PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 30 JUN 2020 6:23PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 30.06.2020

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ મહામારીથી બચવા માટેની રસીના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક મળી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આજે કોરોના વાયરસ મહામારી થી બચવા માટેની રસી જ્યારે ઉપલબ્ધ બને ત્યારે આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. પ્રધાનમંત્રીએ એ બાબતની નોંધ લીધી હતી કે ભારતની વ્યાપક અને વિવિધતા ધરાવતી વસતીને માટે આયોજન કરાય ત્યારે તેમાં મેડિકલ સપ્લાય ચેઈન, જોખમ ખેડી રહેલી વસતીને અગ્રતા, આ પ્રક્રિયામાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન અને તેની સાથે સાથે આ રાષ્ટ્રીય પ્રયાસમાં ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ચાર માર્ગદર્શક સિધ્ધાંતો દર્શાવ્યા હતા કે જે આ રાષ્ટ્રીય પ્રયાસનો પાયો બની શકે તેમ છે. પ્રથમ સિંધ્ધાંત એ છે કે કપરી સ્થિતિમાં હોય તેવાં જૂથોની ઓળખ કરવી જોઈએ અને તેમનુ વહેલુ રસીકરણ થાય તે માટે અગ્રતા આપવાની રહેશે. ઉદાહરણ તરીકે ડોકટરો, નર્સો. હેલ્થકેર વર્કર્સ, નોન-મેડિકલ ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સ તથા સામાન્ય લોકોમાં રહેલા કપરી સ્થિતિમાં રહેતા લોકો. બીજો સિધ્ધાંત એ રહેશે કે વ્યક્તિઓ કોઈ પણ સ્થળે હોય અને જ્યાં પણ હોય ત્યાં રસીની વ્યવસ્થા કરવાની રહેશે. તેમાં વ્યક્તિના કાયમી વસવાટ સ્થળે સંબંધી નિયંત્રણો લાદયા વગર રસી આપવી જોઈએ. ત્રીજો સિધ્ધાંત એ રહેશે કે આ રસી પોસાય તેવી અને સાર્વત્રિક ઉપયોગમાં લઈ શકાય તેવી હોવી જોઈએ અને કોઈ વ્યક્તિ બાકી રહેવો જોઈએ નહી અને ચોથો મુદ્દો એ છે કે રસી નુ ઉત્પાદન કરવાથી માંડીને રસીકરણ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ટેકનોલોજીના માધ્યમથી મોનિટરીંગ અને રીયલ ટાઈમ સહયોગ પ્રાપ્ત થવો જોઈએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635363  

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: દર્દીઓ સાજા થવાનો દર વધીને 60%ની નજીક પહોંચ્યો; સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત હવે 1 લાખ 20 હજારથી પણ વધુ થઇ ગયો

ભારત સરકાર દ્વારા તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે હાથ ધરવામાં આવેલા સહિયારા અને કેન્દ્રિત પ્રયાસોના કારણે કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર ઝડપથી સુધરીને હવે લગભગ 60%ની નજીક પહોંચી ગયો છે. આજની સ્થિતિ અનુસાર, દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોવિડ-19ના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,19,696 વધારે નોંધાઇ છે. તેમજ, હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,15,125 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે જ્યારે 3,34,821 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થયા છે/ રજા આપી દેવામાં આવી છે. આના કારણે દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર વધીને 59.07% સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં, કોવિડ-19માંથી કુલ 13,099 દર્દીઓ સાજા થઇ ગયા છે. ભારતમાં કોવિડના નિદાન માટે લેબોરેટરીની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1049 થઇ ગઇ છે. આમાં 761 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 288 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635360  

 

