પ્રધાનમંત્રીનું કાર્યાલય

મુખ્યમંત્રીઓ સાથે સંવાદ વખતે પ્રધાનમંત્રીનું પ્રારંભિક વક્તવ્ય

Posted On: 17 JUN 2020 3:58PM by PIB Ahmedabad

આપ સૌ સાથીઓને ખૂબ ખૂબ અભિનંદન !!

 

અનલૉક-વન શરૂ થયા પછી આપણી પ્રથમ મુલાકાત છે. દેશના 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં અનલૉક-વનના અનુભવો અંગે કાલે મારી સાથે વિસ્તારથી ચર્ચા થઈ હતી. હકિકત છે કે કોરોનાનો પ્રસાર કેટલાંક મોટાં રાજ્યો અને મોટા શહેરોમાં વધુ પ્રમાણમાં જણાઈ રહ્યો છે. કેટલાંક શહેરોમાં વધારે ગીચતા, નાના નાના ઘર અને ગલી મહોલ્લામાં ફિઝિકલ ડિસ્ટન્સીંગની પણ ઊણપ ઉપરાંત, રોજે રોજ હજારો લોકોની આવન જાવન, બધી બાબતોએ કોરોના સામેની લડાઈને વધુ પડકારજનક બનાવી છે.

આમ છતાં પણ દરેક દેશવાસીનો સંયમ, અનેક સ્થળોએ વહિવટી તંત્રની ધગશ અને આપણા કોરોના યોધ્ધાઓના સમર્પણ ભાવને કારણે આપણે સ્થિતિને નિયંત્રણની બહાર નથી જવા દીધી. યોગ્ય સમયે ટ્રેસીંગ, સારવાર અને કેસની જાણકારી મળવાને કારણે સંક્રમણમાંથી સાજા થનાર લોકોની સંખ્યા અહીં સતત વધતી રહી છે. ખૂબ રાહતની બાબત છે કે આઈસીયુ અને વેન્ટીલેટર દ્વારા સારવારની જરૂર પણ ખૂબ ઓછા દર્દીઓને પડી રહી છે.

યોગ્ય સમયે લેવામાં આવેલાં સાચાં પગલાંઓને કારણે આપણે બધા મોટા જોખમનો મુકાબલો કરી શક્યા છીએ. લૉકડાઉન દરમ્યાન દેશની જનતાએ જે શિસ્ત બતાવી છે તેનાથી વાયરસની અતિશય પ્રમાણમાં વૃધ્ધિને અટકાવી શકાઈ છે. સારવારની વ્યવસ્થા હોય કે ના હોય, આરોગ્ય માટેની માળખાગત સુવિધાઓ હોય કે તાલિમ પામેલું માનવ બળ હોય, આજે આપણે ઘણી સારી રીતે સંભાળમાં લેવાયેલી સ્થિતિમાં છીએ.

તમે પણ બાબતથી સારી રીતે પરિચીત છો કે માત્ર ત્રણ મહિના પહેલાં PPEs માટે, નિદાન કરવાની કીટ માટે માત્ર ભારતમાં નહીં, પણ દુનિયાના અનેક દેશોમાં હાહાકાર મચી ગયો હતો. ભારતમાં પણ ખૂબ મર્યાદિત જથ્થો ઉપલબ્ધ હતો, કારણ કે આપણે સંપૂર્ણ રીતે આયાત ઉપર આધાર રાખતા હતા. જ્યારે આજે સ્થિતિ એવી છે કે સમગ્ર દેશમાં 1 કરોડ કરતાં વધું PPEs અને એટલા જથ્થામાં N95 માસ્ક રાજ્યો સુધી પહોંચાડવામાં આવી ચૂક્યા છે. આપણી પાસે નિદાન કરવા માટેની કીટનો પણ પૂરતો જથ્થો છે અને તેની ઉત્પાદન ક્ષમતામાં પણ ઘણો વધારો કરવામાં આવ્યો છે. હવે તો પીએમ કેર ફંડ હેઠળ ભારતમાં બનેલા વેન્ટીલેટર્સ પૂરાં પાડવાનો પ્રારંભ થઈ ચૂક્યો છે.

