પ્રધાનમંત્રીનું કાર્યાલય

પરમપુજનીય ડો. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનના 90મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીનુ સંબોધન

Posted On: 27 JUN 2020 11:58AM by PIB Ahmedabad

પરમપુજનીય ડો. જોસેફ માર થોમા મેટ્રોપોલિટન, પરમપુજનીય ફાધર્સ, માર થોમા ચર્ચના માનવંતા સભ્યો,

 

વિશિષ્ઠ સમૂહને સંબોધ કરતાં હું વિશેષ ગૌરવની લાગણી અનુભવુ છું. આપણે અહીં અત્યંત સન્માનનીય ડો. જોસેફ માર થોમા મેટ્રોપોલિટનના 90મા જન્મદિવસના ખાસ પ્રસંગે એકત્ર થયા છીએ. મારા તરફથી હું એમને અભિનંદન તથા દીર્ઘ જીવન અને ઉત્તમ આરોગ્ય માટે શુભેચ્છા પાઠવુ છું.

ડો. જોસેફ માર થોમા મેટ્રોપોલિટને તેમનુ સમગ્ર જીવન સમાજ અને દેશના હિતમાં સમર્પિત કરેલુ છે. તે ખાસ કરીને ગરીબી નાબૂદી અને મહિલા સશક્તિકરણની વિશેષ મનોભાવના ધરાવે છે.

 

મિત્રો,

માર થોમા ચર્ચ ભગવાન ઈસુના શિષ્ય સંત થોમસના ઉમદા વિચારો સાથે જોડાયેલુ રહ્યું છે. ભારત હંમેશાં આવી મહાન વિભૂતિઓ સહિત અનેક સ્ત્રોતોની અધ્યાત્મિક અસરથી પ્રેરાતુ રહ્યુ છે. સંત થોમસને અનુસરતો ભારતનો ખ્રિસ્તી સમુદાય પ્રગાઢ મૂલ્યો ધરાવે છે. સંત થોમસની સાથે આપણે માનવતાને સાંકળીએ છીએ. તે સાચે કહેતા હતા કેનમ્રતા એક સદગુણ છે અને તે હંમેશાં સદ્કાર્યોમાં પરિવર્તિત થાય છે. ”. નમ્રતાની ભાવના સાથે માર થોમસ ચર્ચ કામ કરતુ રહ્યુ છે અને આપણા સાથી ભારતીય બંધુઓના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનુ કામ કરી રહ્યુ છે. તેમણે પ્રકારની કામગીરી આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રે કરી છે. સંત થોમસ અપાર બુધ્ધિ પ્રતિભા ધરાવતા હતા. માર થોમા ચર્ચે ભારતની આઝાદીની લડત ઈતિહાસમાં એક મહત્વની ભૂમિકા બજાવી છે. ચર્ચ સમય રાષ્ટ્રીય એકતા માટે કામ કરી રહ્યુ હતું.

ચર્ચે કટોકટી સામે લડત આપી છે. ખૂબ ગૌરવની બાબત છે કે માર થોમા ચર્ચ ભારતીય મૂલ્યો ધરાવે છે. ચર્ચની ભૂમિકાની રાષ્ટ્રીય સ્તરે ભારે પ્રશંસા થઈ છે. માર થોમા ચર્ચના ભૂતપૂર્વ મેટ્રોપોલિટન ફિલિપોઝ માર ક્રિસ્ટોસ્ટોમને વર્ષ 2018માં પદ્મ વિભૂષણની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમણે અનેક લોકોને પ્રેરણા પૂરી પાડી છે.

મિત્રો,

દુનિયા આજે એક વૈશ્વિક મહામારી સામે આકરી લડત આપી રહી છે. કોરોના વાયરસ મહામારી માત્ર શારીરિક બીમારી નથી, તે લોકોના જીવન સામેનો એક પડકાર છે. તે આપણુ ધ્યાન બિન-આરોગ્યપ્રદ જીવન શૈલીઓ તરફ દોરે છે. વૈશ્વિક મહામારી એવુ સૂચવે છે કે સમગ્ર માનવ જાત સારવાર માગી લે છે. આપણે ધરતી ઉપર વધુ સંવાદિતા અને આનંદ પ્રવર્તે તે માટે તમામ પ્રયાસો કરતા રહીશું.

મિત્રો,

તમને જાણીને આનંદ થશે કે આપણા કોરોના વૉરિયર્સની તાકાતથી ભારત કોરોના વાયરસ મહામારીને મક્કમ લડત આપી રહ્યુ છે. કેટલાક લોકોએ એવી આગાહી કરી હતી કે ભારતમાં વાયરસની અસર ખૂબ આકરી બની રહેશે. આમ છતાં પણ સરકારે હાથ ધરેલા લૉકડાઉન તથા અન્ય અનેક પ્રકારની પહેલને કારણે તથા લોકોએ મહામારીને આપેલી લડતને કારણે ભારત અન્ય ઘણા દેશોની તુલનામાં ખુબ સારી સ્થિતિમાં છે. ભારતમાં સાજા થવાના દરમાં પણ વૃધ્ધિ થઈ રહી છે.

 

કોરોના વાયરસ મહામારીને કારણે કે અન્ય કોઈ પણ કારણથી કોઈનો પણ જીવ જાય તે ખૂબ કમનસીબ બાબત છે. કોરોના વાયરસ મહામારીને કારણે ભારતમાં મૃત્યુનો દર દર દસ લાખ લોકો દીઠ 12 જેટલો છે. સ્થિતિને અન્ય દેશો સાથે સરખાવીએ તો ઈટાલીમાં દર દસ લાખ લોકોએ મૃત્યુ દર 574 છે. અમેરિકા, બ્રિટન, સ્પેન અને ફ્રાન્સમાં પણ સંખ્યા ભારતની તુલનામાં ગણી મોટી છે. લાખો ગામડાં, કે જેમાં 85 કરોડ લોકો વસે છે તે કોરોના વાયરસથી લગભગ વણસ્પર્શ્યાં રહ્યાં છે.

 

મિત્રો,

લોકોના સહયોગથી લડાયેલી લડતનાં અત્યાર સુધી સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે. પણ, શું આપણે આપણી સાવચેતી ત્યજી શકીએ છીએ ? ના, સહેજ પણ નહી, હકિકતમાં તો આપણે હવે વધુ સાવચેત રહેવાનુ છે. માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સિંગ, બે ગજનુ અંતર જાળવવુ , જ્યાં ભીડ એકઠી થતી હોય તે જગાએ જવાનુ ટાળવુ, અને વારંવાર હાથ ધોતા રહેવુ તે ખૂબ મહત્નુ બની રહે છે.

 

તેની સાથે સાથે આપણે આપણા 130 કરોડ લોકોની સમૃધ્ધિ માટે આર્થિક વિકાસ અમે સમૃધ્ધિ તરફ પણ ધ્યાન આપતા રહેવાનુ છે. માટે વેપાર અને ઉદ્યોગનાં ચક્રો પણ ચાલતાં રહેવાં જોઈએ. ખેતીથી પણ સમૃધ્ધિ આવવી જોઈએ. છેલ્લાં થોડાંક સપ્તાહમાં ભારત સરકારે અર્થતંત્રને લાગુ પડતી લાંબા અને ટૂંકા ગાળાની સમસ્યાઓ તરફ ધ્યાન આપ્યુ છે. દરિયાથી માંડીને આકાશ સુધી, ખેતરથી માંડીને ફેકટરીઓ સુધી, દરેક ભારતીયની સમૃધ્ધિ માટે અનેક મૈત્રીપૂર્ણ અને વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

 

આત્મ નિર્ભર ભારત, સ્વ નિર્ભર ભારત માટે જે અનુરોધ કરવામાં આવ્યો છે તેનાથી દરેક ભારતીય માટે આર્થિક મજબૂતી અને સમૃધ્ધિની ખાત્રી મળશે. એક માસ પહેલાં ભારત સરકારની કેબિનેટે પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજનાને મંજૂરી આપી હતી. યોજનાથી આપણા માછીમારી ક્ષેત્રે પરિવર્તન આવવાનુ છે. રૂ. 20 હજાર કરોડથી વધુ રકમનુ મૂડીરોકાણ ધરાવતી યોજનાથી ક્ષેત્રને વેગ મળશે. યોજનાનો હેતુ નિકાસ કમાણી વધારવાનો અને સાથે સાથે 55 લાખથી વધુ લોકોને રોજગારી આપવાનો પણ છે. આપણે બહેતર ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓનો બહેતર ઉપયોગ થાય તેની ખાત્રી રાખવાની છે અને વેલ્યુ ચેઈનને વધુ મજબૂત બનાવવાની છે. મને વિશ્વાસ છે કે કેરાલાના મારા માછીમાર ભાઈઓ અને બહેનોને યોજનાનો લાભ મળશે.