ગૃહમંત્રાલયે અનલૉક -2 માટે નવી માર્ગદર્શિકાઓ બહાર પાડી

કેન્દ્રીય ગૃહમંત્રાલય (MHA) દ્વારા અનલૉક -2 માટે નવી માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કેટલીક પ્રવૃતિઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. નવી માર્ગદર્શિકાઓ 1 જુલાઇ 2020થી અમલમાં આવશે, તબક્કાવાર ફરી ખોલવાની પ્રવૃતિઓની પ્રક્રિયા વધુ વિસ્તારવામાં આવી છે. નવી બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી મળેલા પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને તેમજ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે સઘન વિચારવિમર્શ કર્યા પછી તૈયાર કરવામાં આવી છે. અનલૉક 1માં જણાવ્યું તે પ્રમાણે 30.5.2020ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશો અને માર્ગદર્શિકાઓ અનુસાર કેટલીક ચોક્કસ પ્રવૃત્તિઓ જેમ કે, ધાર્મિક સ્થળો અને પૂજા પાઠના સ્થળો જનતા માટે ખુલ્લા રહેશે; હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને અન્ય આતિથ્યની સેવાઓ; તેમજ શોપિંગ મોલને કેન્ટેઇન્મેન્ટ ઝોનની બહાર ખુલ્લા રાખવા માટે 8 જૂન 2020થી મંજૂરી આપી જ દેવામાં આવી છે. વિગતવાર પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) પણ આ બાબતે બહાર પાડવામાં આવી છે. સ્થાનિક ફ્લાઇટ્સ અને મુસાફર ટ્રેનો પણ મર્યાદિત રીતે ચલાવવાની પહેલાંથી જ મંજૂરી આપી દેવાઇ છે. તેના પરિચાલનમાં પ્રમાણબદ્ધ રીતે હજુ પણ વિસ્તરણ કરવામાં આવશે. રાત્રિ કર્ફ્યૂમાં વધુ રાહત આપવામાં આવી છે અને હવેથી રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 10.00થી સવારના 5.00 વાગ્યા સુધીનો રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની તાલીમ સંસ્થાઓને 15 જુલાઇ 2020થી નિયમિત ધોરણે કાર્યરત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સંબંધે SOP ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ખૂબ જ વિચારવિમર્શ કર્યા પછી, એવું નક્કી કરવામાં આવ્યું છે કે, આગામી 31 જુલાઇ 2020 સુધી તમામ શાળાઓ, કોલેજો અને કોચિંગ ક્લાસ બંધ રાખવામાં આવશે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હજુ પણ 31 જુલાઇ 2020 સુધી લૉકડાઉનો ચુસ્ત અમલ ચાલુ રાખવામાં આવશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635227

 

કોવિડ યોદ્ધા: ઉત્તરપ્રદેશમાં કોવિડ સામેની લડાઇ આશા કર્મચારીઓ અગ્ર હરોળમાં લડે છે; પરત ફરેલા 30.43 લાખ વિસ્થાપિતોનું 1.6 લાખ આશા કર્મચારીઓએ ટ્રેકિંગ કર્યું

દેશમાં કોવિડ-19ના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને હોટસ્પોટ વિસ્તારોમાંથી આવી રહેલા વિસ્થાપિત લોકોનો આંકડો પણ વધી રહ્યો હોવાથી, ઉત્તરપ્રદેશમાં વિસ્થાપિતોના કારણે સંક્રમણનો ફેલાવો એક મોટો પડકાર બની ગયો છે. આ કારણે ગ્રામીણ વિસ્તારોમાં પરત આવેલા લોકોમાં આરોગ્ય સંભાળની અને સંક્રમણને નિયંત્રણમાં રાખવાની ખાસ જરૂરિયાત ઉભી થઇ છે. આવી સ્થિતિમાં આશાના કર્મચારીઓએ કટોકટીભર્યા સમયમાં કોવિડ-19ના વ્યવસ્થાપનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે. ઉત્તરપ્રદેશમાં 1.6 લાખ આશા કર્મચારીઓએ અત્યાર સુધીમાં અંદાજે 30.43 લાખ વિસ્થાપિત લોકોનું બે તબક્કામાં - પહેલા તબક્કામાં 11.24 લાખ અને બીજામાં 19.19 લાખ- ટ્રેકિંગ કર્યું છે. તેમણે સંપર્ક ટ્રેસિંગ અને સામુદાયિક સ્તરે સર્વેલન્સમાં ઘણી મદદ કરી છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635305