આજે સમગ્ર દેશમાં કોરોનાના ટેસ્ટીંગ માટે 900 કરતાં વધુ ટેસ્ટીંગ લેબ છે. લાખો કોવિડ સ્પેશ્યલ બેડ છે, હજારો ક્વોરેન્ટાઈન અને આઈસોલેશન સેન્ટર્સ છે અને દર્દીઓની સગવડ માટે પૂરતા જથ્થામાં ઓક્સીજનનો પૂરવઠો પણ ઉપલબ્ધ છે. લૉકડાઉન દરમ્યાન લાખોની સંખ્યામાં માનવ સંસાધનને તાલિમ આપવામાં આવી છે. સૌથી મોટી વાત તો છે કે આજે દેશનો દરેક નાગરિક વાયરસ બાબતે અગાઉ કરતાં ઘણો વધુ સચેત થયો છે અને જાગૃત બન્યો છે. બધુ રાજ્ય સરકારોના સહયોગથી તથા સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા દિવસ- રાત કામ કરવાને કારણે શક્ય બન્યું છે.

સાથીઓ,

કોરોના સામેની લડાઈમાં જીતનો વિશ્વાસ આપનારી બધી બાબતોની વચ્ચે આપણે આરોગ્ય માટેની માળખાગત સુવિધાઓ, માહિતી પધ્ધતિઓ, લાગણીલક્ષી સહયોગ અને લોકોની સામેલગિરીને હંમેશા મજબૂત બનાવવી પડશે.

સાથીઓ,

કોરોનાના દર્દીઓની વધતી જતી સંખ્યા જોતાં આરોગ્ય અંગેની માળખાગત સુવિધાઓનું વિસ્તરણ કરવું અને દરેક નાગરિકનો જીવ બચાવવો તે આપણાં સૌ માટે સર્વોચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ. આવુ ત્યારે બની શકે કે જ્યારે કોરોનાના દરેક દર્દીને યોગ્ય સારવાર પ્રાપ્ત થાય. આના માટે આપણે ટેસ્ટીંગ ઉપર વધુ ભાર મૂકી રહ્યા છીએ, કારણ કે સંક્રમિત વ્યક્તિને આપણે વહેલામાં વહેલી તકે શોધી કાઢીએ અને તેનું ધ્યાન રાખીને તેને આઈસોલશનમાં રાખી શકીએ. આપણે બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણી હાલની જે ટેસ્ટીંગની ક્ષમતા છે તેનો પૂરો ઉપયોગ થવો જોઈએ અને તેનું સતત વિસ્તરણ પણ થતું રહેવું જોઈએ.

સાથીઓ,

વિતેલા બે-ત્રણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ક્વોરેન્ટાઈન અને આઈસોલેશન સેન્ટર્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તેની ગતિ આપણે વધારવાની રહેશે કે જેથી ક્યાંય પણ દર્દીઓને પથારીની અગવડ પડે નહીં. કોરોનાના હાલના સમયમાં ટેલિમેડિસીનનું મહત્વ પણ ખૂબ વધી ગયું છે. પછી ભલેને તે હોમ ક્વોરેન્ટાઈન હોય કે આઈસોલેશનમાં રખાયેલ સાથીદાર હોય કે પછી અન્ય બિમારીનો ભોગ બનેલ વ્યક્તિ હોય. તમામને ટેલિમેડિસીનનો લાભ મળવો જોઈએ અને તે માટે આપણે પ્રયાસોમાં વધારો કરવામો રહેશે.

સાથીઓ,

તમે સારી રીતે જાણો છો કે કોઈપણ રોગચાળાથી કામ પાર પાડવા માટે યોગ્ય સમયે, યોગ્ય માહિતી મળતી રહે તેનું ખૂબ મહત્વ હોય છે. એટલા માટે આપણે બાબતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે આપણી હેલ્પ લાઈન સહાયરૂપ બને, સહાયના અભાવવાળી નહીં. જે રીતે આપણો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ હોસ્પિટલોમાં કોરોના સામેનું યુધ્ધ લડી રહ્યો છે તેવી રીતે આપણે સિનિયર ડોક્ટરોની મોટી ટૂકડીઓ તૈયાર કરવાની રહેશે કે જે ટેલિમેડિસીનના માધ્યમથી બિમાર લોકોને માર્ગદર્શન પૂરૂ પાડી શકે અને તેમને સાચી માહિતી આપી શકે. ઉપરાંત આપણે યુવાન સ્વંય સેવકોની ફોજ પણ ઉભી કરવાની રહેશે, જે અસરકારક રીતે જનતા માટે હેલ્પ લાઈન ચલાવી શકે.

