ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

PM FME યોજનાથી કુલ રૂ.35,000 કરોડનું મૂડી રોકાણ થશે અને 9 લાખ કુશળ અને અર્ધ કુશળ રોજગારી પ્રાપ્ત થશેઃ હરસિમરત કૌર બાદલ

આ યોજનાથી 8 લાખ એકમોને લાભ થશે તથા માહિતી, તાલિમ, બહેતર બજાર અને ઔપચારિકરણનો લાભ મળશે

શ્રીમતિ હર સિમરત કૌર બાદલે “પીએમ ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીઝ (પીએમ એફએમઈ) યોજનાનો પ્રારંભ કર્યો”

PM FME યોજનાની માર્ગરેખાઓ જાહેર કરાઈ

Posted On: 29 JUN 2020 1:33PM by PIB Ahmedabad

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતિ હરસિમરત કૌર બાદલે તા.29 જૂન, 2020ના રોજઆત્મનિર્ભર ભારત અભિયાનના હિસ્સા તરીકે પીએમ ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસીંગ એન્ટરપ્રાઈઝીઝ (પીએમ એફએમઈ)” યોજનાનો પ્રારંભ કર્યો છે.કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે યોજનાથી કુલ રૂ.35,000 કરોડનું મૂડી રોકાણ થશે અને 9 લાખ કુશળ અને અર્ધ કુશળ રોજગારી પ્રાપ્ત થશે તથા 8 લાખ એકમોને માહિતી, તાલિમ તથા બહેતર બજાર અને ઔપચારિકરણનો લાભ મળશે. પ્રસંગે યોજનાની માર્ગરેખાઓ પણ જાહેર કરવામાં આવી હતી.

સ્થાનિક ફૂડ પ્રોસેસીંગ એકમોની ભૂમિકા અંગે પ્રકાશ ફેંકતા કેન્દ્રીયમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગામડાંના ઉદ્યોગસાહસિકો દ્વારા ગામડાંઓમાં ખાદ્ય ઉત્પાદનો તૈયાર કરીને સ્થાનિક લોકોને પૂરી પાડવાની લાંબા સમયથી ચાલી આવતી વ્યવસ્થા છે. માનનીય પ્રધાનમંત્રીએ તા.12-05-2020ના રોજ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં સ્થાનિક એકમોનું મહત્વ અને તેમની ભૂમિકા વિશે ભારપૂર્વક જણાવ્યુ હતું.

કટોકટીના સમયમાં સ્થાનિક એકમોએ માંગ પૂરી કરી છે અને તેણે આપણને બચાવ્યા છે. સ્થાનિક માત્ર જરૂરિયાત નથી, તે આપણી જવાબદારી પણ છે. સમયે આપણને શિખવ્યું છે કે આપણે સ્થાનિકને જીવન મંત્ર તરીકે સ્વિકારવા જોઈએ. તમે આજે જે વૈશ્વિક બ્રાન્ડઝનો અનુભવ કરો છો તે ક્યારેક સ્થાનિક બ્રાન્ડ જેવી હતી, પરંતુ લોકોએ તેનો ઉપયોગ શરૂ કરતાં, તેને પ્રોત્સાહન આપવાનું શરૂ કરતાં તેનું બ્રાન્ડીંગ થયું અને તે અંગે ગૌરવ અનુભવવા લાગ્યા. આથી તે સ્થાનિક પ્રોડક્ટસમાંથી વૈશ્વિક બ્રાન્ડઝ બની ગઈ. જેના કારણે આજથી દરેક ભારતીય વ્યક્તિએ સ્થાનિક માટે બોલકા થવાનું છે. માત્ર સ્થાનિક બ્રાન્ડ ખરીદવાની નથી, પણ તેનો ગૌરવભેર પ્રચાર કરવાનો છે. મને વિશ્વાસ છે કે આપણો દેશ આવું કરી શકશે.

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ ક્ષેત્ર હાલમાં જે પડકારોનો સામનો કરી રહ્યું છે તે અંગે વાત કરતાં શ્રીમતિ બાદલે જણાવ્યું હતું કે અસંગઠીત ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે અને તેના કારણે તેમની કામગીરી અને વૃધ્ધિ મર્યાદિત બની ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પડકારોમાં આધુનિક ટેકનોલોજી અને ઉપકરણો, તાલિમ, સંસ્થાકિય ધિરાણ, પાયાની જાણકારીનો અભાવ, ઉત્પાદનોના ગુણવત્તા નિયંત્રણ અંગે જાગૃતિનો અભાવ, બ્રાન્ડીંગનો અભાવ તથા માર્કેટીંગ કૌશલ્ય વગેરેનો અભાવ નડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વ્યાપક ક્ષમતા હોવા છતાં પણ પ્રકારના પડકારોને કારણે અસંગઠીત ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્ર મૂલ્ય વૃધ્ધિ અને ઉત્પાદનની દ્રષ્ટિએ ઘણું ઓછુ પ્રદાન કરી શકે છે.

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અસંગઠીત ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં અંદાજે 25 લાખ જેટલા એકમો આવેલા છે, જે રોજગારીમાં 74 ટકાનું પ્રદાન કરે છે. એકમોમાંથી અંદાજે 66 ટકા એકમો ગ્રામ વિસ્તારોમાં આવેલા છે અને તેમાંના 80 ટકા પરિવાર આધારિત એકમો છે, જે ગ્રામ્ય પરિવારોને આજીવિકા પૂરી પાડવાની સાથે સાથે શહેરી વિસ્તારોમાં થતું તેમનું સ્થળાંતર રોકે છે. એકમો મહદ્દ અંશે માઈક્રો એકમોની કક્ષામાં આવે છે.

 

GP/DS


(Release ID: 1635144) Visitor Counter : 277