 

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કર્યું અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવવાની જાહેરાત કરી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આગામી નવેમ્બરના અંત સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, લૉકડાઉનના સમયમાં જરૂરિયાતમંદ લોકો માટે ભોજનની વ્યવસ્થા એ દેશમાં સૌથી પહેલી પ્રાથમિકતા છે. જેવી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી તે સાથે જ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી અને તે અંતર્ગત રૂ. 1.75 લાખ કરોડનું પેકેજ ગરીબો માટે જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનામાં રૂ. 31,000 કરોડ લગભગ 20 કરોડ પરિવારોના જન ધન ખાતાંઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, રૂ. 18,000 કરોડ કુલ 9 કરોડથી વધુ ખેડૂતોના ખાતાંમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને રૂ. 50,000 કરોડ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનમાં ખર્ચવામાં આવ્યા છે જેનાથી રોજગારીની તકો પૂરી પાડવાનું શરુ થઇ શક્યું છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635343

 

પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનનો મૂળપાઠ

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635346

 

ECLGS અંતર્ગત રૂ.1 લાખ કરોડથી પણ વધારે મૂલ્યની લોન મંજૂર કરાઇ

ભારત સરકારની બાંહેધરી દ્વારા સમર્થિત 100% ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) હેઠળ, જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોએ 26મી જૂન, 2020 સુધીમાં રૂ. 1 લાખ કરોડના મૂલ્યના ધીરાણોને મંજૂરી આપી છે, જેમાંથી રૂ. 45,000 કરોડથી વધારે મૂલ્યની લોનનું વિતરણ અત્યાર સુધી કરી દેવામાં આવ્યું છે. આ યોજના MSME અને અન્ય વ્યવસાયોના 30 લાખથી પણ વધારે એકમોને લૉકડાઉન બાદ તેમના વ્યવસાયો ફરી શરૂ કરવામાં મદદ કરશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635376

 

NBRI કોવિડ-19ના પરીક્ષણ માટે એડવાન્સ્ડ વાયરોલોજિ લેબોરેટરી શરૂ કરી
લખનૌ સ્થિત રાષ્ટ્રીય વનસ્પતિશાસ્ત્ર સંશોધન સંસ્થા (NBRI) દ્વારા કોવિડ-19ના પરીક્ષણ માટે "એડવાન્સ્ડ ટેકનોલોજી લેબોરેટરીશરૂ કરવામાં આવી છે. આ સુવિધા ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR) અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) તેમજ આરોગ્ય અને પરિવાર કલ્ણાય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવી માર્ગદર્શિકાના આધારે તૈયાર કરવામાં આવી છે. આ જૈવ સલામતી સ્તર (BSL) 3 સ્તરની સુવિધા છે. આ એડવાન્સ્ડ સંસ્કરણમાં "નેગેટિવ પ્રેશરહોય છે, મતલબ કે, તેમી પાસે સક્શન (શોષવા)ની સુવિધા હોય છે જે એરોઝોલને શોષી લે છે અને તેને ફિલ્ટર્સમાંથી પસાર કરે છે. તેમાંથી વાયરસ અથવા બેક્ટેરિયા ફિલ્ટર કરી શકાય છે અને કોવિડ-19ના પરીક્ષણ માટે તે સલામત સુવિધા છે. તે પરીક્ષણની સુવિધા પર ચેપ ફેલાવાની શક્યતા ઓછી કરે છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635301

 

કૌશલ્ય વિકાસ આત્મનિર્ભર ભારત અને ગરીબ કલ્યાણ રોજગાર યોજનાની કરોડરજ્જૂ બની જશે: ડૉ. મહેન્દ્રનાથ પાંડે

