સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


ડૉ. હર્ષવર્ધને ભારતની પ્રથમ મોબાઇલ I-LAB (ચેપી બીમારી નિદાન લેબોરેટરી)નો પ્રારંભ કરાવ્યો

દર્દીઓ સાજા થવાનો દર સુધરીને 52.96% નોંધાયો

Posted On: 18 JUN 2020 4:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉ. હર્ષવર્ધને ભારતમાં છેવાડા વિસ્તારો સુધી કોવિડ-19ની પરીક્ષણની સુવિધા પૂરી પાડી શકાય તેમ માટે દેશની સૌપ્રથમ મોબાઇલ I-LAB (ચેપી બીમારી નિદાન લેબોરેટરી)નો પ્રારંભ કરાવ્યો છે. લેબોરેટરી દૂરના, અંતરિયાળ અને જ્યાં સરળતાથી પહોંચી શકાય તેવા દેશના વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવશે જેની મદદથી દરરોજ 25 કોવિડ-19 RT-PCR પરીક્ષણો, દરરોજ 300 ELSIA પરીક્ષણો તેમજ TB અને HIV વગેરેના પણ પરીક્ષણો CGHSના દરો પ્રમાણે થઇ શકશે. ચેપી બીમારી નિદાન લેબોરેટરી (I-LAB) વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત આવતા બાયોટેકનોલોજી વિભાગ દ્વારા કોવિડ કમાન્ડ વ્યૂહરચના હેઠળ સમર્થિત છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 7390 દર્દીઓ સાજા થઇ ગયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ચેપમાંથી કુલ 1,94,324 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર 52.96% નોંધાયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,60,384 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 699 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 254 (કુલ 953 લેબોરેટરી) કરવામાં આવી છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 540 (સરકારી: 349 + ખાનગી: 191)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 340 (સરકારી: 325 + ખાનગી: 15)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 73 (સરકારી: 25 + ખાનગી: 48)

છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,65,412 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 62,49,668 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને

વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો

ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

 

GP/DS

 



(Release ID: 1632351) Visitor Counter : 178