સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દર્દીઓ સાજા થવાની સંખ્યા સક્રિય કેસોની સરખામણીએ તીવ્ર ગતિએ વધી રહી છે

સાજા થયેલા અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત 1 લાખથી વધારે થઇ ગયો

કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 58.56% નોંધાયો

દૈનિક સેમ્પલના પરીક્ષણનો આંકડો 2.3 લાખથી વધી ગયો

Posted On: 28 JUN 2020 12:27PM by PIB Ahmedabad

ભારત સરકાર દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે મળીને કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલા તબક્કાવાર, પૂર્વ-અસરકારક અને પૂર્વ-સક્રિય પગલાંના પ્રોત્સાહક પરિણામો જોવા મળી રહ્યા છે.

 

હાલમાં દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા અને કોવિડ-19ના સક્રિય કેસો વચ્ચેનો તફાવત ઝડપથી 1 લાખનો આંકડો પાર કરી રહ્યો છે. આજે દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 106,661 વધારે નોંધાઇ છે. આમ, દેશમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 3,09,712 પર પહોંચી ગઇ છે. કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો દર 58.56% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી કુલ 13,832 દર્દીઓ સાજા થઇ ગયા છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,03,051 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ભારતમાં હવે કોવિડ-19ના પરીક્ષણ માટે સમર્પિત લેબોરેટરીની સંખ્યા વધીને 1036 થઇ ગઇ છે. આમાં 749 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 287 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.

તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 567 (સરકારી: 362 + ખાનગી: 205)

• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 382 (સરકારી: 355 + ખાનગી: 27)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 87 (સરકારી: 32 + ખાનગી: 55)

દેશમાં દરરોજ કોરોના વાયરસના બે લાખથી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2,31,095 સેમ્પલનું કોવિડ-19 માટે વિવિધ લેબોરેટરીઓમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને  82,27,802 સુધી પહોંચી ગયો છે.

કોવિડ સંબંધિત આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધુ મજબૂત કરવામાં આવેલી સ્થિતિ પર નજર કરીએ તો, 28 જૂન 2020ના રોજ દેશમાં 1,77,529 આઇસોલેશન બેડ, 23,168 ICU બેડ અને 78,060 ઓક્સિજન સમર્થિત બેડ સાથે 1055 કોવિડ સમર્પિત હોસ્પિટલ અને; 1,40,099 આઇસોલેશન બેડ, 11,508 ICU બેડ અને 51,327 ઓક્સિજન સમર્થિત બેડ સાથે 2,400 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો કાર્યાન્વિત છે.

વધુમાં દેશમાં, 8,34,128 બેડ સાથે 9,519 કોવિડ સંભાળ કેન્દ્રો હાલમાં દેશમાં કોવિડ-19નો સામનો કરવા માટે ઉપલબ્ધ છે. કેન્દ્ર દ્વારા 187.43 લાખ N95 માસ્ક અને 116.99 લાખ વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણો (PPE)નું વિવિધ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો/ કેન્દ્રીય સંસ્થાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS



(Release ID: 1634943) Visitor Counter : 268