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડેએ ગઇકાલે એક વેબિનારમાં જણાવ્યું હતું કે, ભારતના કાર્યદળના કૌશલ્ય વિકાસ, કૌશલ્ય વૃદ્ધિ અને ફરી કૌશલ્યની કામગારી સરકારના આત્મનિર્ભર ભારત અને તાજેતરમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની દૂરંદેશીને સફળ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોવિડ-19 વૈશ્વિક મહામારીના કારણે આપણે સૌએ નવીનતમ પદ્ધતિઓ સાથે આગળ વધવાની જરૂર છે જેમાં ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં નવીનતમ ટેકનોલોજીની જરૂર છે જ્યાં એકંદરે માનસિકતા અને વ્યવસાય કરવાના અભિગમના સંદર્ભમાં ઘણા મોટા પરિવર્તનોની જરૂર છે અને આપણે સૌએ ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવા પર વધુ મહત્વ આપવું જોઇએ.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635180

 

સ્વચ્છ ઉર્જા ભારતને કોવિડ-19 પછી આર્થિક ઉન્નતિમાં મદદરૂપ થઇ શકે છે

નીતિ આયોગ અને રોકી માઉન્ટેઇન ઇન્સ્ટિટ્યુટ (RMI) દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા 'સ્વચ્છ ઉર્જા અર્થતંત્રની દિશામાં: કોવિડ-19 પછી ભારત માટે ઉર્જા અને પરિવહન ક્ષેત્રમાં રહેલી તકો' વિષય આધારિત અહેવાલમાં ભારતમાં સ્વચ્છ, ટકાઉક્ષમ અને ઓછો ખર્ચ થાય તેવી ભાવિ ઉર્જાની દિશામાં કામ કરવાની જરૂરિયાત હોવાનું ટાંકવામાં આવ્યું છે. આ પ્રયાસોમાં ઇલેક્ટ્રિક વાહનો, ઉર્જા સંગ્રહ અને અક્ષય ઉર્જા કાર્યક્રમો વગેરેને પણ સામેલ કરવામાં આવ્યા છે. કોવિડ-19 કેવી રીતે ભારતમાં સ્વચ્છ ઉર્જા તરફ સ્થળાંતરણમાં પ્રભાવ પાડશે તે બાબતો આ અહેવાલમાં ઓળખી કાઢવામાં આવી છે. ખાસ કરીને પરિવહન અને ઉર્જા ક્ષેત્રને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે તેમજ આર્થિક પુનરુત્થાનની કવાયતો જાળવી રાખવા અને સ્વચ્છ ઉર્જા અર્થતંત્ર પર એકધારી ગતિ સાથે આગળ વધવા માટે સિદ્ધાંતો અને વ્યૂહાત્મક તકો અંગે દેશના નેતાઓને ભલામણો કરવામાં આવી છે. કોવિડના કારણે ભારતમાં પરિવહન અને ઉર્જા ક્ષેત્રમાં માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને પૂરવઠા બાજુએથી ઘણા પડકારો છે. પ્રવાહિતાના અવરોધો તેમજ પૂરવઠાની અછતથી માંડીને ગ્રાહકોની માંગ અને પ્રાધાન્યતાઓ પડકારો ઉભા થયા છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635298

 

15મા નાણાં પંચે  માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય સાથે બેઠક યોજી

શ્રી એન. કે. સિંહની અધ્યક્ષતામાં નાણાં પંચે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય સાથે વિગતવાર ચર્ચા માટે બેઠક યોજી હોતી. આ બેઠક હાલમાં ચાલી રહેલી મહામારીના સમયમાં જેની જરૂરિયાતમાં વધારો થયો છે તેવા શિક્ષણ માટે ઑનલાઇન વર્ગો અને તેનો ઉપયોગ સહિત શિક્ષણશાસ્ત્ર સંબંધિત વિવિધ મુદ્દે ચર્ચા કરવા માટે યોજવામાં આવી હતી. પંચે આ બેઠક વિશેષરૂપે કોવિડ-19 મહામારીના સમયમાં શિક્ષણના વિષય પર વર્ષ 2020-21 અને 2025-26 માટે તેમના અહેવાલમાં ભલામણો કરવાના હેતુથી ચર્ચા કરવા માટે ખાસ બોલાવી હતી.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1635159

 

PM સ્વનિધી પોર્ટલ શરૂ કરાયું (બીટા સંસ્કરણ)

આવાસ અને શહેરી બાબતોના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રએ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડરના આત્મનિર્ભર ભંડોળ “PM સ્વનિધીપોર્ટલનો વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો, બેંકો, ચુકવણી સ્વીકારનારી સંસ્થાઓના અધિકારીઓ અને અન્ય હિતધારકોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. ડિજિટલ ટેકનોલોજી ઉકેલોનો લાભ ઉઠાવીને, આ પોર્ટલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું જેથી તે વપરાશકર્તાઓને આ યોજના અંતર્ગત લાભો મેળવવા માટે એકીકૃત અને સંપૂર્ણ IT ઇન્ટરફેસ ઉપલબ્ધ થઇ શકે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1635176

 

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • મહારાષ્ટ્રઃ રાજ્યમાં કોવિડ-19 દર્દીઓની વર્તમાન સંખ્યા 1,69,883 છે. છેલ્લા 24 કલાક દરમિયાન 5,257 નવા પોઝિટીવ દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 88,960 થઇ ગઇ છે. કુલ સક્રિય દર્દીઓની સંખ્યા 73,298 છે. ગ્રેટર મુંબઇ વિસ્તારમાં 1,247 નવા પોઝિટીવ કેસો સામે આવ્યાં છે, જ્યારે સોમવારે 391 લોકો સાજા થયા હતા અને 21 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. કુલ ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 76,294 થઇ ગઇ છે. બીજી તરફ, મહારાષ્ટ્ર સરકારે વિવિધ કેન્દ્ર સરકારની કચેરીઓ/ સંસ્થાઓ, ઉચ્ચ અદાલત અને જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓને ઉપનગરીય સ્થાનિક ટ્રેનો મારફતે પ્રવાસ કરવા માટે મંજૂરી આપવા રેલવે મંત્રાલયને વિનંતી કરી છે.
  • ગુજરાતઃ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 626 કેસો સામે આવતાં કોવિડ-19 કેસોની કુલ સંખ્યા વધીને 32,023 થઇ ગઇ છે. વધુમાં આ સમયગાળા દરમિયાન 19 વ્યક્તિઓના મરણ થતા રાજ્યમાં કોવિડ-19ના કારણે કુલ મૃત્યુઆંક વધીને 1,828 થઇ ગયો છે. ગુજરાત સરકારે 1 જુલાઇથી રાત્રે 8 વાગ્યાં સુધી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે. જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ રાત્રે 9 વાગ્યાં સુધી ખુલ્લા રાખી શકાશે. રાજ્યમાં નીચલી અદાલતો આવતીકાલથી ફરી શરૂ થશે, જોકે સુનાવણી માત્ર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જ હાથ ધરવામાં આવશે.
  • રાજસ્થાનઃ આજે સવારે રાજ્યમાં 94 નવા કેસો નોંધાયા છે, જેના કારણે રાજસ્થાનમાં કોવિડ-19ના કુલ નોંધાયેલા કેસોની સંખ્યા વધીને 17,753 થઇ ગઇ છે. સક્રિય કેસોની સંખ્યા 3,397 છે. રાજ્યમાં કુલ 13,948 લોકો સાજા થયા છે, જ્યારે આજદિન સુધીમાં 409 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. આજે મોટાભાગના નવા કેસો સિકર જિલ્લા (33)માંથી અને ત્યારબાદ અલવર જિલ્લા (22)માંથી નોંધાયા હતા.
  • મધ્યપ્રદેશઃ આજે રાજ્યમાં 184 નવા કેસો સામે આવતાં કોરોના સંક્રમણના કુલ કેસોની સંખ્યા 13,370 પર પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં 2,607 સક્રિય કેસો છે અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10,199 પર પહોંચી ગઇ છે. સોમવારે મોરેના જિલ્લામાં 24 નવા કેસો અને સાગર જિલ્લામાં 19 નવા કેસો સામે આવ્યાં હતા.
  • છત્તીસગઢઃ 101 નવા કેસો સામે આવતાં રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 2,795 પર પહોંચી ગઇ છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યા 632 છે. સોમવારે દુર્ગ જિલ્લામાં સૌથી વધારે 30 નવા કેસો નોંધાયા હતા, ત્યારબાદ જશપુરમાંથી 25 નવા કેસો અને ત્યારબાદ રાયપુરમાંથી 10 કેસો નોંધાયા હતા.
  • ગોવાઃ રાજ્યમાં કોરોના વાયરસના નવા 53 કેસો સામે આવતાં પોઝિટીવ કેસોની કુલ સંખ્યા વધીને 1,251 થઇ ગઇ છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 724 છે. સોમવારે 46 લોકો સાજા થતાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 524 થઇ ગઇ છે.
  • કેરળ: કેરળમાં કોવિડ-19ના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે; 76 વર્ષીય દર્દી મૂળ રાજ્યના પાટનગર તિરુવનંતપૂરમના વતની હતા અને શનિવારે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તેઓ મુંબઇથી પરત આવ્યા ત્યારપછી વાયરસની ઝપેટમાં આવી ગયા હતા. જોકે, તેમના પરીક્ષણોના પરિણામો પોઝિટીવ હોવાનું આજે જાણવા મળ્યું હતું. પાટનગરમાં કોવિડના કારણે આ ચોથી વ્યક્તિનું મૃત્યુ થયું છે અને રાજ્યમાં કુલ 24 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. સરકાર નિર્ણય લીધો છે કે, આવતીકાલથી લોકોને લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. લૉકડાઉનના કારણે આ લાઇસન્સ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. આ માટેની પરીક્ષા ઑનલાઇન લેવામાં આવશે. રાજ્યમાં ગઇકાલે કોવિડ-19ના વધુ 121 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ હતી. રાજ્યમાં હાલમાં 2057 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં હાલમાં કુલ 1,80,617 લોકોને વિવિધ જિલ્લામાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
  • તામિલનાડુ: ચેન્નઇ અને મુદારાઇમાં હજુ પણ 5 જુલાઇ સુધી લૉકડાઉનનો કડક અમલ ચાલુ રાખવામાં આવશે અને વર્તમાન સમયમાં આપવામાં આવેલી છૂટછાટો સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર 31 જુલાઇ સુધી તામિલનાડુના અન્ય હિસ્સા માટે અમલમાં રહેશે. સરકાર કોવિડ-19ના પરીક્ષણ માટે ICMR દ્વારા સૂચવવામાં આવેલી એન્ટીજેન રેપિડ પરીક્ષણ કીટ્સનો ઉપયોગ નહીં કરે કારણ કે તેમાં સંવેદનશીલતા દર ઓછો. પરીક્ષણ માટે RTPCR ટેસ્ટિંગ ચાલુ રાખવામાં આવશે. ગઇકાલે રાજ્યમાં 3949 નવા કેસો નોંધાયા છે જ્યારે 2212 દર્દીઓ સાજા થયા અને  વધુ 62 દર્દીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 86224, સક્રિય કેસ: 37331, મૃત્યુ થયા: 1141, રજા આપવામાં આવી: 45537, ચેન્નઇમાં સક્રિય કેસ: 21681.
  • કર્ણાટક: રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય કનેક્ટ નામથી ઑનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નોકરી ઇચ્છુકોને મદદરૂપ થવા માટે આ પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે; મહામારીના કારણે જેમણે પોતાની નોકરી ગુમાવી છે તેવા નોકરી ઇચ્છુક લોકોને મદદરૂપ થવા માટે સરકાર દ્વારા પણ 7 જુલાઇના રોજ ઑનલાઇન નોકરી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી હોસ્પિટલોના વડાઓ સાથે બેઠક યોજ્યા પછી રાજ્યના મુખ્યમંત્રીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, બેંગલુરુમાં ખાનગી હોસ્પિટલો કોવિડ-19ના દર્દીઓ માટે 50% બેડ (કુલ 4500 બેડ) આરક્ષિત રાખવા માટે સંમત છે. રાજ્યમાં સતત બીજા દિવસે એટલે કે ગઇકાલે કોવિડના 1000થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા હતા. ગઇકાલે 1105 નવા કેસ નોંધાયા, 176 દર્દીને રજા આપવામાં આવી અને 19 દર્દીઓ મૃત્યુ પામ્યા. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 14295, સક્રિય કેસ: 6382, મૃત્યુ થયા: 226, સાજા થયા: 7684.
