાં સીધી જ રિફંડની રકમ જમા કરાવવામાં આવી છે. થોડા વર્ષો પહેલાં જે પદ્ધતિઓને અનુસરવામાં આવતી હતી તેનાથી વિપરિત, આ રિફંડના કેસોમાં, કોઇ કરદાતાઓને પોતાનું રિફંડ રિલીઝ કરવા માટે વિભાગની કચેરીનો સંપર્ક કરવાની જરૂર પડી નથી. તેમને સીધુ જ પોતાના બેંક ખાતાંમાં રિફંડ પ્રાપ્ત થઇ ગયું છે.
CBDTએ પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે, કરદાતાઓએ વિભાગના ઇમેલ પર તાત્કાલિક પ્રતિભાવ આપવો જોઇએ જેથી તેમના કિસ્સામાં રિફંડની રકમની પણ પ્રક્રિયા થઇ શકે અને તુરંત તે ઇશ્યુ થઇ શકે. આવકવેરા વિભાગના આવા ઇમેલમાં કરદાતાની બાકી નીકળતી રકમ, તેમના બેંક ખાતાના નંબર અને ખાધ/મિસમેચના સમાધાન માટે રિફંડ ઇશ્યુ કરતા પહેલાં તેમના પુષ્ટિકરણની જરૂર પડે છે. આવા તમામ કિસ્સામાં, કરદાતાઓ તરફથી તાત્કાલિક પ્રતિભાવ આપવામાં આવે તો, આવકવેરા વિભાગ તેમના રિફંડની પ્રક્રિયા ઝડપથી અને ત્વરિત રીતે કરી શકે છે.
GP/DS
(Release ID: 1636151)
Visitor Counter : 271
Read this release in:
Punjabi
,
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam