લઘુમતિ બાબતોનું મંત્રાલય
હજ (1441 H/ 2020 AD) માટે ભારતીય મુસ્લિમો સાઉદી અરબ નહીં જાય
અરબ સરકારના નિર્ણયને માન આપીને, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી લોકોના સ્વાસ્થ્ય- સલામતીને પ્રાથમિકતા આપી, આ નિર્ણય લેવામાં આવ્યો
શ્રી મુખ્તાર અબ્બાસ નકવી: “2 લાખ 13 હજાર અરજીઓ દ્વારા જમા કરાવવામાં આવેલા પૂરા પૈસા કોઇપણ કપાત વગર તાત્કાલિક પાછા આપવાની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. આ પૈસા ઑનલાઇન DBT દ્વારા અરજદારોના ખાતાંમાં જમા કરાવવામાં આવશે”
“2300થી વધુ મુસ્લિમ મહિલાઓએ 'મેહરમ' (પુરુષ સંબંધી) વગર હજ પર જવા માટે અરજી કરી હતી, આ મહિલાઓને હજ 2021માં આ અરજીના અધારે હજ યાત્રા પર મોકલવામાં આવશે”: શ્રી મુખ્તાર અબ્બાસ નકવી
“સાથે જ આવતા વર્ષે પણ જે મહિલાઓ મેહરમ વગર હજ યાત્રાએ જવા માટે નવી અરજી કરશે તે તમામને પણ હજ યાત્રાએ મોકલવામાં આવશે”: શ્રી મુખ્તાર અબ્બાસ નકવી
Posted On:
23 JUN 2020 1:28PM by PIB Ahmedabad
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે જણાવ્યું હતું કે, સાઉદી અરબ સરકારે લીધેલા નિર્ણયનું સન્માન કરીને, પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા લોકોના સ્વાસ્થ્ય અને સલામતીને પ્રાથમિકતા આપીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, હજ (1441 H/ 2020 AD) માટે ભારતના મુસ્લિમો સાઉદી અરબ નહીં જાય.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે, કાલે સાઉદી અરબના હજ અને ઉમરાહ મંત્રી મહામહિમ ડૉ. મુહમ્મદ સાલેહ બિન તાહેર બેન્તેનનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે હજ (1441 H/ 2020 AD)માં ભારતમાંથી આવનારા હજ યાત્રીઓને ન મોકલવાનું સૂચન કરવામાં આવ્યું છે. શ્રી નકવી જણાવ્યું હતું કે, કોરોના કારણે ઉભા થયેલા મોટા પડકારોથી દુનિયાને અસર પડી છે, ત્યારે સાઉદી અરબમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી છે.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં હજ 2020 માટે 2 લાખ 13 હજાર અરજીઓ આવી છે. તમામ અરજીકર્તાઓઓ જમા કરાવેલી પૂરી રકમ તેમને કોઇપણ કપાત વગર તાત્કાલિક પરત કરવા માટે આજથી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પૈસા ઑનલાઇન DBT દ્વારા અરજદારોના ખાતાંમાં જમા કરાવવામાં આવશે.
કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પણ 2300થી વધુ મુસ્લિમ મહિલાઓએ 'મેહરમ' (પુરુષ સંબંધી) વગર હજ યાત્રાએ જવાની અરજી કરી હતી, આ મહિલાઓને હજ 2021માં આ અરજીના આધારે હજ યાત્રાઓ મોકલવામાં આવશે. તેમજ, આવતા વર્ષે જે પણ મહિલાઓ મેહરમ વગર હજ યાત્રાએ જવાની અરજી કરશે તે તમામને પણ હજ યાત્રાએ મોકલવામાં આવશે.
શ્રી નકવીએ જણાવ્યું હતું કે, 2019માં 2 લાખ ભારતીય મુસ્લિમો હજ યાત્રાએ ગયા ગતા. જેમાંથી 50 ટકા મહિલાઓ સામેલ હતી. તે ઉપરાંત, સરકાર અંતર્ગત 2018માં શરૂ કરવામાં આવેલી મેહરમ વગરની મહિલાઓને હજ યાત્રાએ મોકલવાની પ્રક્રિયા અંતર્ગત મેહરમ વગર હજ પર જનારી મહિલાઓની સંખ્યા 3,040 થઇ ગઇ છે.
ગઇકાલે મોડી રાત્રે સાઉદી અરબના હજ અને ઉમરાહ મંત્રાલયે એક અખબારી યાદી બહાર પાડી હતી. તેમાં જણાવ્યું હતું કે, “વૈશ્વિક કોરોના મહામારીના સંકટને ધ્યાનમાં રાખતા ધાર્મિક સ્થળોએ ભીડભાડ થાય તેવા કાર્યક્રમો સ્થગિત કરવામાં આવ્યા છે. એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, વિવિધ દેશોમાંથી જે લોકો હાલમાં સાઉદી અરબમાં રહે છે તેમના દ્વારા ખૂબ જ સિમિત સંખ્યામાં સામાજિક અંતરના નિયમોનું પાલન કરીને હજ કરવામાં આવશે.”
GP/DS
(Release ID: 1633685)
Visitor Counter : 255
Read this release in:
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Malayalam