પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીના અધ્યક્ષ સ્થાને કોરોના વાયરસ મહામારીથી બચવા માટેની રસીના આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરવા બેઠક મળી


પ્રધાનમંત્રીએ આ રાષ્ટ્રીય પ્રયાસમાં પાયા રૂપ બની શકે તેવા ચાર માર્ગદર્શક સિધ્ધાંતો જણાવ્યા

Posted On: 30 JUN 2020 2:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને આજે કોરોના વાયરસ મહામારી થી બચવા માટેની રસી જ્યારે ઉપલબ્ધ બને ત્યારે આયોજન અને તૈયારીઓની સમીક્ષા કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.

પ્રધાનમંત્રીએ બાબતની નોંધ લીધી હતી કે ભારતની વ્યાપક અને વિવિધતા ધરાવતી વસતીને માટે આયોજન કરાય ત્યારે તેમાં મેડિકલ સપ્લાય ચેઈન, જોખમ ખેડી રહેલી વસતીને અગ્રતા, પ્રક્રિયામાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન અને તેની સાથે સાથે રાષ્ટ્રીય પ્રયાસમાં ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ ચાર માર્ગદર્શક સિધ્ધાંતો દર્શાવ્યા હતા કે જે રાષ્ટ્રીય પ્રયાસનો પાયો બની શકે તેમ છે.

પ્રથમ સિંધ્ધાંત છે કે કપરી સ્થિતિમાં હોય તેવાં જૂથોની ઓળખ કરવી જોઈએ અને તેમનુ વહેલુ રસીકરણ થાય તે માટે અગ્રતા આપવાની રહેશે. ઉદાહરણ તરીકે ડોકટરો, નર્સો. હેલ્થકેર વર્કર્સ, નોન-મેડિકલ ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સ તથા સામાન્ય લોકોમાં રહેલા કપરી સ્થિતિમાં રહેતા લોકો.

 

બીજો સિધ્ધાંત રહેશે કે વ્યક્તિઓ કોઈ પણ સ્થળે હોય અને જ્યાં પણ હોય ત્યાં રસીની વ્યવસ્થા કરવાની રહેશે. તેમાં વ્યક્તિના કાયમી વસવાટ સ્થળે સંબંધી નિયંત્રણો લાદયા વગર રસી આપવી જોઈએ.

 

ત્રીજો સિધ્ધાંત રહેશે કે રસી પોસાય તેવી અને સાર્વત્રિક ઉપયોગમાં લઈ શકાય તેવી હોવી જોઈએ અને કોઈ વ્યક્તિ બાકી રહેવો જોઈએ નહી અને ચોથો મુદ્દો છે કે રસી નુ ઉત્પાદન કરવાથી માંડીને રસીકરણ કરવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં ટેકનોલોજીના માધ્યમથી મોનિટરીંગ અને રીયલ ટાઈમ સહયોગ પ્રાપ્ત થવો જોઈએ.

પ્રધાનમંત્રીએ અધિકારીઓને વ્યાપકપણે એવી સૂચના આપી છે કે રાષ્ટ્રીય પ્રયાસમાં કરોડરજ્જુની જેમ  કામ કરી શકે તેવા રસીકરણના ઉપલબ્ધ ટેકનોલોજીકલ વિકલ્પો અત્યંત સમયબધ્ધ રીતે સમીક્ષા થવી જોઈએ તથા પ્રયાસો અત્યંત કાર્યક્ષમતા વડે હાથ ધરાવા જોઈએ.

પ્રધાનમંત્રીએ આદેશ આપ્યો છે કે પ્રકારના રસીકરણની પ્રક્રિયાનુ વિગતવાર આયોજન તાત્કાલિક ધોરણે હાથ ધરાવુ જોઈએ.

બેઠકમાં રસી વિકસાવવાના હાલના પ્રયાસોની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યુ હતું કે કોરોના વાયરસ મહામારીના રસીકરણ બાબતે ભારતની કટિબધ્ધતા અને ભૂમિકા ખૂબ મહત્વની બની રહેશે.

 

 

GP/DS


(Release ID: 1635363) Visitor Counter : 245