PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 24 JUN 2020 6:27PM by PIB Ahmedabad

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 24.06.2020

 

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: કોવિડ-19ના પરીક્ષણોની સંખ્યા દૈનિક 2 લાખથી વધારે થઇ ગઇ; કોવિડ-19ની લેબોરેટરીની સંખ્યા 1000 સુધી પહોંચી

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પરીક્ષણનો આંકડો 2 લાખ પ્રતિ દિવસ કરતાં વધી ગયો છે જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ પરીક્ષણની સંખ્યા છે. ગઇકાલે 2,15,195 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 73,52,911 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ગઇકાલે 1,71,587નું પરીક્ષણ સરકારી લેબોરેટરીઓમાં જ્યારે 43,608 સેમ્પલનું પરીક્ષણ ખાનગી લેબોરેટરીમાં કરવામાં આવ્યું હતું. ખાનગી લેબોરેટરીઓમાં પણ એક દિવસમાં ગઇકાલે સૌથી વધુ પરીક્ષણ નોંધાયા હતા. ભારતમાં કોવિડ-19ના પરીક્ષણોની લેબોરેટરીઓના સતત વધી રહેલા નેટવર્કના પૂરાવા તરીકે, અત્યારે દેશમાં પરીક્ષણની લેબોરેટરીઓની સંખ્યા 1000 સુધી પહોંચી ગઇ છે. આમાં 730 લેબોરેટરી સરકારી ક્ષેત્રની છે જ્યારે 270 લેબોરેટરીઓ ખાનગી ક્ષેત્રની છે.

દેશમાં કોવિડ-19માંથી સાજા થતા દર્દીઓની સંખ્યામાં પણ એકધારો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19માંથી 10,495 દર્દીઓ સાજા થઇ ગયા છે. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,58,684 દર્દીઓ કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થઇ ગયા છે. કોવિડ-19ના દર્દીઓનો સાજા થવાનો 56.71% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,83,022 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633946

 

મંત્રીમંડળે તમામ ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને વેગ આપવા ઐતિહાસિક નિર્ણયો લીધા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજ રોજ મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાંક સીમાચિહ્નરૂપ નિર્ણયો લેવાયા હતા, જે લાંબા ગાળે તમામ ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં અતિ જરૂરી વેગ આપશે. આ નિર્ણયો રોગચાળાના સમયમાં અતિ મહત્ત્વપૂર્ણ છે. આ નિર્ણયો આ મુજબ છે: પશુ સંવર્ધનના ક્ષેત્રમાં માળખાગત વિકાસ માટે જરૂરી ફંડની રચના; ઉત્તરપ્રદેશમાં કુશીનગર એરપોર્ટની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેરાત; મ્યાન્મારમાં શેવે ઓઇલ એન્ડ ગેસ પ્રોજેક્ટના વધુ વિકાસ માટે ઓવીએલ દ્વારા વધારે રોકાણને મંજૂરી આપવામાં આવી;

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633976

 

મંત્રીમંડળે પશુ સંવર્ધન માળખાગત વિકાસ ફંડ સ્થાપિત કરવાની મંજૂરી આપી

તાજેતરમાં જાહેર કરેલા આત્મ નિર્ભર ભારત અભિયાન પ્રોત્સાહન પેકેજના સંબંધમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોના મંત્રીમંડળે આજે પશુ સંવર્ધનના ક્ષેત્રમાં રૂ. 15000 કરોડના માળખાગત વિકાસ માટે જરૂરી ફંડ (એએચઆઇડીએફ)ની રચના કરવાની મંજૂરી આપી છે. ભારત સરકાર આકાંક્ષી જિલ્લાઓમાંથી લાયકાત ધરાવતા લાભાર્થીઓને વ્યાજમાં 4 ટકા અને અન્ય જિલ્લાઓમાંથી લાયકાત ધરાવતા લાભાર્થીઓને વ્યાજમાં 3 ટકા સહાય આપશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633976

 

12 મહિનાના ગાળા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત શિશુ લોન ત્વરિત અદા કરવા પર વ્યાજમાં 2 ટકા સહાયની યોજના મંજૂર

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) અંતર્ગત લાયકાત ધરાવતા ઋણધારકોના તમામ શિશુ લોન ખાતાઓને 12 મહિનાના ગાળા માટે વ્યાજમાં 2 ટકાની સહાય માટેની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત એમએસએમઈ સાથે સંબંધિત જાહેર થયેલા પગલાઓ પૈકીની એક છે, જેનો અમલ થશે. આ યોજના અભૂતપૂર્વ સ્થિતિનો સામનો કરવા બનાવવામાં આવી છે. એનો ઉદ્દેશ આર્થિક દ્રષ્ટિએ સૌથી ઓછી આવક ધરાવતા વર્ગના ઋણધારકોની નાણાકીય ચિંતા દૂર કરવાનો છે. આ યોજના ક્ષેત્રને અતિ જરૂરી રાહત પ્રદાન કરશે એવી અપેક્ષા છે, જેથી ફંડના અભાવે કર્મચારીઓને છૂટાં કર્યા વિના નાનાં વ્યવસાયો કામગીરી ચાલુ રાખવા સક્ષમ બનશે. આ કટોકટીના સમયગાળા દરમિયાન નાનાં વ્યવસાયોને કામગીરી જાળવી રાખવા ટેકો આપીને  યોજના અર્થતંત્ર પર સકારાત્મક અસર કરશે અને એને બેઠું કરવા ટેકો આપશે એવી અપેક્ષા છે, જે ભવિષ્યમાં રોજગારીના સર્જન માટે જરૂરી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633969

 

સુક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગ મંત્રાલયે મુશ્કેલીમાં મુકાયેલા MSME ક્ષેત્રને મદદ કરવા માટે ભંડોળ આપવાની વધુ એક યોજના અમલમાં મૂકી

MSME મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે પેટા-ધિરાણ માટે ક્રેડિટ ગેરેન્ટી સ્કીમ (CGSSD)ની શરૂઆત કરી છે જે “MSME માટે સંકટગ્રસ્ત અસ્કયામત ભંડોળ- પેટા- ધિરાણ યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજના અનુસાર, રૂ. 20,000 કરોડ સુધીનું બાંયધરી કવચ એવા પ્રમોટરોને આપવામાં આવસે જેઓ બેંકો પાસેથી ધિરાણ લઇને સંકટમાં મુકાયેલા MSMEમાં હિસ્સા તરીકે વધુ રોકાણ કરી શકે તેમ હોય. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, આ યોજનાથી અંદાજે બે લાખ MSMEને આધાર મળશે અને તેનાથી આર્થિક પ્રવૃત્તિઓને ફરી બેઠી કરવામાં અને સમગ્ર ક્ષેત્રને પુનરુર્જિત કરવામાં મદદ મળશે. તેનાથી આ ક્ષેત્ર પર નિર્ભર હોય તેવા લાખો લોકોની આજીવિકા અને નોકરીઓ પણ સુરક્ષિત થશે. MSMEના જે પ્રમોટરો માપદંડો પૂર્ણ કરતા હોય તેઓ કોઇપણ અનુસૂચિત વાણિજ્યિક બેંકનો સંપર્ક કરીને આ યોજના અંતર્ગત લાભ લઇ શકે છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633907

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું દેશની રાજધાનીમાં 250 ICU બેડ સહિત અંદાજે 20,000 બેડ કોવિડના દર્દીઓ માટે આગામી એક અઠવાડિયામાં વધારવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “26 જૂન સુધીમાં દિલ્હીમાં રાધાસ્વામી વ્યાસ ખાતે કોવિડ સંભાળ કેન્દ્રમાં 10,000 બેડ કાર્યાન્વિત થઇ જશે. આ માટે અત્યારે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે અને આ સુવિધાનો મોટાભાગનો હિસ્સો શુક્રવારથી કાર્યરત થઇ જશે.શ્રી અમિત શાહે દિલ્હીના મુખ્યમંત્રીની એક ટ્વીટને ટાંકતી ANIની ટ્વીટ પર પ્રતિક્રિયામાં કરેલી ટ્વીટ દ્વારા આમ જણાવ્યું હતું. ANIની ટ્વીટમાં લખ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રીય ગૃહમંત્રીને છત્તરપુરમાં આવેલા રાધા સ્વામી સત્સંગ વ્યાસ કેમ્પસમાં ઉભા કરવામાં આવેલા કોવિડ સંભાળ કેન્દ્રની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ વિનંતી કરી રહી કે, અહીં ITBP અને આર્મીના ડૉક્ટરો અને નર્સોને પણ નિયુક્ત કરવામાં આવે. તેના જવાબમાં, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “ત્રણ દિવસ પહેલાં જ અમારી બેઠકમાં આ સંબંધે નિર્ણય લેવામાં આવ્યો છે અને ગૃહ મંત્રાલયે દિલ્હીના રાધા સ્વામી વ્યાસ ખાતેના કોવિડ કેર સેન્ટરનું સંચાલન ITBPને સોંપ્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, “250 ICU બેડ સહિત 1,000 બેડની સંપૂર્ણ કાર્યરત હોસ્પિટલ આગામી અઠવાડિયાથી કોવિડના દર્દીઓ માટે તૈયાર થઇ જશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633751

 