જે જે રાજ્યોમાં આરોગ્ય સેતુ એપ વધારે ડાઉનલોડ થઈ છે ત્યાં ખૂબ હકારાત્મક પરિણામો મળ્યા છે. આપણે એવી લગાતાર કોશિષ કરવાની રહેશે કે આરોગ્ય સેતુ એપની પહોંચ વધે, વધુને વધુ લોકો તેને ડાઉનલોડ કરતા રહે. આપણે બાબતનું પણ ધ્યાન રાખવાનું રહેશે કે હવે દેશમાં ધીરે ધીરે ચોમાસુ આગળ વધી રહ્યું છે. સિઝનમાં આરોગ્ય સંબંધી જે સમસ્યાઓ જોડાયેલી હોય છે તેનો નિકાલ કરવો પણ ખૂબ જરૂરી બની રહે છે. આવુ નહીં થઈ શકે તો તે ખૂબ મોટો પડકાર ઉભો કરી શકે તેમ છે.

કોરોના વિરૂધ્ધની લડાઈનું એક લાગણીલક્ષી પાસુ પણ છે. ચેપ લાગવાના ડરથી, અને તેના કારણે ઉભા થયેલા ભયને કારણે આપણે આપણાં નાગરિકોને કેવી રીતે બહાર કાઢવા જોઈએ તે માટે પણ પ્રયાસ કરવાનો રહે છે. આપણે આપણાં લોકોને એવો વિશ્વાસ અપાવવાનો રહે છે કે કોરોનાને હરાવનારા લોકોની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં ખૂબ ઝડપથી વધારો પણ થઈ રહ્યો છે. એટલા માટે કોઈને જો કોરોના થઈ પણ ગયો હોય તો તેનાથી ગભરાટ રાખવાની જરૂર નથી. તેમની દરેક સ્તર ઉપર સંભાળ રાખવી તે આપણાં સૌની અને રાષ્ટ્રની જવાબદારી છે.

સાથીઓ,

કોરોના સામેની લડાઈમાં સમાજના તમામ વર્ગના લોકો અને દરેક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, નાગરિક સમાજના લોકોને પણ આપણે સતત પ્રોત્સાહિત કરવાના રહેશે. સમગ્ર લડાઈમાં બધાંની પ્રશંસાપાત્ર ભૂમિકા રહી છે. આપણાં જાહેર સ્થળો હોય કે આપણી કચેરીઓ હોય, માસ્ક અથવા તો ફેસ કવર, ફિઝીકલ ડીસ્ટન્સીંગ અને સેનેટાઈઝેશનની પ્રક્રિયા અંગે લોકોને વારંવાર યાદ અપાવવાની રહેશે. બાબતે કોઈને પણ બેદરકારી દાખવવા નહીં દેવાય.

સાથીઓ,

અનેક રાજ્યો કોરોના સામેની લડાઈમાં ખૂબ પ્રશંસાજનક કામગીરી બજાવી રહ્યા છે. રાજ્યોએ જે ઉત્તમ પ્રણાલિઓ અપનાવી છે તેનું આદાન-પ્રદાન થાય તે ખૂબ જરૂરી છે. મને વિશ્વાસ છે કે દરેક રાજ્ય પોતાના અનુભવ અને પોતાના સૂચનો અહિંયા ખૂલ્લા મનથી રજૂ કરશે, કે જેથી આવનારા દિવસોમાં એક બહેતર રણનીતિ બનાવવામાં આપણે સૌનો સહકાર મેળવી શકીએ. હવે હું ગૃહમંત્રીશ્રીને આગ્રહ કરૂં છું કે તે ચર્ચાને આગળ ધપાવે.

 

 

GP/DS



(Release ID: 1632098) Visitor Counter : 240