મિત્રો,

અવકાશ ક્ષેત્રે ઐતિહાસિક સુધારા હાથ ધરવામાં આવ્યા છે. સુધારાને કારણે અવકાશ અસ્કયામતોનો અને પ્રવૃત્તિઓનો બહેતર ઉપયોગ થઈ શકશે. ડેટા અને ટેકનોલોજીની ઉપલબ્ધીમાં વધુ સુધારો થશે. હું જોઉ છું કે કેરાલાના ને ખાસ કરીને દક્ષિણ ભારતના અનેક યુવાનો વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઉંડો રસ દાખવી રહ્યા છે. સુધારાથી તેમને લાભ થશે.

 

મિત્રો,

આપણી સરકાર હંમેશાં ભારતને ગ્રોથ એન્જીન બનાવવાના સંવેદનશીલ અને લાંબા ગાળાના વિઝન સાથે કામ કરી રહી છે. અમે માત્ર દિલ્હીની આરામદાયક સરકારી ઓફિસોમાંથી નિર્ણયો લીધા નથી પણ, જમીની સ્તરે કામ કરતા લોકો પાસેથી પ્રતિભાવ મેળવ્યા પછી નિર્ણયો લીધા છે. અને ભાવનાને કારણે દરેક નાગરિક પાસે બેંક ખાતુ હોય તે સપનુ સાકાર થયુ છે. 8 કરોડથી વધુ લોકોને ધૂમાડા વગરના ચૂલા મળ્યા છે. ઘર વીનાના લોકોને ઘર મળી રહે તે માટે 1.5 કરોડ મકાનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે.

 

ભારત દુનિયાની સૌથી મોટી આરોગ્યલક્ષી યોજના ધરાવતો દેશ છે. યોજના મારફતે એક કરોડથી વધુ લોકોને ગુણવત્તા ધરાવતી સારવાર મળી છે. ગરીબ લોકો માટે અમે વન નેશન વન રેશન કાર્ડ યોજના લઈને આવ્યા છીએ. આથી તે જ્યાં પણ વસતા હોય તેમને સહાય મળી રહે છે. મધ્યમ વર્ગ માટે પણ અમે સંખ્યાબંધ પહેલ હાથ ધરી છે કે જેથી તેમનુ જીવન આસાન બની રહે. ખેડૂતો માટે અમે ટેકાના લઘુત્તમ ભાવોમાં વધારો કર્યો છે અને બાબતની ખાત્રી રાખી છે કે તેમને વાજબી ભાવ મળી રહે. ક્ષેત્રને અમે વચેટીયાથી મુક્ત કર્યુ છે.

 

મહિલાઓ માટે અમે બાબતનો ખ્યાલ રાખ્યો છે કે વિવિધ યોજનાઓ મારફતે તેમના આરોગ્યની યોગ્ય કાળજી લેવામાં આવે. તેમની કારકીર્દીનો માર્ગ પ્રસૂતીની રજાઓને કારણે અટવાય નહી તેનો પણ અમે ખ્યાલ રાખ્યો છે. ભારત સરકાર ધર્મ, જ્ઞાતી, જાતી, સ્ત્રી- પુરૂષ કે ભાષાને આધારે કોઈ ભેદભાવ કરતી નથી. અમે 130 કરોડ ભારતીયોનુ સશક્તિકરણ કરવાની ઈચ્છાને આધારે આગળ વધીએ છીએ અને માટેભારતનુ બંધારણઅમને પ્રકાશનો પંથ દર્શાવી માર્ગદર્શન આપતા રહ્યું છે.

 

મિત્રો,

પવિત્ર ગ્રંથ બાઈબલમાં એકતા અંગે વિસ્તૃત રીતે વાત કરી છે. હવે તમામ લોકોએ સંગઠીત થવાનો સમય છે. સાથે મળીને આપણા રાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરવાનુ છે. એવુ વિચારો કે આપણાં કાર્યો આપણા રાષ્ટ્રના વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકે તેમ છે. માર થોમા ચર્ચ, તેનાં મૂલ્યો જાળવવાની સાથે સાથે આગામી સમયમાં ભારતના વિકાસના ઈતિહાસમાં મહત્વની ભૂમિકા બજાવતુ રહેવાનુ છે.

 

ફરી એક વાર હું પરમપુજનીય ડો. જોસેફ માર થોમસ મેટ્રોપોલિટનને મારી શુભેચ્છા પાઠવુ છું.

 

આપ સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર.

 

GP/DS


(Release ID: 1634751) Visitor Counter : 274