રેલવે તંત્ર વિસ્થાપિત શ્રમિકો અને અન્ય લોકો માટે રૂપિયા 1800 કરોડની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓમાં 31 ઓક્ટોબર 2020 સુધી આગામી 125 દિવસમાં 8 લાખ માનવ દિવસની રોજગારીની તક ઉભી કરશે

6 રાજ્યોના 116 જિલ્લામાં લાગુ કરવામાં આવેલા ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનમાં થઇ રહેલી પ્રગતિની રેલવે મંત્રાલય દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. રેલવે ઝોન અને રેલવે PSUએ આ અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવા માટે યોજાયેલી બેઠકમાં ભાગ લીધો હતો. રેલવે દ્વારા તમામ 116 જિલ્લામાં અને રાજ્ય સ્તરે નોડલ અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. 125 દિવસનું આ અભિયાન મિશન મોડ પર કામ કરશે અને ખૂબ મોટી સંખ્યામાં વિસ્થાપિત શ્રમિકો પરત ફર્યા છે તેવા તમામ 6 રાજ્યો- બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓડિશામાંથી પસંદ કરાયેલા તમામ 116 જિલ્લામાં વિવિધ શ્રેણીના કામ/ પ્રવૃત્તિઓના અમલીકરણ પર ધ્યાન આપવામાં આવશે. અંદાજે 160 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓને આ અભિયાન અંતર્ગત વેગ આપવા માટે ઓળખી કાઢવામાં આવી છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633963

 

સંરક્ષણ મંત્રીએ રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે ભારતરશિયા વચ્ચે સંરક્ષણ સહકારની સમીક્ષા કરી

સંરક્ષણમંત્રી શ્રી રાજનાથ સિંહે મોસ્કોમાં ગઇકાલે રશિયા સંઘના નાયબ પ્રધાનમંત્રી શ્રી યુરી બોરીસોવ સાથે મળીને ભારત – રશિયા વચ્ચેના સંરક્ષણ સહકારની સમીક્ષા કરી હતી.શ્રી બોરીસોવ ભારત સાથે વ્યાપાર અને આર્થિક તેમજ વૈજ્ઞાનિક સહકાર માટે આંતર સરકાર પંચના સહ-અધ્યક્ષ છે. દ્વિપક્ષીય સહકાર અને પ્રાદેશિક મુદ્દાઓ માટે તેમની વચ્ચે ખૂબ જ સકારાત્મક અને પરિણામ આપનારી ચર્ચા થઇ હતી. સંરક્ષણમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, મહામારીના કારણે ઉભી થયેલી તમામ મુશ્કેલીઓ હોવા છતાં પણ, ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિવિધ ક્ષેત્રમાં સતત સારા જ રહ્યાં છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633801

 

વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી શ્રી પીયૂષ ગોયલે સેવા નિકાસકારોને સ્પર્ધાત્મક લાભ વિકસાવવા, સમાનતા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નવા ગંતવ્યો તેમજ નવી સેવાઓ શોધવા માટે પ્રોત્સાહિત કર્યા

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે સેવા નિકાસ પ્રોત્સાહન પરિષદ (SEPC)ના અધિકારીઓ અને વિવિધ સેવા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હિતધારકો સાથે ગઇકાલે બેઠક યોજી હતી. બેઠકમાં મળેલા વિવિધ સૂચનો અંગે પ્રતિભાવ આપતા શ્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સેવા ક્ષેત્રમાં ખૂબ જ મોટી સંભાવનાઓ સમાયેલી છે પરંતુ તેનો સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, સેવા ક્ષેત્રમાં સૌથી વધુ સફળ થયેલો વિભાગ IT અને આનુષંગિક સેવાઓ છે અને તેની પોતાની ક્ષમતાઓના કારણે તે ખૂબ જ આગળ વધ્યો છે અને તેમણે સરકારનો બહુ સહકાર પણ લેવાની જરૂર પડી નથી, જેમાં ઘણી વખત અમલદારશાહીના તાર તથા નિયંત્રણ પણ આવી શકે છે. તેમણે આ ઉદ્યોગને સ્પર્ધાત્મક લાભ વિકસાવવા, ગુણવત્તા પર ધ્યાન આપવા અને નવા ગંતવ્યો તેમજ સેવાઓ શોધવા માટે આહ્વાન કર્યું હતું.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633729

 

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે સમદ્ર દેશમાંથી આયુષમાં અગ્રણી નિષ્ણાતો સાથે વર્ચ્યુઅલ બેઠકને સંબોધન કર્યું

કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું હતું કે, કોવિડ મહામારીએ એકીકૃત તબીબી વ્યવસ્થાપનની યોગ્યતાનો પુનરોચ્ચાર કર્યો છે ઉમેર્યું હતું કે, આવનારા સમયમાં વધુ અસરકારક તબીબી પ્રોફીલેક્સિસ અને ઉપચારશાસ્ત્ર માટે આ પાસાં પર વધુ ગંભીર રીતે વિચાર કરવાની જરૂર પડશે. ભારતના અગ્રણી આયુષ નિષ્ણાતોને સંબંધોતી વખતે ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, એકીકૃત અથવા સાકલ્યવાદી વ્યવસ્થાપનની યોગ્યતા, બિન ચેપી રોગો, ડાયાબિટીઝ મેલીટસના કિસ્સામાં અનુભવાઇ હોવા છતાં, કોઇપણ કારણથી આ પરિબળને જે પ્રકારનું ધ્યાન મળવું જોઇતું હતું તેવું મળી શક્યું નથી. કોવિડના સંદર્ભમાં ડૉ. જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ વાયરસ બીમારી છે જેમાં પૂર્વસૂચન દર્દીની રોગ પ્રતિકારકતાપર નિર્ભર અને તેથી પ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. પ્રતિકારક શક્તિ વધારવા માટે હોમિઓપેથી અને અન્ય દવાના વ્યાપકથી દવાઓની વૈકલ્પિક સિસ્ટમમાં વધુ રુચિ ઉભી થઇ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633749

 

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રીએ નવી દિલ્હીમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે વર્ચ્યુઅલ માધ્યમથી યુક્તિ 2.0 પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઇકાલે આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વ્યાપારિક સંભાવના ધરાવતી ટેકનોલોજી અને ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ્સ સંબંધિત માહિતીનો આત્મસાત કરવામાં મદદરૂપ થવા માટે યુક્તિ 2.0 પહેલની શરૂઆત કરી છે. આ પ્રસંગે સહભાગીઓને સંબોધતા શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, યુક્તિ 2.0 અગાઉ MHRD દ્વારા કોવિડ મહામારીના સમયમાં સંબંધિત વિચારો ઓળખવા માટે બહાર પાડવામાં આવેલા યુક્તિ સંસ્કરણનું તાર્કિક એક્સટેન્શન છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, અગાઉના યુક્તિ સંસ્કરણના તમામ પરિણામો ટુંક સમયમાં બહાર પાડવામાં આવશે. મંત્રીશ્રીએ આ પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આપણા પ્રધાનમંત્રીએ આપણને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે મિશન આપ્યું છે અને યુક્તિ 2.0 પહેલ તે દિશામાં એક મહત્વનું પગલું છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633700

 

ઓપરેશન સમુદ્ર સેતુ - INS ઐરાવત 198 ભારતીય નાગરિકોને માલદીવ્સથી લઇને પર આવ્યું

ઓપરેશન સમુદ્ર સેતુઅંતર્ગત તૈનાત કરવામાં આવેલું INS ઐરાવત23 જૂન 2020ના રોજ વહેલી સવારે ટુટીકોરિન બંદર ખાતે 198 ભારતીય નાગરિકોને લઇને માલદીવ્સના માલે ખાતેથી પરત આવ્યું છે. આમ, ભારતીય નૌસેનાએ અત્યાર સુધીમાં માલદીવ્સમાંથી ભારતના 2386 નાગરિકોને વતન પર લાવ્યા છે. આ મુસાફરોના આગમન સાથે, ભારતીય નૌસેનાએ અત્યાર સુધીમાં માલદીવ્સ, શ્રીલંકા અને ઇરાન ખાતેથી મહામારીના સમય દરમિયાન કુલ 3305 ભારતીય નાગરિકોને વતન લાવવાની કામગીરી કરી છે.

 વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633742

 

કોવિડ-19ને ધ્યાનમાં રાખીને GPRAના ફાળવણી કરવામાં આવી હોય તે લોકો એકવાર રાહત આપવામાં આવી

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે GPRAના ફાળવણી કરવામાં આવી હોય તેવા લોકોને સરકારી આવાસમાં રહેવા માટે 15 દિવસ મુદત લંબાવી આપી છે એટલે કે તેમની મુદત 15 જુલાઇ 2020 સુધી લંબાવવામાં આવી છે. મંત્રાલયે અગાઉ 30 જૂન 2020 સુધી રહેવા માટેની મુદત લંબાવી આપી હતી. કોવિડ-19 મહામારીના કારણે જેમને ફાળવણી કરવામાં આવી હોય તેવા લોકોને રહેવાની વૈકલ્પિક જગ્યા શોધવામાં તેમજ સ્થળાંતરણ માટે શ્રમિકોની વ્યવસ્થા કરવામાં પડી રહેલી મુશ્કેલીઓ સંબંધિત વિવિધ મળેલી વિવિધ રજૂઆતોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ નિર્ણય લીધો છે. મંત્રાલયે ફાળવણી મેળવનારા સંબંધિત લોકોને સલાહ આપી છે કે તેઓ 15 જુલાઇ પહેલાં તેમના આવાસ ખાલી કરી દે અન્યથા તેમની પાસેથી નુકસાની ચાર્જ/ બજાર ભાડું વસુલવામાં આવશે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1633693

 

CSIR-NEERI ખાતે 3000થી વધુ કોવિડ-19 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું

CSIR- રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ સંશોધન સંસ્થા (CSIR-NEERI) ખાતે એપ્રિલ 2020થી કોવિડ-19ની પરીક્ષણ સુવિધા કાર્યાન્વિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અહીં કોવિડ-19ના 3000થી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દરરોજના 50 સેમ્પલના પરીક્ષણની ક્ષમતા સાથે, CSIR-NEERIમાં કોવિડ-19ન સેમ્પલનું પરીક્ષણ કરવા માટે પૂરતા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને પરીક્ષણ પૂર્વે તમામ યોગ્ય બાયો-સેફ્ટી અને બાયો-સિક્યુરિટીની સાવચેતી રાખવામાં આવે છે. આ સુવિધા નાગપુર અને આસપાસમાં વિદર્ભ વિસ્તારમાં રહેલા લોકોને કોવિડ-19ના સેમ્પલનું પરીક્ષણ કરાવવા માટે ઉપબલ્ધ છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633846

 

JNCASR દ્વારા કોવિડ-19ને કેન્દ્રમાં રાખીને ચેપી રોગોના મોલેક્યૂલર નિદાન માટે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ આવતી સ્વાયત્ત સંસ્થા જવાહરલાલ નહેરુ એડવાન્સ્ડ વૈજ્ઞાનિક સંશોધન કેન્દ્ર (JNCASR) દ્વારા જક્કુર કેમ્પસ સાથે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કોવિડ નિદાનાત્મક તાલીમ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર કોવિડ-19 મહામારી સામે રાષ્ટ્રની લડાઇમાં ક્ષમતા નિર્માણ કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે. મોલેક્યૂલર નિદાનાત્મક ટેકનિક્સ જેમ કે, વાસ્તવિક સમયમાં PCR, કોવિડ-19 સહિત મહામારીઓના નિદાન અને ટ્રેકિંગમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. કમનસીબે, ભારતમાં તબીબી નિદાનોમાં વાસ્વતિક સમયમાં PCR કરવા માટે અને તે અપનાવવા માટે પૂરતા કૌશલ્યપૂર્ણ લોકોની અછત છે. દેશની આ મહત્વપૂર્ણ અને અત્યાર સુધી પૂર્ણ ન થયેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, JNCASR દ્વારા પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ નિદાન તાલીમ સુવિધા શરૂ કરીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેથી કોવિડ-19 માટે વાસ્તવિક સમયમાં PCR નિદાન માટે લોકોને તાલીમ આપી શકાય.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1633847

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • કેરળઃ રાજ્ય સરકારે વિદેશમાંથી પરત ફરી રહેલા લોકો માટે ફરજિયાત કોવિડ પ્રમાણપત્રની જોગવાઇમાંથી રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે દેશોમાં કોવિડ પરીક્ષણ કરવું શક્ય નથી તેવા દેશોમાંથી પરત ફરી રહેલા મુસાફરોને PPE કીટ પહેરીને પરત ફરવા મંજૂરી આપવામાં આવશે અને એરલાઇન્સ કંપનીઓ આવા મુસાફરોને PPE કીટ પૂરી પાડશે. સરકાર કોવિડ નેગેટીવ પ્રમાણપત્રનો અમલ કરવાની તારીખ લંબાવવા અંગે પણ વિચારણા કરી રહી છે. બીજી તરફ, બાળકોનું રસીકરણ કરતી નર્સનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યાં બાદ કોચીમાં આશરે 40 બાળકોને ક્વૉરેન્ટાઇન કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યાં છે. રાજ્યની બહાર વધુ આઠ કેરળવાસીઓએ કોરોના વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ગઇકાલે રાજ્યમાં 141 નવા કોરોના વાયરસના પોઝિટીવ કેસો નોંધાયા હતા અને એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર રાજ્યમાં હજુ પણ 1,620 દર્દીઓ સારવાર હેઠળ છે.
  • તામિલનાડુઃ છેલ્લા 24 કલાકમાં પુડુચેરીમાં 59 નવા કેસો સાથે કોવિડ-19નો સૌથી મોટો ઉછાળો નોંધાતાં કુલ કેસોની સંખ્યા 461 પર પહોંચી ગઇ છે. તિરુપતિમાં 108 એમ્બ્યુલન્સનો 22 વર્ષીય કર્મચારી કોવિડ-19નો પ્રથમ ભોગ બન્યો છે. રાજ્યમાં કેસોની સંખ્યા વધીને 2,516 થઇ ગઇ છે, જ્યારે વધુ 39 લોકોના મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 833 પર પહોંચી ગયો છે. ગઇકાલે ચેન્નઇમાંથી 1,380 કેસો નોંધાયા હતા. કુલ કેસોની સંખ્યા 64,603 છે, જેમાંથી 28,428 કેસો સક્રિય છે, 833 લોકોના મરણ થયા છે અને 35,339 લોકોને રજા અપાઇ છે. ચેન્નઇમાં 18,889 કેસો સક્રિય છે.
  • કર્ણાટકઃ કોવિડ-19 પર નિયંત્રણ મેળવવાના ભાગરૂપે, આરોગ્ય અને પરિવાર કલ્યાણના નિદેશકે ખાનગી હોસ્પિટલોમાં અને મેડિકલ કોલેજોમાં તાવ માટેના ક્લિનિક અને ટેસ્ટ માટે નમૂના એકત્રિત કરતાં કેન્દ્રો ખોલવાનો આદેશ બહાર પાડ્યો છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે નિષ્ણાતોની સમિતિની ભલામણના આધારે રાજ્ય ફરી વખત લૉકડાઉન લાદવાનો નિર્ણય કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આશરે 8.5 લાખ વિદ્યાર્થીઓ સાવચેતીના પગલાંઓનું ચુસ્તપણે પાલન કરીને આવતી કાલથી શરૂ થતી SSLC (ધોરણ 10)ની પરીક્ષાઓ આપશે. બીજી તરફ KSRTC 25મી જૂનથી તબક્કાવાર રીતે AC બસોનું સંચાલન શરૂ કરશે. ગઇકાલે નવા 322 કેસો નોંધાયા હતા, 274 લોકોને રજા અપાઇ હતી અને આઠ વ્યક્તિઓના મરણ નીપજ્યાં હતા. અત્યાર સુધી 9,721 કેસો નોંધાયા છે, જેમાંથી 3,563 કેસો સક્રિય છે અને 150 લોકોના મરણ નીપજ્યાં છે.
  • આંધ્રપ્રદેશઃ વિજયવાડામાં લૉકડાઉનની જાહેરાતના થોડા કલાકોમાં જ રાજ્ય સરકારે પોતાના આદેશ પરત ખેંચતા અસંમજસભરી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. મંગળવારે રાત્રે ક્રિષ્ણા જિલ્લાના કલેક્ટરે કોરોના વાયરસના વધી રહેલા કેસોના કારણે 26મી જૂનથી શરૂ કરીને વિજયવાડામાં સાત દિવસના લૉકડાઉનની જાહેરાત કરતો આદેશ બહાર પાડ્યો હતો. સમગ્ર રીતે કેસોમાં 1,483 કેસો સાથે કુરનૂલ જિલ્લો ટોચ પર રહ્યો હતો, ત્યારબાદ ક્રિષ્ણા જિલ્લામાં 1,132 કેસો, અનંતપુરમાં 1,028 કેસો નોંધાયા છે. 36,047 નમૂનાઓના પરીક્ષણ બાદ છેલ્લા 24 કલાક દરમિયાન 497 નવા કેસો નોંધાયા છે, 146 લોકોને રજા આપવામાં આવી છે અને 10 લોકોના મરણ નીપજ્યાં છે. 497 નવા કેસોમાંથી 37 આંતરરાજ્ય કેસો અને 12 કેસો વિદેશથી પરત ફરેલા લોકોમાં નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા 10,331 છે, સક્રિય કેસોની સંખ્યા 5,423 છે, જ્યારે 4,779 લોકોને રજા અપાઇ છે અને 129 લોકોના મરણ નીપજ્યાં છે.
  • તેલંગણાઃ ખાનગી હોસ્પિટલોએ પથારીઓની અછતના કારણે લક્ષણ વગરના કોવિડ-19 દર્દીઓ અને સામાન્ય લક્ષણ ધરાવતાં લોકોને ઘરે જ રહેવા અપીલ કરી છે. તેલંગણામાં એક જ દિવસમાં ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં હતા અને 879 નવા કેસો સાથે એક દિવસમાં સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. કુલ કેસોની સંખ્યા 9,553 છે, જેમાંથી 5,109 કેસો સક્રિય છે, 220 લોકોના મોત નીપજ્યાં છે, 4,224 લોકો સાજા થયા છે અને કુલ 63,249 પરીક્ષણ કરવામાં આવ્યાં છે.
  • મહારાષ્ટ્રઃ બુધવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા કેસોમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3,214 નવા કેસો નોંધાયા હતા, જેની સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 1,39,010 પર પહોંચી ગઇ છે. મંગળવારે વધુ 75 વ્યક્તિઓના મરણ નીપજતાં મૃત્યુ દર વધીને 4.70 થઇ ગયો છે. અનેક અઠવાડિયાઓ બાદ, મુંબઇમાં 1,000થી ઓછા એટલે કે 824 કેસો નોંધાયા છે. અત્યારે શહેરમાં કોવિડ સંક્રમણના કુલ કેસોની સંખ્યા 68,481 છે. બૃહદ મુંબઇ કોર્પોરેશને યુનિવર્સલ ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યુ છે, જે અંતર્ગત તે 15થી 30 મિનિટમાં પરિણામ આપતી ICMR-માન્ય એન્ટિજન ટેસ્ટિંગ કીટનો ઉપયોગ કરશે. BMCએ શંકાસ્પદ કોવિડ-19 દર્દીઓના ટેસ્ટિંગનું ઝડપી પરિણામ સુનિશ્ચિત કરવા 1 લાખ એન્ટિજન ટેસ્ટિંગ કીટ ખરીદવાનો નિર્ણય લીધો છે. તેનો ઉપયોગ શંકાસ્પદ દર્દીઓના પરીક્ષણ અને તેમની સમયસર સારવાર સુનિશ્ચિત કરવા તમામ નાગરિક, સરકાર સંચાલિત હોસ્પિટલ અને કોવિડ-19 સારવાર સુવિધા કેન્દ્રોમાં કરવામાં આવશે.
  • ગુજરાતઃ મંગળવારે નવા 549 કેસો પ્રકાશમાં આવતાં રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 28,429 થઇ ગઇ છે. વધુમાં, મંગળવારે વધુ 26 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવતાં કુલ મૃત્યુ સંખ્યા 1,711 પર પહોંચી ગઇ છે. બીજી તરફ જુદી-જુદી હોસ્પિટલોમાંથી 604 દર્દીઓને રજા આપવામાં આવી છે, જેની સાથે રાજ્યમાં કોવિડ-19માંથી સાજા થયેલા લોકોની સંખ્યા 20,521 થઇ ગઇ છે. મહત્તમ નવા કેસો 230 અમદાવાદમાંથી નોંધાયા હતા. આ સિવાય સુરતમાંથી 152 કેસો, જ્યારે વડોદરામાંથી 38 કેસો નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કોવિડ-19ના 3 લાખ 34 હજાર પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં છે.
  • રાજસ્થાનઃ આજે સવાર સુધીમાં 182 નવા પોઝિટીવ કેસો નોંધાયા હતા અને 7 વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતા. આ સાથે જ રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 15,809 થઇ ગઇ છે. એકતરફ જ્યારે 12,424 દર્દીઓ સાજા થયા છે ત્યારે આજ દિન સુધી 372 લોકોના મરણ પણ નીપજ્યાં છે. રાજ્યમાં હાલમાં કુલ 3,013 સક્રિય કેસો છે. સૌથી વધારે પોઝિટીવ 63 કેસો ધોલપુરમાંથી અને ત્યારબાદ જયપુરમાંથી 53 અને ભરતપુરમાંથી 23 કેસો નોંધાયા હતા. રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટ તથા દારૂનુ વેચાણ ફરી શરૂ થતા એક્સાઇઝ કમિશનરે માર્ગદર્શિકા બહાર પાડી છે.
  • મધ્યપ્રદેશઃ 183 નવા કેસો નોંધાતા રાજ્યમાં પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 12,261 પર પહોંચી ગઇ છે. તેમાંથી 2,401 સક્રિય કેસો છે, જ્યારે 9,335 દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધી 525 લોકોના મરણ નીપજ્યાં છે. મધ્યપ્રદેશમાં રાજ્ય સરકારે કોલેજના તમામ વિદ્યાર્થીઓને પાસ કરીને આગામી વર્ષમાં મોકલવાનો નિર્ણય લીધો છે. હોટસ્પોટ ઇન્દોરમાં 54 નવા કેસો નોંધાયા હતા, જેની સાથે શહેરમાં આજદિન સુધી કુલ 4,427 કેસો નોંધાઇ ચૂક્યાં છે. મંગળવારે ભોપાલમાં નવા 29 કેસો નોંધાયા હતા અને મોરેના જિલ્લામાં નવા 23 કેસો સામે આવ્યાં હતા. આજદિન સુધી ભોપાલમાં કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 2,556 છે.
  • છત્તીસગઢઃ મંગળવારે કોવિડ-19ના નવા 83 કેસો નોંધાતા રાજ્યમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા 2,385 પર પહોંચી ગઇ છે. આમાંથી 846 સક્રિય કેસો છે. વધુમાં, મંગળવારે રાજ્યમાં જુદી-જુદી હોસ્પિટલોમાંથી 40 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી, આ સાથે જ કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,527 પર પહોંચી ગઇ છે. કોબા જિલ્લામાં કોવિડ-19ના સૌથી વધારે 18 કેસો, ત્યારબાદ રાયપુર, બાલોદાબજાર અને જંજગિર-ચાંપા જિલ્લાઓમાંથી નોંધાયા હતા.
  • ગોવાઃ મંગળવારે કોવિડ-19 સંક્રમણના નવા 45 કેસો ઓળખી કાઢવામાં આવ્યાં હતા, જેની સાથે રાજ્યમાં પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 909 પર પહોંચી ગઇ છે. તેમાંથી 702 કેસો સક્રિય છે. વધુમાં, મંગળવારે 53 દર્દીઓ સાજા થયા હોવાના અહેવાલ છે, આ સાથે જ કુલ 205 લોકો સાજા થયા છે.
  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને નાયબ કમિશનરને ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં રાખવામાં આવેલા તમામ નાગરિકોની યોગ્ય સંભાળ રાખવામાં આવે તેની ખાતરી કરવા નિર્દેશો આપ્યાં હતા. તેમણે નિર્દેશો આપ્યાં હતા કે નિયમિત નિરીક્ષણ હાથ ધરીને યોગ્ય ખોરાક, પાણી અને સ્વચ્છ શૌચાલય જેવી પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઇએ.
  • પંજાબઃ ચોક્કસ વિસ્તારોમાં કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે પંજાબ સરકારે ચેપગ્રસ્ત વિસ્તારો માટે સચોટ રણનીતિનો અમલ કર્યો છે, જે હેઠળ અત્યાર સુધી આશરે 25,000 જેટલી વસ્તીનો સમાવેશ કરતા 8 જિલ્લાઓમાં 19 ચેપગ્રસ્ત વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે. ચોક્કસ વિસ્તારોમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યાના આધારે ચેપગ્રસ્ત અને સુક્ષ્મ ચેપગ્રસ્ત વિસ્તારો નક્કી કરવામાં આવશે, જેથી તપાસ, સંપર્કમાં આવેલા લોકોની શોધ, પરીક્ષણ અને વધુ જોખમ ધરાવતા તમામ સંપર્કો સાથે પરામર્શ જેવી પ્રવૃતિઓ હાથ ધરવા માટે માનવબળનો ઇષ્ટતમ ઉપયોગ સુનિશ્ચિત કરી શકાય.
  • હરિયાણાઃ કોવિડ-19 મહામારીને નજર સમક્ષ રાખીને રાજ્યમાં આરોગ્ય સંભાળ સ્થિતિમાં સુધારો કરવા માટે વધુ એક કદમ ભરતાં હરિયાણાના મુખ્યમંત્રીએ રાજ્યમાં તમામ 22 જિલ્લા નાગરિક હોસ્પિટલો ખાતે ફાર્માસિસ્ટના 110 ટેક્નિકલ એપ્રેન્ટિસોને જોડવા માટે વહીવટી મંજૂરી પ્રદાન કરી છે. રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ તાલીમ કાર્યક્રમમાંથી એપ્રેન્ટિસ અધિનિયમ, 1961 અંતર્ગત દરેક જિલ્લા હોસ્પિટલ દીઠ પાંચ ટેક્નિકલ એપ્રેન્ટિસ ફાર્મસીને જોડવામાં આવશે.
  • હિમાચલ પ્રદેશઃ ASHA કામદારોને સંબોધતી વખતે મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યની તમામ ASHA કામદારોને જૂન અને જુલાઇ મહિના માટે પ્રતિમાસ રૂપિયા બે હજારનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને અચંબામાં મૂકી દીધુ છે અને તેની સામે લડવા માટે સમગ્ર મેડિકલ સમુદાયની તૈયારીઓ અપૂરતી સાબિત થઇ છે. તેમણે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશે વાયરસ સામે અસરકારક લડાઇ લડી છે અને આ વાયરસનું નિયંત્રણ કરવામાં રાજ્યની ASHA કામદારોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ASHA કામદારોએ માત્ર ILI લક્ષણો ધરાવતા લોકોને શોધવામાં જ મદદ નથી કરી પરંતુ લોકોને ક્વૉરેન્ટાઇનના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ પ્રોત્સાહન પુરું પાડ્યું છે.

 

 

FACTCHECK

 

 

 

Image



(Release ID: 1634080) Visitor Counter : 325