  • આંધ્રપ્રદેશ: ખાનગી બસ ચાલકોએ સરકારને વિનંતી કરી હતી કે, કર્ણાટક, ગુજરાત અને ઉત્તરપ્રદેશની જેમ અહીંયા પણ કર માફ કરવામાં આવે અને સંપૂર્ણ વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવે કારણ કે, કોવિડ-19ના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પગલે બસ સેવાઓ બંધ કરવામાં આવી હોવાથી તેઓ ત્રિમાસિક કરવેરો (એપ્રિલ- જૂન) ભરવાની સ્થિતિમાં નથી. છેલ્લા 24 કલાકમાં 18,114 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાંથી 704 પોઝિટીવ કેસ નોંધાયા હતા. 258 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી જ્યારે સાત દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. નવા નોંધાયેલા 704 કેસમાંથી 51 દર્દીઓ અન્ય રાજ્યમાંથી આવેલા છે જ્યારે પાંચ દર્દીઓ વિદેશથી પરત આવેલા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 14,595, સક્રિય કેસ: 7897, મૃત્યુ પામ્યા: 187, સાજા થયા: 6511.
  • તેલંગાણા: લૉકડાઉનના સ્વૈચ્છિક અમલીકરણને જુના શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. વાયરસનો ચેપ ફેલાતો રોકાવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોવાથી દુકાનદારોએ તેમનો વેપાર સ્થગિત કરી દીધો છે અને તેઓ ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે. ગઇકાલ સુધીમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસ: 15394, સક્રિય કેસ: 9559, મૃત્યુ થયા: 253, સાજા થતા રજા આપવામાં આવી: 5582.
  • મણિપુર: મણિપુરમાં અત્યાર સુધીમાં કોવિડ-19 માટે 49,882 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે જેમાંથી કુલ 1227 કેસ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે. ડ્રગ્સ અને આલ્કોહોલ વિરુદ્ધ સંગઠન (CADA) દ્વારા મણિપુરમાં હિયાંગલામ- વાબાગાઇ ટેરાપિશ્ક ખૈતેલ ખાતે કોવિડ-19 અંગે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • મેઘાલય: આસામ (ગુવાહાટી)થી આવેલી વધુ એક વ્યક્તિને મેઘાલયના ખ્લિએરિઆત ખાતે કોવિડ-19નો પોઝિટીવ ટેસ્ટ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસની સંખ્યા 52 થઇ ગઇ છે જેમાંથી હાલમાં 9 સક્રિય કેસો સારવાર હેઠળ છે.
  • મિઝોરમ: મિઝોરમમાં નોંધાયેલા કોવિડ-19ના કુલ કેસોમાંથી 80% કરતા વધારે દર્દીઓ સાજા થઇ ગયા છે. હાલમાં રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા 29 છે. મિઝોરમમાં આજે વધુ 61 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે.
  • નાગાલેન્ડ: નાગાલેન્ડમાં કોવિડ-19ના નવા 8 પોઝિટીવ કેસ શોધી કાઢવામાં આવ્યા હોવાથી રાજ્યમાં નોંધાયેલા કુસ પોઝિટીવ કેસની સંખ્યા 459 થઇ ગઇ છે જેમાંથી હાલમાં 291 સક્રિય કેસ છે અને 168 દર્દીઓ સાજા થઇ ગયા છે. નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં કોવિડ-19નો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો છે.

 

 

 

FACTCHECK

 

 

 

 

 

 

 

 

 



(Release ID: 1635471) Visitor Counter : 255